Site icon News Gujarat

બાપ રે! પેટમાં દુખાવાની ફરીયાદ લઈને હોસ્પિટલે પહોંચ્યો શખ્સ, અને પછી 59 ફૂટ લાંબો કિડો એવી જગ્યાએથી નિકળ્યો કે…

કેટલીકવાર લોકો સાથે એવી ઘટનાઓ બને છે, જે ડોક્ટરોને પણ આશ્ચર્યચકિત કરે દે છે. થાઇલેન્ડમાં પણ એક વ્યક્તિ સાથે આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે થાઇલેન્ડના એક 67 વર્ષીય વ્યક્તિને પેટમાં દુખાવો અને પેટ ફુલવાની ફરિયાદ હતી. આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોકટરોએ તપાસ કરી અને શોધી કાઢ્યું કે તેના પેટમાં 59 ફૂટનો કૃમિ (પરજીવી) છે. હાલમાં આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવી છે.

વ્યક્તિના પાછળના પ્રાઈવેટ પાર્ટમાં લાંબો પરજીવી નિકળ્યો

image socure

મીડિયા રિપોર્ટ મુજબ, આ કેસ થાઇલેન્ડના નોંગખાઇ પ્રાંતનો છે. તે વ્યક્તિ લાંબા સમયથી પીડાની ફરિયાદ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી ત્યારે ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે વ્યક્તિના પાછળના પ્રાઈવેટ પાર્ટમાં લાંબો પરજીવી(કીડો) છે.

પરજીવી કાચુ માંસ ખાવાથી પેટ સુધી પહોંચે છે

image socure

તમને જણાવી દઈએ કે, આ વ્યક્તિની તપાસ થાઇલેન્ડના નોંગખાઈ પ્રાંતના પેરાસિટિક ડિજિજ રિસર્ચ કેન્દ્રમાં કરવામાં આવી હતી. સંશોધન કેન્દ્રના પ્રવક્તાએ જણાવ્યું કે, એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને કેન્દ્રમાં આવ્યો હતો. જ્યારે ડોકટરોએ તેની તપાસ કરી, ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી 18 મીટરથી વધુ લાંબો એક પરજીવી મળી આવ્યો હતો. ડોકટરોના મતે આવા પરજીવી કાચુ માંસ ખાવાથી પેટ સુધી પહોંચે છે.

image soucre

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પરપજીવીઓ 30 વર્ષથી વધુ સમય સુધી માનવ પેટમાં જીવી શકે છે. તમને જણાવી દઈએ કે ટેપવોર્મ્સ કેટલાક પ્રાણીઓના આંતરડામાં રહે છે.પ્રાણીઓ ઘાસચારોમાં ચરતી વખતે અથવા દૂષિત પાણી પીવાથી પ્રાણીઓ આ પરજીવીઓથી સંક્રમિત થઈ શકે છે. આ ટેપવોર્મ્સ સંક્રમિત પ્રાણીઓના કાચા અથવા અડધા પાકેલા માંસ ખાવાથી જ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે. જો કે, હાલમાં એવી ઘણી સારી દવાઓ ઉપલબ્ધ છે, જેના સેવનથી તેમની સમસ્યા દૂર કરી શકાય છે.

દર્દીની સ્થિતિ પહેલા કરતાં વધુ સારી છે

image socure

જો કે, આ માણસના પેટમાંથી એક લાંબો પરપજીવી કાઢવામાં આવ્યો છે. ડોક્ટરોએ તેને ખૂબ સમજણ પૂર્વકથી બહાર કાઢ્યો હતો. આ માટે, દર્દીને પહેલાં દવા આપવામાં આવી હતી, પછી પાછળના ભાગથી પરજીવી બહાર કાઢવામાં આવ્યો હતો. પરજીવીની લંબાઈને વધુ હોવાને કારણે તેને બહાર કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો. હાલમાં દર્દીની સ્થિતિ પહેલા કરતાં વધુ સારી છે અને તેના આહાર વિશે વિશેષ સલાહ આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version