બાળકને ઈન્જેક્શન આપતાં ડોક્ટરનો વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ, જોનારા બસ ફિદા જ થઈ ગયાં

ઈન્ટરનેટ એવી વાત છે કે જ્યાં વિનાશ અને વિકાર બન્ને છે. જો વાત સોશિયલ મીડિયાની તરીએ તો ત્યાં ઘણા સરસ વીડિયો વાયરલ થતાં રહે છે. કેટલાક ક્યૂટ, તો કેટલાક રમુજી વીડિયો જોવા મળતા હોય છે. ત્યારે હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ નવીન વીડિયામાં એક ડોક્ટર છે, જે બાળકને ઈંજેક્શન આપી રહ્યો છે. પરંતુ આ ડોક્ટરની રીત જોઈને ઇન્ટરનેટ પર લોકો ડોક્ટરના દિવાના બની ગયા છે.

image source

જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે પછી લોકો કહી રહ્યા છે કે ખરેખર બધા ડોક્ટર આવા જ હોવા જોઈએ. તો કોઈએ તેને શ્રેષ્ઠ ડોક્ટરનું બિરુદ પણ આપી દીધું! આ શાનદાર વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘આ એકદમ સરસ છે. બેસ્ટ ડોક્ટર એવર…! ’

વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે. 32 લાખ લોકોએ પળભરમાં આ વીડિયો જોઈ નાંખ્યો છે. આ 32-સેકંડની વીડિયોમાં તમે ડોક્ટર બાળકને રમત કરી કરીને ઇન્જેક્શન આપતા જોઈ શકો છો. સૌથી મોટી બાબત એ છે કે તે બાળકને એવી રીતે ઇન્જેક્શન આપે છે કે તેને સોયની પ્રિકનો અહેસાસ પણ થતો નથી. તે ફક્ત ડોક્ટરને જોતો જ રહે છે. હવે આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલાં પણ એક બાળકનો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. જેમાં બાળકના મોંમા પાણી આવતું હતું. આ વીડિયો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને શેર કર્યો હતો. બીગ બી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. હાલમાં અમિતાભે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કરીને લોકોને ખુશ કરી દીધા છે. આ વીડિયો જેટલો રસપ્રદ છે એટલું જ રસપ્રદ એનું કેપ્શન છે. આ વીડિયો જોઈને અમિતાભના ચાહકો હસી રહ્યા છે. આ વીડિયોમાં એક પિતા તેના નાના દીકરાને ભોજનથી લલચાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે હાલમાં અમિતાભની સખાવતની બહુ ચર્ચા છે.

image source

બિહારના 2100 ખેડૂતોનું દેવુ ચૂકવ્યા બાદ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર દુઃખી લોકોની વહારે આવ્યા છે. અમિતાભે પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરી છે. અમિતાભે પોતાના મુંબઈ નિવાસ પર પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારને આર્થિક મદદ કરતા ચેક સોંપ્યા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની દીકરી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિતાભે શહીદોના પરિવારોને 5- 5 લાખના ચેકો આપ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત