આ યોગ કેન્દ્રના રહસ્યો હવે સામે આવી રહ્યા છે, યોગ અને સાધનાના નામે થઇ રહ્યું છે મહિલાઓનું શોષણ જાણો ત્યાની સાધિકાએ શું કહ્યું

ગુરુ હોવા છતાં કરતો હતો આવા કામ, તંત્ર અને શિક્ષાના નામ પર ક્લાસમાં જઈને સ્ત્રીઓ સાથે કરતો હતો અભદ્ર વ્યવહાર

આજકાલ મોટા મોટા શહેરોથી લઈને નાના ગામમાં પણ મહિલાઓના શોષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ધર્મ અને યોગ તેમજ સાધના જેવા માધ્યમોના ઓળા નીચે આવા બધા કામ પણ થતા હોય છે. જો કે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ મહિલા માટે એની સાથે થતું શોષણ એ અસહનીય હોય છે. કોઈ પણ મહિલાને એની ઈચ્છા અથવા સહમતી વગર અડકવું એ એક પ્રકારની અભદ્ર અને જાતીય શોષણ માટેની હરકત ગણવામાં આવે છે. જો કે થાઈલેન્ડમાં ચાલતા આવા જ એક આશ્રમ વિશે અનેક રહસ્યો ઉજાગર કર્યા છે. આ મહિલા તંત્ર સાધનાની વિદ્યાર્થીની રહી ચુકી છે.

image source

યોગ-તંત્રના નામે અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ

આ યુવતીએ થાઇલેન્ડના જાણીતા અને પ્રખ્યાત તંત્ર સાધના કેન્દ્ર એટલે કે અગામા યોગ વિરુદ્ધ નિવેદન નોધાવ્યું છે. આ નિવેદનમાં એમણે જણાવ્યું છે કે કેવી રીતે સાધના કેન્દ્રમાં યોગ અને તંત્રના નામ પર સ્વામી અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા હતા. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ ૨૦૧૮ દરમિયાન અગામા કેન્દ્ર પર અનેક મહિલાઓએ સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ દાખલ કરાવ્યો હતો. જો કે એ સમયે પણ આ કેન્દ્ર દ્વારા લગાડવામાં આવેલા બધા જ આરોપોને નકારી કાઢ્યા હતા.

તંત્ર વિદ્યાના નામ પર મહિલાઓ સાથે શોષણ

image source

સસ્કિઆ મહલર નામની અહી રહી ચુકેલી તંત્ર સાધનાની વિદ્યાર્થીનીએ આગમાં કેન્દ્રમાં પોતાની સાથે થયેલ દરેક ઘટના અંગે જણાવ્યું હતું. એણે જણાવ્યું હતું કે થાઇલેન્ડમાં તંત્ર વિદ્યાના નામ પર મહિલાઓ સાથે શોષણ કરવામાં આવે છે. વધુમાં મલહરે જણાવ્યું હતું કે અગામાના ફાઉન્ડર નર્સિસ ટરકાઉ જેવા સ્વામી વિવેકાનંદ સરસ્વતીના નામથી પણ ઓળખાય છે. જે મહિલાઓને યોની મસાજ કરવા અંગે કહેતા હતા. યોની એ મહિલાઓના સેક્સુઅલ ઓર્ગન માટે સંસ્કૃત ભાષામાં વપરાતો શબ્દ છે.

આ ઘટનાને બળાત્કાર ન કહેવાય તો શું કહેવાય?

image source

મલહરે આશ્રમમાં પોતાની સાથે થયેલી યાતનાઓને યાદ કરીને વધુમાં જણાવ્યું હતું કે આ મસાજ કરવા માટે સ્વામીજી તમામ મહિલાઓ પર દબાણ કરતા હતા. મલહરે કહ્યું કે જ્યારે આ મસાજનો સમય થતો અને સાધના માટે આવતા ત્યારે તેઓ પોતાના કપડા પણ કાઢી નાખતા હતા. મલહર આ ક્ષણોને યાદ કરીને આજે પણ રડી પડે છે. એને જણાવતા કહ્યું હતું કે આ મસાજથી જ્યારે તે મનાઈ કરતી ત્યારે એને માનસિક યાતનાઓ આપવામાં આવતી. તેણીના જણાવ્યા પ્રમાણે આ માટે તૈયાર ન થવા પર દરેક પ્રકારે એને પ્રતાડિત કરવામાં આવી હતી, તો આ પ્રકારની ઘટનાને બળાત્કાર ન કહેવાય તો બીજું શું કહેવાય?

સમાજમાં આવા સ્વામી ભર્યા પડ્યા છે : રેચલ વેન્સ્ટીન

image source

આપને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮માં થાઈલેન્ડના આ યોગ કેન્દ્ર અંગે અનેક ખુલાસા થયા અને બદનામી પણ થઇ હતી. જો કે અનેક પર્યટકોએ અહી સ્વામીજી દ્વારા તંત્ર સાધનાના નામે ગ્રુપ સેક્સ કરાવતા હોવાના આરોપ પણ લગાવ્યા હતા. જો કે મહિલાઓની સાથે થનારા શોષણને લઈને માનસિક સારવાર કરતા રેચલ વેન્સ્ટીન જણાવે છે કે સમાજમાં આવા અનેક સ્વામી ભર્યા પડ્યા છે. જે ધર્મ અને સાધનાના બહાને મહિલાઓનું શોષણ કરતા હોય છે.

વિજયશ્રી ફેરેસે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા

image source

આ સિવાયની અન્ય એક તંત્ર સાધનની વિદ્યાર્થીની વિજયશ્રી ફેરેસે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એમને પણ અગામા કેન્દ્ર પર જાતીય શોષણના આરોપ લગાડયા છે. એમણે જણાવ્યું છે કે આશ્રમમાં રહીને છ અઠવાડિયામાં અનેક કડવા અનુભવો થયા છે. એણે જણાવ્યું હતું કે એને પણ ગ્રુપ સેક્સનો ભાગ બનવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જો કે ફેરેસે એમ પણ કહ્યું હતું કે પોતે પહેલા દિવસે જ આ વાતની સપ્ષ્ટતા કરી હતી કે આવી કોઈ પ્રાણ પ્રકારની સાધનામાં તેઓ ભાગ નહિ લે.

આશ્રમમાં રહેલી અન્ય મહિલાઓ ફેરેસને ટાર્ગેટ કરતી

image source

ફેરેસની સ્પષ્ટતા છતાં પહેલા એમને આ સાધનામાં જોડવા સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો અને પછી તૈયાર ન થતા એમને માનસિક રીતે પણ હેરાન કરવામાં આવી હતી. એમને કહ્યું કે આશ્રમમાં રહેલી અન્ય મહિલાઓ જ ફેરેસને ટાર્ગેટ કરતી હતી. આ મહિલાઓ પણ સતત સ્વામીજીની વાત માનવા માટે દબાણ કરતી હતી. અન્ય મહિલાઓ સતત એમને આ બધો દેખાડો બંધ કરવા માટે સમજાવતી રહી હતી. ફેરેસે કહ્યું કે આ સમય દરમિયાન એમને એટલી હદે પરેશાન કરવામાં આવી કે આખરે થાકી હારીને તે આ સાધનામાં જોડાવા તૈયાર થઇ ગયા હતા.

સ્વામીએ હજુ કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી

image source

આ બાબતે ફેરેસે જણાવ્યું છે કે આ ઘટનાને હવે બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. જો કે હવે તેઓ આ અંગે ખુલીને વાત કરી શકે છે. એમણે જણાવ્યું હતું કે એમની અનેક મહિલા મિત્રો કે જે આ સ્વામીજીના કુકર્મનો શિકાર બની હતી એ આજે પણ ઊંડા આઘાતમાં છે. જો કે આ સંપૂર્ણ મામલાને લઈને હજુ સુધી સ્વામીએ કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. જો કે એમના એક રેકોર્ડીંગની કલીપ વાયરલ થઇ રહી છે, જેમ તેઓ કોઈ મહિલાને કહી રહ્યા છે કે તારું દર્દ એક અઠવાડિયામાં દુર કરી દઈશ અને તું ખુશ થઇ જઈશ.

તંત્ર સ્કૂલની પસંદગી વખતે સાવધાની રાખવી જોઈએ

image source

આ સંપૂર્ણ મામલો સામે આવ્યા પછી જ્યારે આ અંગે આગામાં કેન્દ્રમાં વાત પહોચી તો એમણે પોતાના કેન્દ્રમાં યોની મસાજ અથવા ગ્રુપ સેક્સ જેવી કોઈ પણ વિધિ ન થતી હોવા અંગે સ્પષ્ટ જણાવ્યું છે. આટલું જ નહિ કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહી મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનું શોષણ થતું નથી. જો કે એક સોશિયલ વર્કર મિચેલ બોએહમનું કહેવું છે કે મહિલાઓએ પોતે પણ આવા પ્રકારની તંત્ર સ્કૂલની પસંદગી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. કારણ કે આ પસંગીમાં નાની અમથી ભૂલ પણ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત