બાળકોને ખૂબ જ ભાવતા ભિંડાના અઢળક લાભો અને થોડાંક નુકસાન વિશે જાણી લો તમે પણ

દરેક ભારતીયના રસોડામાં મુખ્ય રીતે બનાવવામાં આવતા શાકમાં ભિંડાનું એક અલગ સ્થાન છે. ભિંડા સામાન્ય રીતે બાળકોને ખૂબ ભાવતા હોય છે. સ્વાદિષ્ટ ભિંડા લીલા રંગની નાની-નાની ભીંડાની શીંગમાં ઔષધીય ગુણ ઘણા બધા છે. તે કેટલીએ બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે અને શરીરને સ્વસ્થ કરવાનું કામ કરી શકે છે. આજના આ લેખમા અમે તમને ઔષધીય ગુણોથી ભરપુર ભિંડાના લાભો વિષે જણાવીશું. અને સાથે સાથે ભિંડા સાથે જોડાયેલા નુકસાન વિષેની જણકારી પણ તમને આપીશું.

ભિંડાના ઔષધીય ગુણો વિષે જાણો

image source

આમ તો બધાને ખબર છે કે ભિંડા સ્વાદ માટે શાક તરીકે ખાવામં આવે છે પણ શું તમને ક્યારેય તેને ખાતા ખાતા તેના ઔષધિયગુણો વિષે વિચાર આવ્યો છે ? તે વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને અનસેચુરેટેડ ફેટી એસિડ જેવા મુખ્ય પૌષ્ટિક તત્ત્વોથી સજ્જ હોય છે. તેમાં પોલીફેનોલિક, યૌગિક, કેરોટીન, ફોલિક એસિડ, થિયામિન, રાઇબોફ્લેવિન, નિયાસિન, વિટામિન-સી અને અમીનો એસિડ પણ સમાયેલા છે. તેની સાથે સાથે તેમાં કાર્ડિયોપ્રોટેક્ટિવ, રીનલ પ્રોટેક્ટિવ, ન્યૂરોપ્રોટેક્ટિવ, એન્ટી-કેન્સર, એનાલ્જેસિક, એન્ટી-અલ્સર, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીફેટિંગ ગુણ પણ સમાયેલા છે. તેમાં મળી આવતા ઔષધીય ગુણ અને તત્ત્વ સ્વાસ્થ્ય માટે લાભપ્રત સાબિત થઈ શકે છે.

ચાલો હવે એ જાણીએ કે ભિંડામાં સમાયેલા ગુણો સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભપ્રદ સાબિત થઈ શકે છે. ભિંડામાં સમાયેલા ગુણ તેમજ તેમાં મળી આવતા પોષક ત્તત્વોના કારમે જ તે સ્વાસ્થ્ય માટે વિવિધ રીતે લાભપ્રદ સાબિત થઈ શકે છે.

ડાયાબીટીસ

image source

ડાયાબીટીસની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે, જે લોહીમાં હાજર ગ્લૂકોઝના સ્તરના વધવાના કારણે થતી હોય છે, ભિંડાનો ઉપયોગ આ સમસ્યાને કેટલીક હદે ઘટાડી શકે છે. એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત ઉંદર ઉપર આ વિષય પર એક સંશોધન ઉપલબ્ધ છે. સંસોધન પ્રમાણે ભિંડામાં એન્ટી ડાયાબિટીસ એન્ટી-હાઇપરગ્લાઇસેમિક ગુણ હોય છે, જે લોહીમા હજાર ગ્લૂકોઝના સ્તરને ઘટાડવામાં
મદદ કરી શકે છે. આ ઉપરાંત તેમાં મળી આવતું ફાઈબર લોહીના ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં લાભપ્રદ થઈ શકે છે.

પાચન શક્તિ માટે

image source

ખરાબ થઈ ગયેલું પાચનતંત્ર હંમેશા દૈનિક જીવનમાં મુશ્કેલી ઉભી કરતું રહે છે. ભિંડાના ઔષધીય ગૂણ પાચનતંત્રને સુધારવામાં મદદ કરી શકે છે. એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભિંડામાં ફાઇબરનું સારું પ્રમાણ હોય છે અને ફાઈબર પાચન તંત્ર માટે લાભપ્રદ હોય છે. ફાઈબરનું સેવન પાચન તંત્રને સુધારવાની સાથે સાથે તેની સીથે જોડાયેલી અપચાની સમસ્યાને પણ દૂર
કરવામાં મદદ કરે છે.

કેન્સરને અટકાવવા માટે

કેંસર એક ગંભીર બીમારી છે, જેનાથી બચવાના ઉપાય કરવા જરૂરી છે. અહીં ભિંડા લાભપ્રદ સાબિત થઈ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભિંડામાં હાજર ફાઇબર કોલન કેંસરના જોખમને કેટલીક હદે રોકવામાં મદદ કરી શકે છે. તો એક અન્ય સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભિંડામાં એન્ટી- ટ્યૂમર ગુણ મળી આવે છે. જે સ્તન કેન્સરને વધારનારા સેલ્સને રોકવામાં લાભપ્રદ સાબિત થઈ શકે છે. પણ તમારે એ જાણી લેવું જોઈ કે ભિંડાનું સેવન માત્ર કેંસરથી બચવામાં કેટલીક હદે જ તમારી મદદ કરી શકે છે. તે કેન્સરની સારવાર નથી. જો કોઈ એવી બીમારી થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને ઉપચાર કરવો જ સૌથી જરૂરી રહે છે.

હૃદય માટે લાભપ્રદ

image source

હૃદય રોગની સમસ્યાને ઘટાડવા માટે પણ ભિંડાનો ઉપયોગ કરી શકાય છે. આ વિ।ય પર પણ સંશોધન થયેલા છે. સંશોધન પ્રમાણેમે ભિંડામાં ફાઇબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. વાસ્તવમાં, ફાઇબરનુ સેવન સીરમ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી કોલેસ્ટ્રોલ સંબંધી હૃદય રોગની આશંકા ઘટી શકે છે.

રક્તચાપને નયિંત્રિત કરવા માટે

image source

રક્તચાપનું વધવું આજે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે ભિંડાનું સેવન એક સારો વિકલ્પ હોઈ શકે છે. એક વૈજ્ઞાનિક અધ્યનનમાં જાણવા મળ્યું છે કે ભિંડાના બીજના અર્કમાં મળી આવતા એન્ટી હાઇપરટેંસિવ ઇફેક્ટ વધતા રક્તચાપની સમસ્યાને નિયંત્રિત કરવામાં યોગદાન આપી શકે છે. નિઃશંક પણે ભિંનું સેવન રક્તચાપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પણ તેની
ગંભીર સ્થિતિ થવા પર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કબજિયાત માટે

image source

કબજિયાતની સમસ્યા એક એવી સમસ્યા છે જેમાં મળ ત્યાગમાં મુશ્કેલી હોય છે અને તેના કારણેમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થઈ શેક છે. ભિંડાનુ સેવન કબજિયાત માટે રામબાણ ઉપાય તરીકે કામ કરી શકે છે. એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભિંડામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં સમાયેલા હોય છે, જે આહારને પચાવીને કબજિયાત જેવી સમસ્યામાંથી
છૂટકારો અપાવવામાં મદદ કરી શકે છે. તેવામાં ભિંડાના રૂપમાં ફાઇબરનું સેવન કરવું કબજિયાત માટે સારું સાબિત થઈ શકે છે.

એન્ટિ ઓક્સીડન્ટ ગુણોથી ભરપૂર છે ભિંડા

image source

ઓક્સિડેટિવ સ્ટ્રેસ શરીરને કેટલીએ રીતે નુકસાન પહોંચાડી શકે છે, જેમા કેન્સર, સાંધાના દુઃખાવા, ઓટોઇમ્યૂન વિકાસ અને હૃદય રોગનો સમાવેશ થાય છે. ઓક્સીડેટિવ સ્ટ્રેસને કેટલીક હદે ઘટાડવા માટે ભિંડાનો ઉપયોગ કારગર સાબિત થઈ શકે છે. વાસ્તવમાં એક સંશોધનમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂકા ભિંડાની છાલ અને બીજનો પાઉડર એન્ટીઓક્સીડન્ટ ગુણોથી ભરપુર હોય છે. આ આધાર પર કહી શકાય કે એન્ટીઓક્સીડન્ટ ગુણો માટે ભિંડાનો ઉપયોગ કરી શકાય છે. જો કે હાલ આ વિષ પર હજુ પણ સંશોધન ચાલુ જ છે.

ગર્ભાવસ્થામાં

image source

ગર્ભાવસ્થા દરમિયાન ભિંડાનુ સેવન લાભપ્રદ સાબિત થઈ શકે છે. ઘણા બધા સ્થાનોમાં તેનો ઉપયોગ ગર્ભાવસ્થામાં સ્વાસ્થ્યને વધારવામાં કરવામાં આવે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેટલાએ પ્રકારના પોષક તત્વ તેમાંથી મળી આવે છે જે ગર્ભાવસ્થા માટે જરૂરી છે. જેમ કે તેમાં મળી આવતા વિટામિન બી નવા સેલ્સનું નિર્માણ કરવામાં લાભપ્રદ સાબિત થઈ શકે છે. સાથે સાથે તેનું સેવન કરવાથી
સ્પાઇના બિફિડા એટલે કે કરોડરજ્જુનો વિકાસ યોગ્ય રીતે નહીં થવા જેવા જન્મ જાત દોષોને રોકવામાં પણ થઈ શકે છે. આ ઉપરાંત તેમાં હાજર વિટામિન સી બાળકના વિકસામાં મદદ કરી શકે છે. ભિંડામાં ફોલેટનું પ્રમાણ વધારે હોય છે, ફોલેટ એક મહત્ત્વનું પોષક ત્ત્વ છે, જે ભૃણના મસ્તિષ્કના વિકાસને વધારી શકે છે, જો કે ગર્ભાવસ્થામાં જો ભિંડા ખાવાનુ મન થાય તો તમારે એકવાર પોતાના ડોક્ટર પાસે
તેની સલાહ લઈ લેવી જોઈએ.

ત્વચા માટે

image source

સ્વાસ્થ્ય અને આંખોની સાથે સાથે ભિંડાનો ઉપયોગ ત્વચા માટે પણ કરી શકાય છે. તેની સાથે જોડાયેલા એક સંશોધન પ્રમાણે ભિડાંમાં વિટામીન-સી મળી આવે છે, જેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણો હોય છે. તે શરીરના ટિશ્યૂ એટલે કે ઉત્તકોના નિર્માણ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેની સાથે સાથે જ ભિંડાનું સેવન ત્વચાને ફરી જુવાન બનાવવામાં મદદ કરે છે. સંશોધનમાં આગળ જાણકારી આપવામા આવી છે કે તેમાં મળી આવતા વિટામિન એ અને બીટા કેરોટિન ત્વચાના સ્વાસ્થ્યને વધારવાની સાથેસાથે તેની સાથે જોડાયેલી કેટલીએ સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

વજન ઘટાડવા માટે

image source

વધતું વજન કેટલીએ બિમારીનું કારણ બની શકે છે, જેમાં ડાયાબીટીસ અને હૃદયની બિમારી મુખ્ય છે. ભિંડાનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. વૈજ્ઞાનિક શોધ પ્રમાણે ભિંડામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને વસા જેવા પોષક ત્તત્વ હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, સંશોધનમાં એ જાણકારી પણ આપવામા આવી છે કે ભિંડામાં મળી આવતા ફાઇબર મેદસ્વીતાને ઘટાડવામાં લાભપ્રદ બની શકે છે. આ ઉપરાંત એક અન્ય સંશોધનમાં જાણવા મળ્યુ છે કે ભિંડામાં એંટી-ઓબેસિટિ ગુણ સમાયેલા હોય છે. તે ગુણ વધારાનું વજન ઘટાડવાની સાથે સાથે મદેસ્વિતાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

વાળ માટે

image source

વાળ માટે ભિંડાનો ઉપયોગ કરી શખાય ચે. તેની સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે અધ્યયન પ્રમાણે, ભિંડાનો ઉપયોગ હેયર કંડીશનર તરીકે કરી શકાય છે. સાથે સાથે તે સ્કેલ્પ માટે પણ સારું મોઇશ્ચરાઇઝર સાબિત થઈ શકે છે. ભિંડાનો ઉપયોગ સ્કેલ્પની ખજવાળ, જૂં અને ખોડાની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ વાળને ચમકદાર બનાવવા માટે પણ કરી શકાય છે. બીજા એક
સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે ભિંડામાં મળી આવતું વિટામીન સી વાળને ફરી નવું જીવન પ્રદાન કરવામાં મદદ કરે છે.

આંખ માટે

image source

સારા સ્વાસ્થ્યની સાથે ભિંડાનો ઉપયોગ આંખને તેજસ્વી બનાવવામાં પણ મદદ કરે છે. એક સંશોધન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભિંડામાં વિટામિન એની સાથે સાથે બીટા કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. જે તમારી દ્રષ્ટિને તેજસ્વી બનાવવામાં લાભપ્રદ સાબિત થઈ શકે છે. તેની સાથે શાથે ભિંડાનો ઉપયોગ દ્રષ્ટિમાં સુધારો અને આંખ સંબંધિત કેટલીએ બિમારીઓને દૂર કરવામાં પણ કરી શકાય છે.

હવે જાણીલો ભિંડાના નુકસાન વિષે

જો ભિંડાને સિમિત પ્રમાણમાં લેવામાં આવે તો ભિંડો લાભ જ પહોંચાડે છે પણ જો તેને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે સ્વાસ્થ્યને કેટલાક નુકસાન પહોંચાડી શકે છે –

– ભિંડામાંથી નીકળતા પ્રોટિયોલિટિક નામક એંજાઈમના સંપર્કમાં આવવાથી ત્વચા પર ઘા થઈ શકે છે.

– ભિંડામાં ઓક્સાલેટ્સ નામના યૌગિકનું પ્રમાણ હોય છે. શરીરમાં તેનું વધારે પ્રમાણ હોવાના કારણે કીડનીની પથરી થઈ શકે છે. જો કીડનીની પથરીની સમસ્યાથી પિડિત હોવ તો ભિંડાનું સેવન તમારી તે સ્થિતિને બગાડી શકે છે.

image source

– ભિંડામાં વિટામીન કેનું પ્રમાણ વધારે હોય છે. તે શરીરમાં લોહીને જાડુ કરવાનું કામ કરે છે. જે લોકો લોહીને જાડુ કરવાની દવાઓ લેતા હોય તેમણે ભિંડાનું સેવન કરતા પહેલાં ડોક્ટરન સલાહ લેવી જોઈએ. બન્ને એક સાથે લેવાથી શરીરમાં લોહીના ક્લોટ બની શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

– વધારે પડતાં ભિંડા ખવાથી કેટલાક લોકો પર તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે. ભિંડા કાર્બોહાઇડ્રેટમાં સમૃદ્ધ હોય છે. તેના વધારે પડતાં સેવનથી અતિસાર, ગેસ, અને આંતરડામાં સોજાની સમસ્યા થઈ શકે છે.

તમે જોયું કે ભિંડાના નુકસાન કરતાં તેના ફાયદા અઢળક છે માટે જો તમને ભિંડા ભાવતા હોય ભિંડાના શાકની વિવિધ વેરાયટી ભાવતી હોય તો તમે હવે નિઃસંકોચ ભિંડાનું સેવન કરી શકો છો. પણ તેનો અતિરેક ન થવા દેવો. પણ તેનું નિયમિત સેવન ચોક્કસ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત