Site icon News Gujarat

એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર હતી કાજલ અગ્રવાલ, જે આજે છે કરોડોની માલકીન, જાણો તો ખરા કાજલને કેવા ભારે શોખ છે

પોતાની દમદાર એક્ટિંગ અને હોટનેસથી બધાને દીવાના બનાવનારી બૉલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલનો જન્મ 19 જૂન 1985માં મુંબઈમાં થયો હતો. બૉલીવુડ સિવાય કાજલે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કાજલ સિંઘમ, સ્પેશિયલ 26 અને દો લફઝો કી કહાની જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. જો કે કાજલ અગ્રવાલ બોલીવુડમાં પોતાનો જલવો ન વિખેરી શકી પણ એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાંથી એક છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરોડોની ફી ચાર્જ કરનારી કાજલે વીતેલા દિવસોમાં જણાવ્યું હતું કે હવે એ સારા પ્રોજેક્ટ્સ પોતાના ખાતામાં જોડવા માટે અડધી ફી કરી દેશે.

image source

પોતાની ફિટનેસથી લઈને એમની લકઝરી લાઈફ માટે કાજલ હંમેશા જ ચર્ચામાં રહે છે. કાજલ એક વર્ષમાં 14 કરોડ રૂપિયા સુધી કમાઈ લે છે. ફિલ્મી કરિયર શરૂ કરતાં પહેલાં કાજલે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. કાજલ અગ્રવાલ એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેલિબ્રિટી ક્રિકેટ લીગનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તો ચાલો આજે જાણી લઈએ કાજલ અગ્રવાલના કરિયર, સંપત્તિ અને લગ્નજીવન વિશે કેટલીક રોચક વાતો.

image source

કાજલ અગ્રવાલે સેન્ટ એની હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એ પછી કાજલે કેસી કોલેજ મુંબઈથી પોતાનું ગ્રેજ્યુએશન માસ મીડિયા સ્ટ્રીમમાં પૂરું કર્યું. કાજલે પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે એ ફિલ્મ કયું હો ગયા નામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે દેખાઈ હતી. કાજલનું પણ કહેવું છે કે એ હિન્દી ફિલ્મો તો કરતી જ રહેશે પણ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું ક્યારેય નહીં છોડે કારણ કે અહીંયાંથી જ એમના કરિયરની શરૂઆત થઈ હતી.

image source

જો વાત કરીએ કાજલ અગ્રવાલની લાઇફસ્ટાઇલની તો એ ઘણી મોંઘી વસ્તુઓની માલકીન છે. એમની પાસે ઘણી લકઝરી ગાડીઓ પણ છે. એમાં બીએમડબલ્યુ, રેન્જ રોવર, મીની કૂપર અને ઓડી જેવી લકઝરી કાર છે જેમની કિંમત કરોડોમાં છે.

image source

કાજલ અગ્રવાલના ઘરની વાત કરીએ તો એમની પાસે એક નહિ પણ બબ્બે આલિશાન ઘર છે. એક મુંબઈમાં છે તો બીજું ઘર હૈદરાબાદમાં છે અને આ ઘરોમાં સુખ સુવિધાનો દરેક સામાન રહેલો છે. આ બન્ને બંગલાની કિંમત કરોડોમાં છે. સંપત્તિની વાત કરીએ તો કાજલ અગ્રવાલ લગભગ 66 કરોડ રૂપિયાની સંપત્તિની માલકીન છે.

image source

કાજલ અગ્રવાલે બિઝનેસમેન ગૌતમ કિચલું સાથે 30 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન કર્યા હતા. કાજલ પોતાના પતિ ગૌતમ સાથે ઘણીવાર રોમેન્ટિક ફોટો શેર કરતી રહે છે. એમના ફોટા એમના ફેન્સ દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજલ ચિરંજીવીની આવનારી ફિલ્મ આચાર્યામાં મહત્વની ભૂમિકા ભજવતી દેખાશે એ સિવાય એ નાગર્જુન સાથે ઇન્ડિયન 2માં પણ દેખાવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version