Site icon News Gujarat

‘બાબા કા ઢાબા’નો વિવાદ વધારે વકર્યો, હવે યુટ્યુબરે ગંભીર આરોપ લગાવીને કર્યો કેસ, આટલી રકમ આપવાનો કર્યો દાવો

બાબા કા ઢાબા… એક એવું નામ જેને આજથી મહિના પહેલા કોઈ જ જાણતું ન હતું તે એક દિવસ અચાનક ઇન્ટરનેટની દુનિયામાં છવાઈ ગયો. જોકે આ બાબા કા ઢાબા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આમ તો બાબા કા ઢાબા હાલમાં સતત ચર્ચામાં છે અને હવે એક નવો જ વિવાદ ઉભો થયો છે.

image source

દિલ્હીના ‘બાબા કા ઢાબા’એ દેશભરના છેલ્લા કેટલાક સમયથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, તે ફરી તે ખબરોમાં આવ્યું છે. પરંતુ આ વખતે ખોટા કારણોના લીધે ચર્ચામાં છે. એક સુખદ વાર્તાનો દુખદ અંત આવ્યો છે. બાબાને દુનિયાભરમાં જાણીતા કરનારા યુટ્યુબર ગૌરવ વાસને ઢાબાના માલિક 80 વર્ષના વૃદ્ધ પર માનહાનિનો આરોપ લગાવ્યો છે.

image source

લોકડાઉનને કારણે જેનો ધંધો પડી ભાંગ્યો હતો તેવા દિલ્હીના બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને તેમના પત્નીનો વિડીયો ઉતારીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો. અને જોત જોતામાં કાંતા પ્રસાદની દુકાનની સામે ગ્રાહકોની ભીડ જામી ગઈ. બાબા કા ઢાબાનું જમવાનું જમવા લોકોની રીતસરની લાઈનો લાગી હતી. પરંતુ હવે બાબા કા ઢાબા’ સાથે જોડાયેલા કેસની તપાસ વચ્ચે ગૌરવ વાસને કહ્યું છે કે તેને બદનામ કરવામાં આવી રહ્યો છે. ગૌરવનો દાવો છે કે તેને ઢાબાના માલિકે 3.78 લાખ રુપિયા આપ્યા હતા.

image source

ગૌરવે ઢાબાના માલિકનો વિડીયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો જે બાદ વિડીયો વાયરલ થયો હતો અને લોકો ઢાબાના માલિકની મદદ માટે આગળ આવ્યા હતા. જો કે, લગભગ એક મહિના પછી ઢાબાના માલિક કાંત પ્રસાદે યુટ્યુબર ગૌરવ વાસન સામે રુપિયાની હેરાફેરીની ફરિયાદ નોંધાવી હતી.

image source

કાંત પ્રસાદે કહ્યું કે તેમને ગૌરવ પાસેથી 2.33 લાખ રુપિયાનો ચેક મળ્યો છે. જ્યારે બાકી રકમ અંગે પૂછવામાં આવ્યું તે તેમણે જણાવ્યું કે, તેમના નામે ગૌરવ પાસે કેટલા રુપિયા આવ્યા, તેના વિશે ગૌરવને કે તેને રુપિયા આપનારી વ્યક્તિને જ ખ્યાલ હશે.

image source

પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવીને ગૌરવ વાસને કહ્યું, “તેઓ ખોટા દાવા કરીને મને બદનામ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મારા બેંક અકાઉન્ટમાં 25 લાખ રુપિયા આવ્યા જે સાચું નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને મદદ માટે કેટલા રુપિયા આવ્યા તો ગૌરવે જણાવ્યું તેમની પાસે લગભગ 3.78 લાખ રુપિયા આવ્યા જેમાં પેટીએમથી મળેલી રકમનો પણ સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો કે તેમણે બે ચેક ઢાબાના માલિક કાંત પ્રસાદને આપ્યા છે. જેમાં એક ચેક એક લાખ રુપિયાનો જ્યારે બીજો ચેક 2.33 લાખ રુપિયાનો હતો જ્યારે 45,000 રુપિયા પેટીએમ દ્વારા આપ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version