કોરોનામાં આ આયુર્વેદિક ઈલાજ છે ખૂબ અસરકારક: ઓક્સિજન ઘટે તો માત્ર અડધી ચમચી અજમાની પોટલીમાં કપૂર સહિત નાંખો આ વસ્તુઓ, અને પછી બનાવીને સૂંધો, થશે જોરદાર ફાયદો

આ કુદરતી રીતે વધારો ઓક્સિજન, કપૂરની 1 ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સૂંઘો

કોરોનાની બીજી લહેરખીએ દેશમાં જોર પકડ્યું છે.જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલ્યો છે. આ લહેરમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને 30થી 50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીર બનવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે કોરોના દર્દીઓની હાલત ગંભીર થવાનું એકમાત્ર મુખ્ય કારણ ફેફસાંમાં ઈન્ફેક્શનના કારણે ઓક્સિજન લેવલ ઘટી જવાનું છે. કોરોનાના કુલ દર્દીઓમાંથી લગભગ 40 ટકા દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઓછું થતું જણાયું છે જેને પરિણામે શહેરમાં ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શનની જરરિયાત ઉભી થઇ છે.તો હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે દેશી અને આયુર્વેદ ઉપચાર કરવો હિતાવહ છે.

આયુર્વેદિક ઉપચારથી લોકો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જાળવી શકે એ માટે આયુર્વેદિક ડોકટરો દ્વારા કેટલાંક સૂચનો પણ કરવામાં આવ્યા છે.

તેમને ઘરેલુ સલાહ આપતાં જણાવ્યું છે કે જો તમારું ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો કપૂરની 1 ગોળી, 1 ચમચી રાઈ , અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાને ખાંડી પોટલી બનાવીને સૂંઘો. આમ કરવાથી ઓક્સિજન લેવલ ઊંચું આવે છે.

રાજકોટની અથર્વ આયુર્વેદ હોસ્પિટલના તબીબે આ વિશે વાતચીત કરી હતી અને ઓક્સિજન લેવલ કેવી રીતે વધારી શકાય એ અંગે કેટલાક ઉપાયો જણાવ્યા હતા.

image source

ઓક્સિજન લેવલ વધારવાના દેશી અને વિલાયતી ઉપાયો

  • -કપૂરની એક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમા ખાંડીને પોટલી બનાવી લો અને એને નિયમિત સૂંઘો.
  • -શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠું પાણીમાં નાખી ઉકાળી નાસ લેવો.
  • -પ્રોનિંગ થેરપીમાં દર્દીને અમુક સમય માટે પડખે અને ઊંધા સુવડાવવા.
image source

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી ઉપાયો

  • -જેમ બને એમ વધુ પાણી પીવું.
  • -રોજ પ્રાણાયામ કરવા, એ ન આવડે તો શાંત મગજ રાખી ટટ્ટાર બેસી ઊંડા શ્વાસ લેવા.
  • -પોતાની અનુકૂળતા અનુસાર શ્રમ કરવો અને કસરત કરવી
  • -બારી બારણાં ખુલ્લા રાખવા જેથી કુદરતી હવા શ્વાસમાં જાય
  • -હિમોગ્લોબીનનું પ્રમાણ વધે એવો ખોરાક લેવો
  • -વૃક્ષોનો સંગાથ રાખવો.
image source

આ ઉપરાંત ડોકટરે જણાવ્યું હતું કે ઘરમાં રહેલા લીંબુના રસના બે-બે ટીપાં નાકમાં નાખો. જેવા તમે આ રસના ટીપા નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે, જેને થૂંકી નાખવાનું છે.આવુ કરવાથી તમને તરત છીંક આવશે. એ પછી નાકમાંથી કફ નીકળવાનું શરૂ થઈ જશે અને આ કફની સાથે વાયરસ પણ બહાર નીકળી જશે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવુ જેથી તમારા નાકની બળતરામાં થોડી રાહત મળશે. જો લીંબુનો રસ વધે તો એમાં હળદર અને મીઠું નાખીને એના કોગળા કરો જેથી તમારા મોઢાની આસપાસ રહેલો વાયરસ પણ દૂર થઈ જશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત