Site icon News Gujarat

હુનરબાઝના સેટ પર થઈ ભારતી સિંહની ગોદ ભરાઈ, પરિણીતી ચોપરાનું ગિફ્ટ જોઈ ભડકી કોમેડિયન

ફેમસ કોમેડિયન ભારતી સિંહ આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. હાલમાં જ ભારતી સિંહે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તે અને હર્ષ લિમ્બાચીયા માતા-પિતા બનવાના છે. આ પછી, ભારતી અને હર્ષને સેલેબ્સથી લઈને ચાહકોએ અભિનંદન પાઠવ્યા હતા. જો કે, ભારતી તેના ગર્ભાવસ્થાના દિવસોમાં પણ કામ કરી રહી છે. તે અને હર્ષ રિયાલિટી શો ‘હુનરબાઝ’ હોસ્ટ કરી રહ્યા છે અને હવે આ રિયાલિટીમાં જ ભારતી સિંહની બેબી શાવર સેરેમની ઉજવવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગનો એક સુંદર વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શોના જજ સાથે હર્ષ લિંબાચિયા ભારતી સિંહને એક સુંદર સરપ્રાઈઝ આપતા જોવા મળે છે

IMAGE SOUCRE

વાત જાણે એમ છે કે ભારતી સિંહના બેબી શાવરનો વીડિયો કલર્સ ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હર્ષ તેની પત્ની ભારતીની આંખો પર કાળી પટ્ટી બાંધે છે અને પછી કોમેડિયનને સ્ટેજ પર લાવે છે. આ દરમિયાન જજની ખુરશી પર બેઠેલા કરણ જોહર, પરિણીતી ચોપરા અને મિથુન ચક્રવર્તી પણ સ્ટેજ તરફ આવે છે. આ દરમિયાન ભારતીને સ્ટેજ પર હાજર સોફા પર બેસાડવામાં આવે છે અને પછી બધા ભારતીને સરપ્રાઈઝ વિશે જણાવે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે કરણ જોહર કહે છે, ‘ટીવી પર ભારતના પ્રથમ એકટર બેબી શાવર શરૂ થવા જઈ રહ્યું છે.’ આ દરમિયાન પરિણીતીએ ભારતી સિંહને અભિનંદન પણ પાઠવ્યા છે. આ પછી પરિણીતી ભારતી સિંહને ગિફ્ટ આપે છે, જેને જોઈને ભારતી ગુસ્સે થઈ જાય છે અને તે રડવા લાગે છે. જો કે બીજી તરફ બધા હસવા લાગે છે. આ દરમિયાન ભારતી સિંહ મિથુન ચક્રવર્તીને પણ કહે છે કે દાદા, તમે ભારતી સિંહ સાથે પંગો લીધો છે.

image socure

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભારતીય ટેલિવિઝન પર પહેલીવાર બેબી શાવર સેરેમની થઈ રહી છે.’ વધુમાં કેપ્શનમાં ચાહકોને ભારતી સિંહ માટે કોમેન્ટ કરવાની વાત પણ કરવામાં આવી છે. ભારતી સિંહના બેબી શાવરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

image socure

તમને જણાવી દઈએ કે ભારતી સિંહ અને હર્ષ લીંબચીયાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા હર્ષ લીંબચીયા અને ભારતી સિંહે એકબીજાને લગભગ 7 વર્ષ સુધી ડેટ કર્યા હતા. હર્ષ લીંબચીયા અને ભારતી સિંહની પહેલી મુલાકાત રિયાલિટી શો કોમેડી સર્કસ દરમિયાન થઈ હતી. એ દરમિયાન બન્નેની પહેલા મિત્રતા થઈ અને પછી જલ્દી જ આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ શોમાં ભારતી સિંહ એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થઈ હતી જ્યાં શોમાં હર્ષ સ્ક્રીપ્ટ રાઇટર હતા.

Exit mobile version