Site icon News Gujarat

વાહ રામ ભક્તો વાહ, અયોધ્યામાં રામ મંદિર માટે ભક્તોએ મન મૂકીને કર્યું દાન, આકંડો સાંભળીને બોલશો-જય શ્રી રામ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને વિવાદો ચાલ્યા અને અંતે વિવાદ બાદ રામ મંદિરના નિર્માણ થઇ રહ્યુ છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નાણા એકત્રીકરણ અભિયાન ચાલ્યુ. જેને લઈને ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ માટે દાનના ઘણાં કિસ્સાઓ સામે આવ્યા હતા. લોકો પોતાનાથી થતું નાનું કે મોટું દાન આપ્યુ હતુ.

image source

અહી મુખ્ય સંરચના સહિત લગભગ બધી પરિયોજનાઓ પૂરી થવામાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનુ અનુમાન છે. આમાં મુખ્ય ઢાંચો લગભગ સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ખજાનચી સ્વામી રામ ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યુ હતુ કે, મંદિરના નિર્માણની કિંમત 300થી 400 કરોડ છે. આખા પરિસરના નિર્માણ પર 1100 કરોડ ખર્ચ થશે.

image source

તાજેતરમા જાણવા મળી રહ્યુ છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ શનિવારે સમાપ્ત થઈ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જાન્યુઆરીમાં શરૂ થયેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમા જમા લગભગ 2 હજાર કરોડનું દાન કરાયું છે. આ સિવાય જાણવા મળ્યુ છે કે, હજી પણ મંદિરના ખાતામાં પૈસા જમા કરાવવાનું કામ ચાલુ છે. આવી સ્થિતિમાં આ રકમ હજી વધુ વધારે મળી શકશે તેવુ અનુમાન લગાવામા આવી રહ્યુ છે. આ દાન દેશ-વિદેશ બંને તરફથી મળી રહ્યુ છે.

image source

વિશ્વ હિન્દુ પરિષદે(વીએચપી) તાજેતરમા જણાવ્યુ છે કે, જો હજી પણ કોઈને દાન આપવું હોય તો સ્થાનિક ટીમ અથવા ઓફિસ દ્વારા તેઓનો સંપર્ક કરી શકાય છે. રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન 15 જાન્યુઆરી, મકરસંક્રાંતિના દિવસે જ શરૂ કરાયુ હતુ. આ દરમિયાન ટીમોએ ભંડોળ એકત્ર કરવા માટે આશરે 5 લાખ ગામોની મુલાકાત લીધી હતી હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા મળેલ સ્વૈચ્છિક યોગદાન શ્રી રામ તેર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એસબીઆઈ / પીએનબી / બીઓબી ખાતાની સ્થાનિક શાખાઓમાં જમા કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અયોધ્યામાં ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલમાં તેમની પાસે માત્ર અંદાજીત રકમ છે, જે આશરે રૂ. 2000 કરોડ છે. આ અંગે વધારે વાત કરતા તેમણે કહ્યું છે કે ‘ગણતરીની અને એડિટીંગની આખી પ્રક્રિયા પુર્ણ થવામાં એક મહિના જેટલો સમય હજુ પણ લાગી શકે છે.

image source

બેંકોમાં પણ ઘણા લોકો બધા ચેક દ્વારા પણ દાન કરી રહ્યા છે અને શુક્રવારથી ત્રણ દિવસ માટે બેંકોને રજા હતી, તેથી હજુ ઘણાં બધાં ચેક જમા કરાવાના બાકી છે અને અન્ય વિગતોની ચકાસણીઓ કરવાની પણ બાકી રહી ગઇ છે. સ્વયંસેવકો પાસે રહેલા કૂપન્સ પણ પાછા લેવા પડશે અને તેની પણ હજુ ગણાતરી કરવામા આવશે.

તાજેતરમા જ હવે રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યુ છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રામ મંદિરનો પાયો ભરવાનું કામ આગામી 15 દિવસમાં શરૂ થશે અને હાલમાં જ મંદિરના પાયા માટે ખોદકામનું કામ ઝડપથી ચાલુ પણ કરી દેવાયુ છે. જે અંતર્ગત, રામ જન્મભૂમિ સંકુલમાં આવેલા મંદિરો તોડી પાડવામા આવ્યા છે અને વિશાળ જેસીબી મશીનો દ્વારા જમીનના તળીયાના ભાગને સમતલ બનાવામા આવી રહ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version