અમિતાભ બચ્ચને ખોલ્યું રહસ્ય, કેવી રીતે અને કેમ મળી એમને બચ્ચન સરનેમ

અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ટીવીના સૌથી મોટા કવિઝ શો કોન બનેગા કરોડપતિ 13ને હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં અમિતાભ કન્ટેસ્ટન્ટ સાથે ખુલીને વાત કરે છે. એમની વાતો ક્યારેક અમિતાભને હસાવે છે તો ક્યારેક એમની આંખોમાં આંસુ લાવી દે છે. દરેક કન્ટેસ્ટન્ટ સાથે અમિતાભ બચ્ચન એમન પોતાના બનીને શોને હોસ્ટ કરે છે. હાલમાં જ શોમાં એક કન્ટેસ્ટન્ટે એમને સવાલ કર્યો કે એમની સરનેમ બચ્ચનનો શુ અર્થ થાય છે અને એ આ સરનેમ કેમ વાપરે છે. એન પર અમિતાભ બચ્ચને એમની સરનેમની રોચક સ્ટોરી જણાવી. જો તમે પણ નથી જાણતા કે બચ્ચનનો શુ અર્થ થાય છે અને અમિતાભ બચ્ચન આ સરનેમનો ઉપયોગ કેમ કરે છે તો ચાલો જાણી લઈએ અમિતાભ બચ્ચનના જીવન સાથે જોડાયેલા આ રસપ્રદ કિસ્સા વિશે.

image soucre

વાત જાણે એમ છે મેં કેબીસીના શોમાં કન્ટેસ્ટન્ટ ભાગ્યશ્રીએ અમિતાભ બચ્ચનને જણાવ્યું કે એમની લવ મેરેજ થયા છે. લગ્ન પછી ઘરવાળાઓએ એમની સાથે સંબંધ તોડી નાખ્યા. એટલે સુધી કે એમના માતા બન્યા પછી પણ ભાગ્યશ્રીના પિતા એમનાથી નારાજ રહ્યા. ભાગ્યશ્રીની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચન દુઃખી થઈ જાય છે અને ભાગ્યશ્રીના પિતાને રિકવેસ્ટ કરે છે કે નારાજગી ભૂલીને એમની દીકરી સાથે ફરી વાત કરવા લાગે.

image soucre

શો દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું કે હું આ વાતને પર્સનલી લઉં છું કારણ કે હું ખુદ ઇન્ટરકાસ્ટ મેરેજથી જન્મ્યો છું. આ 1942ની વાત છે, મારી માતા એક શીખ પરિવારમાંથી હતી જ્યારે મારા પિતા કાયસ્થ પરિવારમાંથી હતા જે ઉત્તરપ્રદેશમાં રહેતા હતા. બન્નેના પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતા પણ પછી બધા માની ગયા અને લગ્ન થઈ ગયા.

image soucre

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એકવાર લખ્યું હતું કે બાબુજીનો જન્મ કાયસ્થ પરિવારમાં થયો અને શ્રીવાસ્તવ સરનેમ હતી. પણ એ જાતિપ્રથાના વિરોધી હતા. બાબુજીએ એમના દર્દ ભરેલા તપને નામ આપ્યું બચ્ચન, એમને પોતાની બધી કીર્તિ, આખું જીવન આ નામ સાથે જોડી દીધું. વાત જાણે એમ હતી કે હરિવંશ રાયે એમનું ઉપનામ બચ્ચન રાખી લીધું હતું. મહાન લેખક અને શાયર ઘણીવાર એમનું ઉપનામ રાખે છે.

image soucre

બાળપણમાં જ્યારે અમિતાભના ટીચર એડમિશન ફોર્મમાં લખવા માટે મારી સરનેમ પૂછી તો એમના માતા પિતાએ તરત અંદરોઅંદર વાત કરી અને નિર્ણય લીધો કે બચ્ચન ફેમિલીની સરનેમ હશે. પરિવારમાં સરનેમ બચ્ચન ચાલવા લાગી. અમિતાભ કહે છે કે આ નામ અમારી સાથે હમેશા રહેશે…માએ પિતા…મને બચ્ચન સરનેમ પર ગર્વ છે.