અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ બાળકીને મળ્યુ નવજીવન, કોરોનાને હરાવી દીધો માત્ર 25 દિવસમાં

સમય પહેલાની પ્રસૂતિને કારણે થયેલી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ બાળકીને નવજીવન મળ્યું, જાણો આખી ઘટના

image source

કોરોનાની મહામારીના સમયે અનેક જન્મ લેતા બાળકોમાં પણ ક્યાંકને ક્યાંક આ સમસ્યાઓ સામે આવી રહી છે. આવા સમયે એક એવી જ ઘટના સામે આવી છે. કિડની, આંતરડા અને શ્વસનતંત્ર સહિતની તકલીફ સાથે જન્મેલી નવજાત બાળકીએ 25 દિવસની લડત આપીને કોરોનાને હરાવ્યો છે. જો કે કહેવાય છે કે સમય પહેલા થયેલી પ્રસૂતિને કારણે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ બાળકીને નવું જીવન મળ્યું છે.

સતત 25 દિવસ સુધી કોરોના સામે જંગ લડી

image source

નિર્ધારિત સમયથી પહેલા જ પ્રસૂતિ થવાના કારણે આ બાળકી કિડની, આંતરડા અને શ્વસનતંત્ર સહિત અનેક જટિલ સમસ્યાઓ સાથે જન્મી હતી. આ બધી સમસ્યાઓ ઓછી હોય એમ આ બાળકીને જન્મના 6ઠ્ઠાં જ દિવસે કોરોનાએ પણ પોતાના ઝપેટમાં લીધી હતી. જો કે આ બાળકી અને એની માતાને સિવિલ હોસ્પિટલની 1200 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આ બાળકીએ સતત 25 દિવસ સુધી કોરોના સામે જંગ લડી હતી અને આખરે આ જીવલેણ કોરોનાને હરાવ્યો હતો.

અનેક મુશ્કેલી છતાં કોરોના પોઝિટિવ આવ્યો

image source

આપને જણાવી દઈએ કે અમદાવાદ કંકુબેનને ત્યાં જોડિયા બાળકો જન્મયા હતા, જેમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવ્યો હતો. રીપોર્ટ આવતા જ આ બાળકીને સારવાર માટે સિવિલની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બાળકીનું વજન ઓછું હોવાથી બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આ કારણે આ બાળકીને વેન્ટિલેટર મુકવામાં આવી હતી. જો કે આ બીમારીની સારવાર થાય એ પહેલા જ બાળકીને આંતરડામાં પણ ચેપ લાગવાના કારણે રક્તસ્ત્રાવની નવી જ સમસ્યા ઉભી થઇ હતી. જેના કારને મોંઘા એન્ટીબાયોટિક્સ આપી રક્તસ્ત્રાવને રોકવા માટે FFPની સારવાર અપાઈ હતી. જો કે હજુ તો બાળકી સાજી થાય એ પહેલા જ બાળકીના શરીરમાં શર્કરાની ખામી પણ ઉભી થઇ હતી. આ સર્મિયન સોનોગ્રાફી કરવાના કારણે બાળકીને કિડનીની તકલીફ ઉભી થઇ હતી.

આ કેસને પડકાર સમજી ટ્રીટમેન્ટ પ્લાન બનાવ્યો

image source

ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જયારે બાળકીમાં એક પછી એક તકલીફો આવી રહી હતી ત્યારે સિવિલ હોસ્પીટલની પિડિયાટ્રિક ટીમેં આ બધાને પણ એક પડકાર સમજીને બાળકીની સઘન સારવાર કરવા ટ્રીટમેન્ટ પ્લાન ઘડ્યો હતો. જો કે ડો. જોલી વૈષ્ણવ અને ડો. ચારુલ મહેતાની ટીમે દ્વારા આ બાળકીને સતત 25 દિવસ સુધી શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી હતી. આ ડોક્ટરોએ બાળકીની દરેક બિમારીના લક્ષણોની યોગ્ય સારવાર કરીને તેને સ્વસ્થ જીવન આપ્યું હતું.

મારી બાળકી 25 દિવસ ઝઝૂમતી રહી હતી

image source

આ અંગે બાળકીની માતા કંકુબહેન જણાવે છે કે, ‘અનેક પ્રકારની ગંભીર તકલીફ છતાં મારી દીકરી સતત ૨૫ દિવસ સુધી લડતી રહી હતી. મારી દીકરી હવે જીવી શકશે, એવી આશા પણ અમે તો છોડી દીધી હતી. પણ મને એ વાતની ખુશી છે કે, સિવિલના ડોક્ટરોની ટીમે મારી બાળકીને એક નવું જ જીવન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત