અહીં આવેલું છે વિશ્વનું રહસ્યમયી ઝરણું, જેને સમજવા વૈજ્ઞાનિકો પણ પડે છે પાછા

મિત્રો, સમગ્ર વિશ્વ અને બ્રહ્માંડ એ રહસ્યોથી ભરપૂર છે. આ રહસ્યો એટલા ગૂઢ હોય છે કે, જેને સામાન્ય માનવી તો સમજી જ શકતો નથી તેમછતા અમુક એવા લોકો હોય છે કે, જે નિરંતર આવા રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે નિરંતર કાર્ય કરતા રહેતા હોય છે. સમગ્ર વિશ્વમા અનેકવિધ એવી જગ્યાઓ છે કે, જ્યા તમને કંઈક એવુ જોવા મળશે કે જે તમારી સમજણની બહાર છે.

image source

આપણું આધુનિક વિજ્ઞાન હમેંશા એવી વસ્તુઓ પાછળ પડેલુ હોય છે કે, જેના રહસ્યો ઉકેલવા નામુમકીન હોય છે. આ રહસ્યોનુ નિરાકરણ લાવવા માટે અનેકવિધ વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરે છે અને પરસેવો છોડી દે છે. વિશ્વમા એવા અનેકવિધ રહસ્યો છે કે, જે લોકોને આશ્ચર્યમા મૂકી દે છે. આવુ જ એક રહસ્ય તુર્કીના પામુક્કેલની ટેકરીઓમા સમાવિષ્ટ છે.

image source

અહી અનેકવિધ પ્રાકૃતિક સ્વિમિંગ પુલ છે, જે તેમના સૌન્દર્યની સાથોસાથ લોકોની ઉત્સુકતા માટેનો વિષય પણ બને છે અને આ જ કારણ છે કે, અહીનુ પાણી જાતે જ ગરમ થઈ જાય છે. આ પાણી કેવી રીતે ગરમ થાય છે? તે વાતનુ રહસ્ય હજુ પણ વૈજ્ઞાનિકો માટે રહસ્ય જ બનીને રહી ચુક્યુ છે.

image source

એવુ કહેવામા આવે છે કે, આ ગરમ ઝરણાઓ હજારો વર્ષોથી અહી સ્થિત છે. અહી પાણીનુ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્શીયસથી ૧૦૦ ડિગ્રીની વચ્ચે હોવાનુ માનવામા આવે છે. એવુ માનવામાં આવે છે કે, આ ગરમ પાણીના ઝરણા એટલે કે ગરમ પાણીના સ્વિમિંગ પુલોમા સ્નાન કરવાથી તમને અનેકવિધ બીમારીઓમા રાહત મળે છે અને તેમા પણ ખાસ કરીને આ પાણી તમારી ત્વચા સાથે સંકળાયેલી બીમારીઓનુ નિદાન કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

image source

આ જગ્યાનુ વિશેષ આકર્ષણ કોઈ હોય તો તે છે અહીના ગરમ પાણીના ઝરણા. આ ઝરણાના સૌન્દર્યને માણવા માટે લોકો દૂર-દૂરથી આ સ્થળની મુલાકાતે આવે છે. આ જગ્યાની સૌથી રહસ્યમયી વાત એ છે કે, અહી જે ગરમ પાણીનો પૂલ છે, તે કોઈ દ્વારા બનાવવામાં આવેલો છે કે, પહેલેથી જ આ કૂંડ આ અવસ્થામા સ્થિત છે.

image source

આ ઝરણાના પાણી પર અનેકવિધ વાર વૈજ્ઞાનિક સંશોધન કરવામા આવ્યુ છે. આ પાણીમા સમાવિષ્ટ ખનિજો બાહ્ય સંપર્કમા આવવાને કારણે. કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. આ કેલ્શિયમ કાર્બોનેટ હજારો વર્ષોથી આ ઝરણાઓના કાંઠે એકત્રિત થઈ રહ્યો છે અને આ કારણોસર જ આ ઝરણાઓ તળાવનુ રૂપ લઈ ચૂક્યા છે. હજુ પણ આ જગ્યા અંગે એવા અનેકવિધ રહસ્યો છુપાયેલા છે જેને વૈજ્ઞાનિકો શોધવામા અસમર્થ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત