આ દેશની ઘડિયાળમાં ક્યારેય નથી વાગતા બાર, આ પાછળનું કારણ જાણીને તમને લાગશે નવાઈ

દુનિયામાં એક એવી અજીબ ઘડિયાળ છે જેમાં ક્યારેય 12 નથી વાગતા. એ જાણીને તમને વિશ્વાસ નહિ થઈ રહ્યો હોય પણ આ હકીકત છે. આ ઘડિયાળમાં 12નો આંકડો જ નથી અને એમાં11 વાગ્યા પછી સીધા 1 વાગે છે. એ પાછળ એક રહસ્યમય કહાની પ્રચલિત છે જેના વિશે જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે.

બધી જ વસ્તુઓ સાથે જોડાયેલ છે 11 નંબર

image soucre

દુનિયાની આ વિચિત્ર ઘડિયાળ સ્વિત્ઝરલેન્ડના સોલોથર્ન શહેરમાં ટાઉન સકવેરમાં લગાવેલી છે. આ ઘડિયાળમાં ફક્ત 11 આંકડા જ છે. એમાં નંબર 12 આપવામાં જ નથી આવ્યો. સ્વિત્ઝરલેન્ડમાં અન્ય ઘણી ઘડિયાળ છે જેમાં 12 નથી વાગતા. આ શહેરની ખાસ વાત એ છે કે અહીંયા લોકોને 11 નંબર ખૂબ જ ગમે છે. અહીંયા બધી વસ્તુઓની ડિઝાઇન 11 નંબરની આસપાસ જ ફરતી હોય છે. સોલોથર્ન શહેરમાં ચર્ચ અને ચેપલ પણ 11- 11 જ છે. એ સાથે જ ટાવર, સંગ્રહાલય અને ઝરણાં પણ 11 નંબરના છે.

image soucre

સોલોથર્ન શહેરમાં આવેલું મુખ્ય ચર્ચમાં 11 નંબરનું મહત્વ સ્પષ્ટ દેખાય છે. આ ચર્ચની ખાસિયત એ છે કે એના નિર્માણ પણ 11 વર્ષમાં પૂરું થયું હતું. અહીંયા ત્રણ સીડીઓનો સેટ છે અને બધીમાં 11 પંક્તિઓ બનાવવામાં આવી છે. એ સાથે જ અહીંયા 11 ઘંટ અને 11 દરવાજા પણ છે.

ધામધૂમથી ઉજવે છે 11મો જન્મદિવસ

image soucre

અહીંયા લોકો માટે 11 નંબરનું એટલું મહત્વ છે કે એમનો 11મો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે ઉજવે છે. આ અવસર પર લોકો 11 નંબર સાથે જોડાયેલી ભેટ જ આપે છે. અહિયાંના લોકો 11 નંબરને શુભ માને છે.

આ કારણે લોકોને આપે છે 11 નંબરને આટલું મહત્વ

image soucre

અહીંયા લોકો એક પ્રાચીન માન્યતાના કારણે 11 નંબરને મહત્વ આપે છે. આ માન્યતા વર્ષોથી ચાલી આવી છે. અહીંયા લોકો મહેનત કર્યા પછી પણ હેરાન પરેશાન રહેતા હતા. પછી હોય પહાડો પરથી એલ્ફ આવીને એમની હિંમત વધારવા લાગ્યા એ પછી લોકો ખુશ રહેવા લાગ્યા હતા. જર્મનીની પૌરાણિક કથાઓમાં એલ્ફ વિશે વાત કરવામા આવી છે. જર્મનીની ભાષા એલ્ફનો મતલબ 11 થાય છે. અહિયાના લોકોનું માનવું છે કે એલ્ફ પાસે અદભુત શક્તિઓ છે. એટલે અહિયાના લોકો 11 નંબરને શુભ માને છે.