આ ભારતીય ઉદ્યોગપતિ પર તમને પણ થશે ગર્વ, બન્યા સૌથી મોટા દાનવીર, રોજના 22 કરોડ કર્યા દાન

દિગ્ગજ સૂચના ટેકનોલોજી કંપની વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ દાનવીરોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. એક દિવસમાં 22 કરોડ રૂપિયા અને એક વર્ષમાં 7904 કરોડનું દાન કરી અને પ્રેમજી નાણાકીય વર્ષ 2020ના સૌથી ઉદાર ભારતીય બન્યા છે. હુરન રિપોર્ટ ઇન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશનના રીપોર્ટ મુજબ પ્રેમજીએ એચસીએલ ટેક્નોલોજીના શિવ નાદરને પણ આ વર્ષે પાછળ છોડી દીધા છે, જે અગાઉ દાનીઓની યાદીમાં ટોચ પર હતા. નાદારે નાણાકીય વર્ષ 2020 માં 795 કરોડ રૂપિયા દાન આપ્યા હતા, જ્યારે એક વર્ષ અગાઉ તેણે દાન પર 826 કરોડ ખર્ચ કર્યા હતા.

image source

પ્રેમજીએ અગાઉ નાણાકીય વર્ષ 2018-19માં દાન માટે માત્ર 426 કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ, આ વર્ષે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને નાણાકીય વર્ષ 2020 માં ભારતીય ઉદ્યોગ સાહસિકો દ્વારા આપવામાં આવેલા દાનમાં 12,050 કરોડ રૂપિયા વધારો કર્યો છે. અઝિમ પ્રેમજી એંડોમેંટ ફંડ વિપ્રોના પ્રમોટરોમાં આશરે 13.6 ટકાની ભાગીદારી ધરાવે છે અને પ્રમોટરના ભાગ રૂપે પ્રાપ્ત થનાર સંપૂર્ણ રકમ લેવાનો અધિકાર ધરાવે છે.

image source

આ યાદીમાં સૌથી ધનિક ભારતીય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી દાનવીરોની યાદીમાં ત્રીજા ક્રમે છે. નાણાકીય વર્ષ 2020 માં તેમણે દાન પર 402 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2018-19માં 402 કરોડ રૂપિયા આપ્યા છે.

image source

વિપ્રો કંપનીની હરીફ કંપની ઇન્ફોસીસના ત્રણ સહ સંસ્થાપકનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેમાંથી નંદન નીલેકણીએ 159 કરોડ, ગોપાલ કૃષ્ણનએ 50 કરોડ અને એસડી શિબૂલાલે 32 કરોડ રૂપિયા દાનમાં ખર્ચ કર્યા હતા. જો કે કોરોના વાયરસ સામે લડવા માટે આપવામાં આવેલા દાનમાં ટાટા સન્સે દરેકને પાછળ છોડી દીધા છે. તેમના પછી પ્રેમજી 1125 કરોડ રૂપિયા સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે.

image source

અદાણીએ 510 કરોડનું દાન આપ્યું છે. વડાપ્રધાન મોદીના આહ્વાન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 500 કરોડ રૂપિયા, ટાટા સન્સે 500 કરોડ રૂપિયા અને આદિત્ય બિરલા ગ્રૂપે 400 કરોડ દાન કર્યા છે. દાનવીર ઉદ્યોગ સાહસિકોના દાનથી શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો થયો છે. જ્યાં પ્રેમજી અને નાડરના નેતૃત્વમાં 90 દાનવીર લોકોએ 9324 કરોડનું દાન આપ્યું. આ પછી 84 દાતાઓએ આરોગ્ય સેવાઓ અને 41 દાતાઓએ આપત્તિ રાહત અને પુનર્વસન કાર્યક્રમ માટે દાન આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત