શિલ્પા શેટ્ટીનો દિકરો આ વાતમાં મોમ કરતા નિકળી ગયો આગળ,

‘ મોરના ઈંડા ચીતરવાના પડે ‘ તે ગુજરાતી કહેવતને શિલ્પા શેટ્ટીના સાત વર્ષના પુત્ર વિયાનને સાબિત કર્યું

image source

ફિલ્મી દુનિયાના ચાહકો માટે શિલ્પા શેટ્ટીનું નામ કઈ નવું નથી. લોકો તેને ફિટ લેડી તરીકે પણ ઓળખે છે. 44 વર્ષની આ અભિનેત્રીની ફિટનેસ આજકાલ નવી અભિનેત્રી માટે પણ પડકાર જનક છે. તમે ઇન્સાગ્રામ પર શિલ્પા શેટ્ટીના યોગ કરતા ફોટો અને વીડિયો તો જોયા જ હશે.

તે અવારનવાર તેના યોગ કરતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. પણ હમણાં જ શિલ્પાએ તેના સાત વર્ષના પુત્ર વિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે વિડીયામાં વિયાન બેકફ્લિપ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

સોશિયલ મીડિયમાં વાયરલ થયેલા વીડિયોમાં વિયાનના લોકો વખાણ કરતા થાકતા નથી. આટલી નાની ઉંમરે વિયાનને જે કરતબ કરી બતાવ્યું છે તે આશ્ચર્ય પમાડનારુ છે. શિલ્પા શેટ્ટીની જેમ વિયાનને પણ યોગા અને જિમનાસ્ટિકમાં રુચિ ધરાવે છે. શિલ્પા શેટ્ટી પણ અવારનવાર તેને યોગા અને એક્સરસાઇઝ અંગે નવી નવી ટીપો આપતી રહે છે.

વીડિયોની હેડ લાઈનમાં શિલ્પા લખે છે કે ‘બાળકો તે જ શીખે છે જે તેમના મા બાપને કરતા હોય’ તેમની વાત પણ સાચી છે. વૈજ્ઞાનિક સૂઝ પણ તે જ છે કે બાળક તેના માં બાપનું જ અનુસરણ કરે છે. તે બાબત વિયાન બાબતે પણ સાબિત થઈ. શિલ્પા શેટ્ટીની ફિટનેસ સેન્સ તેને વારસામાં મળી.

image source

‘બાળમાનસમાં નવું નવું શીખવાની વિપુલ પ્રમાણે ઉર્જા હોય છે. જો તેને પેરેન્ટ્સ યોગ્ય જગ્યાએ ખર્ચે કરાવે તો તેનું અસાધારણ પરિણામ જોવા મળે છે. વિયાન જિમનાસ્ટિક થી પ્રેમ કરે છે. એટલે મેં તેને તે બાબતનું શિક્ષણ મેળવવા તેનું એડમિશન કરાવ્યું. અભ્યાસ વગર જિમનાસ્ટિકમાં પરફેક્ટ નથી થઈ શકતું. એટલે વિયાન સખ્ત અભ્યાસ કરે છે. તેનાથી નિયંતણ, સક્રિયતા અને મજબૂતી મળે છે’ શિલ્પા શેટ્ટીએ માતા પિતાઓ માટે પણ એક સંદેશ આપ્યો છે.

‘જો તમારું બાળક કઈક બનવા માંગતુ હોય તો તેને અભ્યાસ કરાવો જોઈએ. કારણ કે અભ્યાસ તેને પરિપૂર્ણ બનાવશે’

image source

ઘણી અભિનેત્રીઓ અલગ અલગ કેમ્પો કરતી હોય છે. જ્યારે શિલ્પા શેટ્ટી પણ લોકોમાં યોગા અને કસરતો બાબતે જાગૃતિના મેસેજ આપતી રહે છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ફિટનેસ અંગેની જાણકારી અંગે વીડિયો અપલોડ કરતી રહે છે. હમણાં જ તેણે પ્રાણાયમ કરતો વીડિયો અપલોડ કર્યો હતો.

વિયાન પણ તેની મમ્મીના પગલે કેટલો વધશે. તે સત્ય તો સમયના ગર્ભમાં જ છુપાયેલું છે. તે કરીયર તરીકે પિતાનો બિઝનેસ આગળ ઝંપલાશે કે પછી પોતાની મમ્મીને અનુસરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નામના કમાશે…

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત