ઓનલાઈન ટિકિટ બુક કરવામાં ધાંધિયા, આ યુવકે બુક કરાવી 10 ટિકિટ મળી 9

રાજ્યમા એક તરફ સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ લાંબા સમય બાદ અમદાવાદમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જમાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બે ટેસ્ટ અને પાંચ ટી-20 મેચ મોટેરા ખાતે રમાવાની છે. 24 ફેબ્રુઆરી આ મેચની શરૂઆત થશે. ત્યારે વિશ્વના આ સૌથી મોટ ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.

6 વર્ષ બાદ ક્રિકેટ મેચ

તમને જણાવી દઈએ કે અમદાવાદના મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં 6 વર્ષ બાદ ક્રિકેટ મેચ રમાઈ રહી છે જેને લઇને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચની ટિકિટ લેવા પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ એક ક્રિકેટ રસિકે ભાજપના પ્રચારમાં જઈને પૈસા ભેગા કર્યા અને તે પૈસામાંથી ટિકિટ લેવા માટે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ આધેડે ઓફ્લાઈન ટિકિટમાં સૌ પ્રથમ ટિકિટ બુક કરાવી હતી. આ આધેડનું નામ ભરત ખત્રી છે અને તેઓ કાલુપુરમાં આવેલ ભંડેરી પોળમાં રહે છે.

image source

પ્રચારમાં જઈને બચત કરેલા પૈસામાંથી ટિકિટ બુક કરાવી

નોંધનિય છે કે ભરત ભાઈ હાલમાં કોઈ નોકરી ધંધો કરતા નથી. તો બીજી તરફ રાજ્યમાં આવનારી કોર્પોરેશનની ચૂંટણીઓ ભાજપ દ્વારા પ્રચાર થઈ રહ્યો હતો તે પ્રચારમાં ભરતભાઈ પણ જોડાયા હતા. આ પ્રચાર દરમિયાન ભરતબાઈને જે પૈસા મળતા હતા તે રૂપિયા તેઓ ભેગા કરતા હતા અને આજે પ્રચારનો કાર્યક્રમ બંધ થયા જે પૈસા મળ્યા હતા તેમાથી તેમણે ક્રિકેટ જોવા માટે ટિકિટની ખરીદી કરી હતી.

મીડિયા સાથે વાત કરતા ભરતભાઈએ કહ્યું કે, ભાજપના ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાયા હતા અને અનેક રેલી તથા કાર્યક્રમમાં પણ તેમને ભાગ લીધો હતો, જેના બદલામાં તેમને પૈસા પણ મળતા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે અંતિમ પ્રચારના અંતિમ દિવસે પણ તેઓ પ્રચારમાં ગયા હતા જ્યાંથી 500 રૂપિયા મળ્યા હતા. આવી રીતે ચૂંટણી પ્રચારમાં જઈને બચત કરેલા પૈસામાંથી તેમણે મેચની ટિકિટ બુક કરાવી છે.

ઓનલાઈન બકિંગમાં લોચા

image source

તો બીજી તરફ તમે ઓનલાઈન પણ ટિકિટ બુક કરાવી શકો છો. પરંતુ ઓનલાઇન ટિકિટ બુકીંગ અને પાર્કિગ બુકીંગ કરવામાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. નોંધનિય છે કે ત્રણ દિવસ પહેલા Bookmyshow એપ પરથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક ચોકાવનારો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમા ઓનલાઇન ટિકિટ બુક કર્યા બાદ ટિકિટ ન આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટના બની છે અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં જ્યાં એક યુવકે Bookmyshow એપ પરથી ઓનલાઇન 10 ટિકિટ બુક કરાવી હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેને ફક્ત 9 ટિકિટ જ મળી હતી. જો કે ત્યાર બાદ કંપનીના નંબર પર ફોન કરવા છતાં યુવકને કોઈ વ્યવસ્થિત જવાબ મળ્યો ન હતો. તો બીજી તરફ પાર્કિગ માટે બનાવવામાં આવેલ Amdapark એપ પણ વાહન પાર્કિગનું બુકીંગ ન થતું હોવાની ફરિયાદ સામે આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!