‘બબીતાજી’નો આ સુપર હોટ અંદાજ જોઇ જેઠાલાલની આંખો થઇ ગઇ પહોળી, જોઇ લો તસવીરોમાં તમે પણ

ટેલિવિઝનની દુનિયાના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી એટલે મુનમુન દત્તાને પણ શો જેટલી જ ફેમસ છે. તેને તેના રિયલ નામથી લોકો જાણતા નથી પરંતુ બબીતાજીના નામથી તે ઘર-ઘરમાં જાણીતી છે. ત્યારે હાલ લોકડાઉનમાં મુનમુન સોશિયલ મીડિયા પર તેની બોલ્ટ અને ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સ્ટાર્સ ગમે તે વાત હોય કે તસવીર હોય કે પછી સીરિયલનો કોઈ ભાગ હોય તેને લઈને ચર્ચામાં રહેતા હોય છે.

image source

સીરિયલના તમામ સ્ટાર્સ તેમના પાત્રથી ચાહકોમાં ફેમસ છે પણ સીરિયલમાં એક એવી અભિનેત્રી છે જે એક્ટિંગની સાથે સાથે સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહે છે. ત્યારે સીરિયલની જાણીતી અભિનેત્રી બબીતા એટલે મુનમુન દત્તા તેની તસવીરોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.

image source

બબીતાએ તેના પોતાના સોશિયલ મીડિયાના પેજ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી જે ચાહકોને બહુ જ પસંદ આવી હતી તો આવો આ તસવીરો પર એક નજર કરીએ….છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ ચાહકોનું મનોરંજન પૂરું પાડે છે અને પેટ પકડીને હસાવે છે. ત્યારે હાલ બબીતાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સીરિયલમાં જેઠાલાલ બબીતાના દીવાના છે તે રીતે તારક મહેતાના ચાહકો પણ તેની સુંદરતાના કાયલ છે.

image source

બબીતાની આ ગ્લેમરસ તસવીરો જોઈને જેઠાલાલની આંખો પહોંળી થઈ ગઈ હતી. હાલમાં મુનમુન દત્તા એટલે બબીતાની ઘણી તસવીરો વાયરલ થઈ છે. જેમાં એક્ટ્રેસનો ફરી એક વખત તેનો ગ્લેમરસ અવતાર બતાવતી જોવા મળી રહી છે.

તસવીરોમાં તે થાઈ હાઇ સ્લિટ ગાઉનમાં મુનમુન દત્તાનો આગવો અંદાજ જોવા મળ્યો હતો જે જોઈને ચાહકો પાગલ થઈ ગયા હતા. રોયલ બ્લૂ કલરની આ વન શોલ્ડર ગાઉનમાં મુનમુન દત્તાનો અંદાજ જોવા લાયક છે. એક્ટ્રેસની આ તસવીરો પર તેને ફેન એક બાદ એક કમેન્ટ કરી રહ્યાં છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે.

image source

તમને જણાવી દઈએ કે, મુનમુન એક મોડલ રહી ચૂકી છે અને તેણે તેના કરિયરની શરૂઆતમાં ઘણાં ફેશન શોઝમાં
ભાગ લીધો હતો. જોકે, તેને આજે ભલે ઓળખ તારક મહેતામાં બબીતાજીની ભૂમિકા ભજવીને મળી છે પરંતુ તેણે એક
અન્ય ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેના એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી પર જ થઈ હતી.

2004માં હમ સબ બારાતીથી કર્યું હતું ડેબ્યૂ

મુનમુન દત્તાએ વર્ષ 2004માં ટીવી શો ‘હમ સબ બારાતી’થી ડેબ્યૂ કર્યું હતું

image source

બોલિવૂડમાં પણ બબીતાજીએ વિખેર્યો છે જલવો

મુનમુન દત્તાએ બોલિવૂડમાં પણ કામ કર્યું છે. તેણે કમલ હસન અને મનીષા કોઈરાલાની સાથે ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં કામ કર્યું છે.

પૂજા ભટ્ટની હોલિડે ફિલ્મમાં કર્યું છે કામ

2006માં આવેલી ફિલ્મ હોલિડેમાં પણ મુનમુન જોવા મળી હતી. આ ફિલ્મ પૂજા ભટ્ટએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં
ડીનો મોરિયા અને ગુલશન ગ્રોવર પણ જોવા મળ્યા હતા.

સામાજિક કાર્યોથી પણ જોડાયેલી રહે છે મુનમુન

તારક મહેતાની બબીતાજી સામાજિક કાર્યોથી પણ જોડાયેલી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત