બાપ-દીકરાનું સાપના ડંખથી થયું મોત, અને તાંત્રિકે પછી શરૂ કર્યો એવો ખેલ કે…જાણો અને તમે પણ ના આવો આવી કોઇ વાતમાં નહિં તો તિજોરી થઇ જશે ખાલી

21મી સદીમાં પણ આપણી સામે એવી ઘટનાઓ સામે આવે છે જેનાથી આપણે વિચારમાં પડી જતા હોય છે. એક તરફ આપણે ટેકનોલોજીના માધ્યમથી ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ અને બીજી તરફ ભારતમાં એવા પણ વિસ્તાર છે જ્યાં હુજ પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે અને તાંત્રિકોની વાતોમાં આવી ન કરવાનું કરી બેસે છે. આવી એક ઘટના સામે આવી છે રાજસ્થાનમાં.

image source

જ્યાં ધૌલપુર જિલ્લાના સદરના દરિયાપુર ગામમાં 13 સપ્ટેમ્બરના રોજ એક પરિવાર પર આફત આવી પડી. પિતા- પુત્રનું ઝેરીલા સાપના કરડવાથી મોત થતા ચકચાર મચી ગઈ હતી, પરંતુ પરિવારજનો બંનેના મોતને માનવા તૈયાર ન હતા. આખરે તેમણે તાંત્રિક અને હકીમોની મદદથી ઝાડ-ફૂંકની મદદથી મૃત પિતા-પુત્રને જીવિત કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા.

મૃતદેહોને તાંત્રિક અને હકીમો પાસે લઈ જવામાં આવ્યાં

image source

પરિવારે આખરે મૃતકોને જીવિત કરવાની આશાએ મૃતદેહોને તાંત્રિક અને હકીમો પાસે લઈ ગયા અને ત્યાર પછી શરૂ થયો અંધશ્રદ્ધાનો ખેલ. 36 કલાક સુધી મૃતકોને જીવતા કરવાનો અંધવિશ્વાસનો ખેલ ચાલતો રહ્યો. આ મૃતદેહો પર તાંત્રિક અને હકિમોએ અલગ અલગ પ્રકારની વિધિ કરી. તો બીજી તરફ ત્યાં હાજર ગામના લોકો આ બધો તમાશો મુંગા મોઢે જોઈ રહ્યા હતા. ત્યાર બાદ આખરે પરિવારના સભ્યો અને તાંત્રિક બધા સ્મશાન ઘાટ પહોંયા.

મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે શ્માશાન ઘાટ લાવવામાં આવ્યા

image source

પિતા- પુત્રના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે શ્માશાન ઘાટ લાવવામાં આવ્યા. તો બીજી તરફ ગામલોકોએ સાપને પકડીને એક બોટલમાં બંધ કરી દીધો હતો. આ દરમિયાન તાંત્રિક અને હકીમ પણ સ્મશાન પહોંચ્યા અને બંનેને ફરી જીવતા કરવાના દાવા કરવા લાગ્યા. તેમના દાવાને જોઈને પરિવારને આશા જાગી અને અંતિમ સંસ્કાર માટે ચિતા પર પડેલા પિતા-પુત્રનો ઈલાજ કરવાનું શરૂ કર્યુ.

વન વિભાગની ટીમ સાપને લેવા માટે ઘટનાસ્થળ પર પહોંચી

image source

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ થઈ સક્રીય. આ દરમિયાન વન વિભાગની ટીમ સાપને લેવા માટે ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ ગામલોકોએ સાપને મારીને ફેંકી દીધો, આ સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. મૃતકોના પરિવારજનોને સમજાવવામાં આવ્યા અને મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં. રાજસ્થાનમાં બનેલી આ ઘટનાએ સભ્ય સમાજને વિચારતો કરી મુક્યો છે.

આ મામલામાં એક્શન લેતા પોલીસે લગભગ છ જેટલા તાંત્રિક અને હકીમોની ધરપકડ કરી, હવે તેમના વિરુદ્ધ વિવિધ ધારાઓ હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત