બાળકો પર હાથ ઉપાડતા પહેલા જાણી લો આ 10 ખરાબ પરિણામ વિશે…

ઘણીવાર બાળકો એવી નાની મોટી ભૂલો કરી બેસે છે જેના કારણે માતાપિતાની ધીરજ ખૂટી જાય છે અને ન ઈચ્છવા છતાં બાળકો પર હાથ ઉઠાવી દે છે. જો કે માતા પિતાનો ઈરાદો બસ એટલો જ હોય છે કે બાળકો એ ભૂલનું વારંવાર પુનરાવર્તન ન કરે.

image source

માતા પિતાના આ મારનો બાળકો પર શુ અસર પડે છે એ કદાચ તમે નહિ જાણતા હોવ. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે બાળકો પર માતા પિતાના મારની શુ અસર થાય છે.

image source

1. ઘણીવાર બાળકો ભૂલ કર્યા પછી મારથી બચવા માટે જૂઠું બોલે છે, અને આવી રીતે ધીમે ધીમે જૂઠું બોલવું એ એમની આદત બની જાય છે. એટલે યોગ્ય સમયે એમની આ આદતને સુધારવી ખૂબ જ જરૂરી છે.

Beating Children
image source

2. બાળકોને મારીને માતા પિતા એમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે તો બાળકોને માતા પિતાની આ રીત સાચી લાગવા લાગે છે, એટલે એ પણ બીજા બાળકો સાથે મારપીટ કરવા લાગે છે.

3. માતા પિતા બાળકોના રોલ મોડેલ હોય છે અને બાળકો મોટાભાગની વાતો પોતાના માતા પિતા અને આજુબાજુના લોકો પાસે જ શીખે છે . નાની નાની વાતો પર બાળકોને લડવા અને મારવાથી એમના મનમાં ડર બેસી જાય છે.

4. બાળકોને મારવાથી ન ફક્ત એમને શારીરિક પીડા થાય છે પણ એ માનસિક રૂપથી પણ ડર મહેસુસ કરે છે.

Beating Children
image source

5. અમુક માતા પિતા એવા હોય છે જે વાત વાતમાં બાળકોને એમની ભૂલોનો અહેસાસ કરાવ્યા કરે છે. ધીમે ધીમે બાળક પણ એ વિચારવા લાગે છે કે એ ખૂબ જ ખરાબ વ્યક્તિ છે.

6. બાળકો સાથે મારપીટ કરવાથી એમના આત્મવિશ્વાસને ખૂબ જ ધક્કો લાગે છે જેના કારણે એમનો આત્મવિશ્વાસ કમજોર પડવા લાગે છે.

7. બાળકોને જેટલું મારશો એ એટલી જ વધારે ભૂલો કરશે અને એમના મનમાં પોતાના અને પોતાના માતા પિતા પ્રત્યે હીન ભાવના આવવા લાગશે.

image source

8.બાળકો સાથે મારપીટ કરનારા માતા પિતા એ ભૂલી જાય છે કે આવા વર્તનથી ધીમે ધીમે એમનું બાળક એમનાથી દૂર થતું જાય છે.

9. વારંવાર માર ખાધા પછી બાળક પણ નફ્ફટ બની જાય છે અને કિશોર અવસ્થા સુધીમાં તો સંપૂર્ણ રીતે વિદ્રોહી બની જાય છે.

10. બાળકોને ખબર હોય છે કે એ ભલે ગમે તે ભૂલ કરે એમનવ માર તો પડવાનો જ છે. એટલે પછી એ દરેક કામ પોતાનું ધાર્યું જ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત