બચત ખાતા પર સૌથી વધારે વ્યાજ જોઈએ તો આ ત્રણ બેન્ક છે બેસ્ટ ઓપ્શન, જાણી લો તમને કેટલો થશે ફાયદો

બચત ખાતા પર સૌથી વધારે વ્યાજ જોઈએ છે તો આ ત્રણ બેંક રહેશે બેસ્ટ ઓપ્શન, જાણીશું આપને કેટલો ફાયદો થશે.

નવા બેંક એકાઉન્ટ ખોલાવવા કે પછી જુના એકાઉન્ટમાં પૈસા ડીપોઝીટ કરતા પહેલા દરેક વ્યક્તિને આ જરૂર જાણે છે કે, એમની સેવિંગ્સ પર કેટલું વ્યાજ મળવાનું છે. સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા ડીપોઝીટ કરવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે જેથી કોઈ ઈમરજન્સીની પરિસ્થિતિમાં સરળતાથી પૈસા ઉપાડી શકાય. એના સિવાય પણ જેમની પાસે રોકાણ ઇન્સ્ટ્રુમેન્ટના વિષે કોઈ ખાસ જાણકારી હોતી નથી તેઓ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં જ પૈસા રાખવાનું પસંદ કરે છે.

image source

એવામાં જરૂરી છે કે, જો આપના પૈસા વધારે વ્યાજ આપનાર સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રહેશે તો આપને વધારે ફાયદા થશે. જો કે, રોકાણની દ્રષ્ટિએ સેવિંગ્સ એકાઉન્ટ યોગ્ય વિકલ્પ માનવામાં આવતો નથી.

પરંતુ ઈમરજન્સી માટે રાખવામાં આવેલ પૈસા પર સારું વ્યાજ મળવાના બે તરફના ફાયદા સાબિત થઈ શકે છે. અત્યારના સમયમાં બજારમાં કેટલીક એવી બેંક છે જેઓ ઓછા વ્યાજ દરના આ સમયમાં પણ સેવિંગ્સ એકાઉન્ટ પર સારું વ્યાજ આપી રહ્યા છે. વર્તમાન સમયમાં આરબીએલ બેંક, બંધન બેંક અને યેસ બેંક સેવિંગ્સ એકાઉન્ટ પર સૌથી વધારે વ્યાજ આપનાર બેંકમાં સામેલ છે.

image source

આરબીએલ બેંકના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર.

તમામ કર્મશિયલ બેંક્સની તુલનામાં આરબીએલ બેંક જ સેવિંગ એકાઉન્ટ પર સૌથી વધારે વ્યાજ આપી રહી છે. આરબીએલ બેંકની અધિકારીક વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારીથી ખબર પડે છે કે, પ્રાઈવેટ સેક્ટરની આ બેંક બચત ખાતા પર ૪.૫%થી લઈને ૬.૨૫% ના દરે વ્યાજ આપે છે. આ બેંક ૧ લાખ રૂપિયા સુધીની ડીપોઝીટ પર ૪.૫% દરે વ્યાજ મળી રહ્યું છે જયારે ૧ લાખથી ૧૦ રૂપિયા સુધીની ડીપોઝીટ પર આ વ્યાજ દર ૬% છે. આરબીએલ બેંકમાં ૧૦ લાખ રૂપિયા કરતા વધારે ડીપોઝીટ પર ૬.૨૫% ના દરે વ્યાજ મળી રહ્યું છે.

image source

બંધન બેંકના સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર.

સેવિંગ્સ એકાઉન્ટ પર બંધન બેંક 3% થી લઈને ૬%ના દરે વ્યાજ આપી રહી છે. આ એ વાત પર આધાર કરે છે તો કે, આપના બેંક એકાઉન્ટમાં પ્રતિદિન બેલેન્સ શું છે. આ બેંકની અધિકારીક વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, ૧ લાખ રૂપિયા સુધીની ડીપોઝીટ પર 3% ના દરે વ્યાજ મળી રહ્યું છે.

૧ લાખ રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીની ડીપોઝીટ પર ૪% ના દરે વ્યાજ આપે છે અને ૧૦ લાખ રૂપિયા કરતા વધારે ડીપોઝીટ પર ૬%ના દરે વ્યાજ આપી રહ્યા છે.

image source

યેસ બેંકના સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર.

યેસ બેંકની અધિકારીક વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી પરથી જાણવા મળે છે કે, પ્રાઈવેટ સેક્ટરની આ બેંક પોતાના ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ પર ૪% થી ૫.૫%ના દરે વ્યાજ આપી રહી છે. ૧ લાખ રૂપિયા સુધીની ડીપોઝીટ પર પ્રાઈવેટ સેક્ટરની આ બેંક ૪%ના દરે વ્યાજ આપી રહી છે.

જો આપ આ બેંકમાં ૧ થી ૧૦ લાખ રૂપિયાની ડીપોઝીટ કરો છો તો આપને ૪.૭૫%ના દરે વ્યાજ મળી રહે છે. જયારે પ્રતિ દિન ૧ લાખ રૂપિયાથી લઈને ૧૦૦ કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર ૫.૫%ના દરે વ્યાજ મળી રહ્યું છે. જો કે, કોઈપણ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા વ્યાજ દર સિવાય પણ કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!