અયોધ્યાના મંદિરના પૂજારી સહિત 16 સુરક્ષાકર્મી આવ્યા પોઝિટિવ, ભૂમિપૂજનને લઈને ચિંતા

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપુજનના કાર્યક્રમ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસના એક શિષ્ય પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે રામલલા મંદિરમાં સહાયક પૂજારી તરીકે કામ કરે છે.

image source

આ સાથે જ રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં સપડાયા છે. ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન પીએમ મોદી કરવા જઈ રહ્યા છે ત્યારે આ વાતને લીને ખળભળાટ મચ્યો છે.

image source

આચાર્ય સત્યેન્દ્રદાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી છે. તેની સહાયતા માટે અન્ય ચાર પુજારીઓ પણ રામલલાની સેવા કરે છે. જોકે પૂજારી અને રામ જન્મભૂમિમાં તૈનાત સુરક્ષાકર્મીઓને કોરોના સંક્ર્મણ થયાની વાતને સીડીઓ પ્રથમેશ કુમારે નકારી છે.

image source

મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની સાથે ચાર પુજારી રામ લલાની સેવા કરે છે. તેમાંના 4 પુજારીમાંથી એક પુજારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

આવો છે રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ

image source

રામ જન્મભૂમિ પરિસરમાં પૂજારીઓ દ્વારા 3 ઓગસ્ટથી જ શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ સાથે પૂજન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.ત્રણ ઓગસ્ટના રોજ ગણેશ પૂજાની સાથે ઉત્સવ શરુ થશે.

4 ઓગસ્ટના રોજ રામાર્ચા કાર્યક્રમ અને 5 ઓગસ્ટના રોજ સવારે 5 વાગે ગર્ભગૃહ સ્થાને પૂજન અને શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ યોજાશે.

image source

આ કાર્યક્રમ કાશીના વિદ્વાનોના નેતૃત્વમાં 11 પૂજારીઓની ટીમ સંપન્ન કરાવશે.

અયોધ્યામાં પીએમ મોદીને અપાશે આ ખાસ ભેટ

image source

અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજનના સમયે પીએમ મોદીને લાકડાની બનેલી દુર્લભ એવી દોઢ ફુટની કોદંડ(ધનુષ) રામ અને એક ફુટના લવ-કુશની પ્રતિમા ભેટ અપાશે, આ પ્રતિમા અયોધ્યા શોધ સંસ્થાન તરફથી કર્ણાટકમાં તૈયાર કરવામાં આવશે. આ મૂર્તિઓને ખાસ કર્ણાટકના પ્રેસિડન્ટ એવોર્ડથી સન્માનિત શિલ્પકાર રામમૂર્તિએ તૈયાર કરી છે. આ બાદ કર્ણાટકની વિશેષ ટીકવુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જલ્દી તે અયોધ્યા આવશે.

આ મહેમાનો રહેશે ભૂમિપૂજનમાં હાજર

image source

ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. PMOની મંજૂરીથી આ લિસ્ટ તૈયાર કરાયું છે. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, RSS સુપ્રિમો મોહન ભાગવત પણ કાર્યક્રમમાં ભાગ લેશે. ભાગવત સાથે 50 સાધુ સંતોની હાજરી રહેશે અને આ સિવાય એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોષી, રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણીને પણ આમંત્રણ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત