બબીતાજી’ની સો.મીડિયા પોસ્ટ પર ‘ટપુડો’ કમેન્ટ કરીને જબરો ફસાયો, જાણો એવી તો શું છે વાત

તારક મહેતા શોમાં બબીતાજી ની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પ્રખ્યાત છે. તેના ફોલોઅરની સંખ્યા લાખોમાં છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. મુનમુન દત્તા તાજેતરમાં જ તેના એક વીડિયોને લઈને વિવાદમાં પણ આવી હતી.જોકે આ વીડિયોને લઈને તેને માફી પણ માંગી લીધી હતી. તે વિડિયો નો વિવાદ શાંત થયો છે કે ત્યાં વધુ એક વિવાદ શરૂ થયો છે.

image source

આ વખતે વિવાદ શરુ કર્યો છે ટપુ એટલે કે રાજ અનડકટ એ. મુનમુન દત્તાએ તાજેતરમાં જ દેખો બદતમીઝ હો ગયા ગીત પર રીલસ બનાવતો વીડિયો શેર કર્યો હતો. જેના પર તેના કો-સ્ટાર ટપુ એટલે કે રાજ અનડકટ એ પણ કોમેન્ટ કરી. પરંતુ ટપુને મુનમુન દત્તા ના વિડીયો પર કોમેન્ટ કરવી મારે પડી ગઈ.

image source

મુનમુન દત્તાએ વીડિયો શેર કર્યો તેમાં તે મરૂન કલરના ડ્રેસમાં જોવા મળે છે. આ ડ્રેસમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. વીડિયોમાં તુરંત જ તેનો લુક પણ બદલી જાય છે. આ વિડિયો જોઈ તેના પ્રશંસકો લાઈક અને કોમેન્ટ વરસાવી રહ્યા હતા તેવામાં ટપ્પુ પણ કોમેન્ટ કરે છે. રાજે આ વિડીયો પર ફાયર ઇમોજી સાથે હાર્ટ ઈમોજી શેર કર્યું છે. તેને જોઈ સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયા અને રાજને ત્રોલ કરવા લાગ્યા.

કેટલાક યૂઝરે લખ્યું છે કે રાજ અને મૂનમૂન નું અફેર ચાલી રહ્યું છે, તો કેટલાકે રાજને ખરીખોટી સંભળાવી છે અને લખ્યું કે ઉંમરની શરમ રાખો. આ સિવાય મોટાભાગના યુઝરે રાજ અને મુનમુન દત્તા ના સંબંધો પર પ્રશ્નો ઉભા કર્યા. હકીકતમાં મુનમુન અને રાજ એકબીજાના સારા મિત્ર છે બંને અવારનવાર પોતે એકબીજા ની પોસ્ટ પર કોમેન્ટ કરતા રહે છે. તેમનું મોર્નિંગ એકબીજા સાથે સારું હોવાથી આ પહેલા પણ ઘણી વાર તેઓ એકબીજાને ડેટ કરે છે તેવી ખબર સોશિયલ મીડિયા પર આવી હતી જોકે આ વાતથી બંનેએ ઇનકાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મુનમુન દત્તાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેને જાતિ સૂચક શબ્દ બોલ્યો હતો ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી ઉપરાંત તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ હતી. આ મામલો હજી ઠંડો જ પડ્યો હતો ત્યાં વધુ એક વાર મુનમુન દત્તા ના વિડીયોના કારણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!