ફેન્સ સાથે શેર કરી વેટ લોસ જર્ની અને જણાવ્યું કેવી રીતે ઘટાડ્યું વધેલું વજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ પારિવારીક શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું દરેક પાત્ર દેશના ઘરે-ઘરમાં પ્રખ્યાત છે. તેમાં પણ જેઠાલાલ, ટપ્પુ, બબીતાજી, બાપુજી, ભિંડી માસ્ટર જેવા પાત્ર સૌથી વધુ લોકપ્રિય છે. જો કે આ શોના ઘણા પાત્રોના એક્ટર્સ બદલી ગયા છે પરંતુ છેલ્લા 13 વર્ષથી જેઠાલાલની જેમ બબીતાજી પણ એક જ છે.

image soucre

બબીતાજીનું પોત્ર અભિનેત્રી મુનમુન દત્તા ભજવી રહી છે. ટીવી શોમાં તેને સોસાયટીની સૌથી ગ્લેમરસ મહિલા દર્શાવી છે પરંતુ તે વાસ્તવિક જીવનમાં તેના કરતા પણ વધુ ગ્લેમરસ લાગે છે. મુનમુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે પોતાના ટ્રાન્સફોર્મેશન લૂકથી ચાહકોને ચોંકાવી દીધા હતા.

image soucre

જી હાં મુનમુન દત્તાએ પોતાનું વજન ઘટાડ્યું છે અને તેની તસવીરો શેર પણ કરી છે આ વજન તેણે 4 મહિનામાં ઘટાડ્યું છે. મુનમુને બે તસવીર સાથેની એક પોસ્ટ કરી છે જેમાં પહેલી તસવીર તેનું વજન વધેલું હતું ત્યારની છે, જ્યારે બીજી તસવીર તેની હાલની છે જેમાં તે પહેલા કરતા એકદમ ફિટ દેખાય છે.

એક ફોટોમાં તેણે સલવાર સૂટ પહેર્યો છે અને બીજા ફોટોમાં તે જિમના કપડામાં છે. તસવીરની સાથે મુનમુને તેની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવ્યું અને લખ્યું- ‘રેગ્યુલર એક્સરસાઇઝ સાથે સ્પેશિયલ ડાયટ સામેલ કરો અને તમારા શરીરમાં બદલાવ અનુભવો.’ ચાર મહિના સુધી વર્ક આઉટ ન કર્યા પછી મેં ફરીથી સતત વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. બદલાવને જોવાની સાથે અનુભવું છું, મારા વ્યસ્ત શેડ્યૂલમાંથી જ્યારે પણ શક્ય હોય ત્યારે કસરત કરવા માટેના મારા સ્વભાવમાં હું પાછી આવી છું. પરફેક્ટ બોડી મેળવવા માટે ઘણી લાંબી મજલ કાપવાની છે પરંતુ હું ટ્રેક પર છું અને પ્રેરિત પણ છું. હું સતત આગળ જોઈ રહી છું ‘

image soucre

જણાવી દઈએ કે તાજેતરમાં જ મુનમુન દત્તાએ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે. નવા ઘરમાં શિફ્ટ થવાની સાથે તેણે આ ખુશખબર પણ ફેન્સ સાથે શેર કરી. મુનમુને કહ્યું કે તે પહેલા વ્યસ્ત હતી પરંતુ હવે તેણે ફરીથી તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. જો કે છેલ્લા ઘણા સમયથી મુનમુન શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી રહેલા એક્ટર રાજને ડેટ કરી રહી હોવાની વાત સાથે સતત ચર્ચામાં રહી છે. તે પહેલા તેણે પોતાના એક વીડિયોમાં અપશબ્દ બોલ્યો હતો જેના કારણે તે વિવાદમાં આવી હતી અને તેણે યુટ્યુબ ચેનલ પણ બંધ કરી દીધી હતી.