અયોધ્યામાં જે મસ્જિદ બનશે એનું નામ નહિં હોય બાબરી, જાણો કયા નામ પર ચાલે છે વિચારણા

અયોધ્યાના કેસ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે પ્રસ્તાવિત મસ્જિદના નિર્માણ પર પણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. આ મામલે હવે મહત્વનો નિર્ણય મસ્જિદના નામ પર લેવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ મસ્જિદનું નામ અગાઉની જેમ જ રાખવામાં નહીં આવે. મસ્જિદના નામ અંગે ચાલતી ચર્ચા અનુસાર મસ્જિદનું નામ અંગ્રેજો વિરુદ્ધ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર મૌલવી અહમદુલ્લા શાહના નામ પર રાખવામાં આવી શકે છે.

image source

મસ્જિદ નિર્માણની દેખરેખ રાખતાં સુન્ની વકફ બોર્ડ દ્વારા ગઠિત ન્યાસ ઈંડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સચિવ અતહર હુસૈનએ કહ્યાનુસાર અવધ ક્ષેત્રમાં વિદ્રોહનો અવાજ ફુંકનાર શાહના નામ પર મસ્જિદનું નામ રાખવા માટે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ન્યાસનું ગઠન થયા બાદ આ મામલે ચર્ચા થઈ હતી કે મસ્જિદનું નામ મુગલ શાસક બાબરના નામ પર રાખવામાં આવશે જેમ કે બાબરી મસ્જિદ રાખવામાં આવ્યું હતું. પરંતુ પછીથી આ નામ પર વિચારણા કરવામાં આવી રહી છે.

image source

ન્યાસના સૂત્રોના જણાવ્યાનુસાર અયોધ્યામાં બનનારી મસ્જિદની પરિયોજનાને સાંપ્રદાયિક ભાઈચારા અને દેશભક્તિના સંકેત તરીકે પ્રસ્તુત કરવા માટે ન્યાસ આ પરિયોજના શાહને સમર્પિત કરવાનો નિર્ણય કરી શકે છે. જે આ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરવાની સાથે સાથે ઈસ્લામના સાચા અનુયાયી પણ હતા.

image source

આ મામલે ન્યાસને વિવિધ મંચ તરફથી પણ સુચનો મળી રહ્યા છે. તે તમામ પર વિચાર કરી અને સત્તાવાર રીતે મસ્જિદના નામનો નિર્ણય કરી ઘોષણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિના નામ પર મસ્જિદનું નામ રાખવા ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે તે શાહ 5 જૂન 1858ના રોજ શહીદ થયા હતા.

image source

જોર્જ બ્રુસ માલેસન તેમજ થોમસ સિયટન જેવા અંગ્રેજ અધિકારીઓએ પણ તેમના સાહસ, શૌર્ય તેમજ તેમની સંગઠનાત્મક ક્ષમતાઓનો ઉલ્લેખ કરી ચુક્યા છે. ભારતના 1857ના સંગ્રામ પર આધારિત પુસ્તક હિસ્ટ્રી ઓફ ઈંડિયન મ્યૂટિનીમાં માલેસને શાહનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. શાહે અવધ ક્ષેત્રમાં વિદ્રોહ શરુ કર્યો હતો. તેમજ ફૈઝાબાદના ચોક વિસ્તારમાં સ્થાનીય મસ્જિદને મુખ્યાલય બનાવ્યું હતું જ્યાં ક્રાંતિકારી નેતાઓ સાથે તેઓ બેઠક કરતાં હતા.

image source

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થયું હતું. મંદિરના નિર્માણ કાર્ય સાથે જ મસ્જિદ નિર્માણની તૈયારીઓ પણ શરુ થઈ ચુકી હતી. અયોધ્યામાં જ 5 એકરમાં મસ્જિદ બનશે. આ મસ્જિદ નિર્માણ માટે પણ બેન્ક અકાઉન્ટ શરુ કરવામાં આવ્યા છે. જેમાં મસ્જિદ નિર્માણ માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ મસ્જિદ આસપાસ હોસ્પિટલ, સામુહિક રસોઈઘર, શૈક્ષણિક કેન્દ્ર પણ બનાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત