બચપન કા પ્યાર ગીત હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. આ ગીત સહદેવએ ગાયું છે. સુકમાના રહેવાસી સહદેવ ‘બચપન કા પ્યાર’ ગીત સાથે રાતોરાત જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. આ ગીત ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. ઘણાં મોટા સ્ટાર્સ તેનું આ ગીત સાથે જોવા મળ્યાં છે પરંતુ હાલમાં સહદેવ એક અન્ય બાબતે ચર્ચામાં આવ્યો છે. જાણવા મળ્યુ છે કે રાયપુરમાં MGના શો રૂમે તેને ઇલેક્ટ્રિક કાર અને 21 હજાર રૂપિયાનો ચેક આપ્યો છે.
વાયરલ થઈ રહેલા આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે સહદેવને તેમના ગીત માટે સન્માનિત કરવામાં આવ્યા છે અને જે કાર આપવાનો દાવો થઈ રહ્યો છે તે કારની સાચી કિંમત લાખોમાં છે. મળતી માહિતી મુજબ આ કારની કિંમત લગભગ 23 લાખ રૂપિયા છે. આ મેસેજની સાથે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે સહદેવ એક કારની સામે ઉભો છે અને કાર એજન્સીના માલિક તેમને ભેટ આપી રહ્યા છે.
આ મેસેજ અને વીડિયો તે અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આખી કહાની પરથી પરદો હટ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સમાચાર તદ્દન ખોટા છે. આ પછી જ્યારે રાયપુરમાં MG શો રૂમના માલિક સાથે આ અંગે વાત કરવામા આવી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે આ કાર ભેટમાં આપવાના સમાચારને સાચા નથી. તેમણે કહ્યું કે વાયરલ વીડિયો સોમવારનો છે. કાર ભેટમાં આપવાના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે જે ખોટાં છે. તેમણે આ વિશે ચોખવટ કરતા કહ્યું કે અમે સહદેવને કાર આપી નથી પણ સહદેવના હાથમાંથી કારની ચાવી વીડિયોમાં દેખાતી છોકરીને પાસે છે.
આ દરમિયાન સહદેવનું સન્માન કરવામાં આવ્યું. જો કે આ બાબત સિવાય હાલમાં સહદેવ તેના “બસપન કા પ્યાર” ગીત થી સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ ગીત ઘણા વર્ષો પહેલા સહદેવે ગાયું હતું જે અચાનક હવે વાયરલ થઈ ગયું છે. જ્યારે આ વિશે મીમ્સ પણ બનાવવામાં આવી હતી ત્યારે ઘણી સેલિબ્રિટિઝે સહદેવના ગીત પર રીલ્સ અને વીડિયો બનાવ્યા હતા. જાણવા મળ્યું છે કે બાદશાહ સહદેવ સાથે “બસપન કા પ્યાર” ગીત લઈને આવી રહ્યા છે. આ ગીત 11 ઓગસ્ટે રિલીઝ પણ થઈ ચૂક્યું છે. આ અગાઉ બાદશાહે તેને મળવાં પણ બોલાવ્યો હોવાના સમાચાર સામે આવ્યાં હતાં.