બદલાઈ જશે નંબર પ્લેટના નિયમ,મોટા દંડથી બચવા માટે કરી લો આ કામ

આપણે સૌ રોજ વાહન લઈને ફરતા હોઈએ છીએ. તો તોના માટેના કેટલાક નિયમોનું પણ આપણે પાલન કરીએ એ જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો તમારે તેના માટે મોટો દંડ ભરવો પડે છે અને સાથે જ મુશ્કેલીમાં પણ ઉતરવું પડે છે. તેમાં તમારો સમય અને માનસિક શાંતિ બંનેને અસર થાય છે.

image source

થોડા સમય પહેલાં દિલ્હીમાં એક એપ્રિલ 2019થી પહેલાં દરેક વાહનોને માટે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) અને કલર કોડવાળા સ્ટીકર લગાવવાનું અનિવાર્ય બન્યું છે. નવા નિયમ અનુસાર વાહન માલિકોએ 30 ઓક્ટોબર પહેલાં તેને લગાવવાનું રહેશે. આ પછી HSRP ન લગાવવા માટે 5000થી 10000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહેશે. જો તમે આ મુશ્કેલીથી બચવા ઈચ્છો છો તો અહીં સરળ સ્ટેપ્સની ઓનલાઈન પ્રોસેસ આપવામાં આવી છે તેની મદદ લો.

image source

અલગ અલગ વાહનો માટે HSRPની કિંમતો અલગ અલગ હોય છે, જેમકે કાર માટે 600-1000 રૂપિયાની વચ્ચે, ટુવ્હીલર માટે તેની કિંમત 300-400 રૂપિયા સુધીની હોય છે. તમે HSRP માટે ઓનલાઈન પ્રોસેસની મદદથી પણ અરજી કરી શકો છો.

અપનાવી લો આ સરળ સ્ટેપ્સ

હાઈ સિક્યુરુટી નંબર પ્લેટ માટે અરજી કરવા માટે સૌ પહેલાં bookmyhsrp.com/index.aspx પર જાઓ.

image source

અહીં તમને Private Vehicle (પર્સનલ વ્હીકલ) અને Commercial Vehicle (વેપાર વાહન) ના 2 વિકલ્પ મળશે. અહીં તમે વિકલ્પ પસંદ કરો.

જો Private Vehicle પર ક્લિક કરશો તો તમને પેટ્રોલ (Petrol),ડીઝલ (Diesel), ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle), સીએનજી (CNG) અને સીએનજી તથા પેટ્રોલ (CNG+Petrol) ના વિકલ્પમાંથી પસંદગી કરવાની રહેશે.

પેટ્રોલ ટાઈપ પર ક્લિક કરો છો તો વાહનોની કેટેગરી ખૂલશે. તેમાં તમારે બાઈક, કાર, સ્કૂટર, ઓટો, ભારે વાહનોના વિકલ્પમાંથી એકને પસંદ કરવાનો રહેશે.

હવે વાહનની કંપનીને પસંદ કરવાની રહેશે. તમારું વાહન જે કંપનીનું છે તેની પર ક્લિક કરો.

image source

હવે રાજ્યનો વિકલ્પ ભરવાનો રહેશે અને પછી તમારા ડીલર્સના વિકલ્પ પણ દેખાશે.

ડીલર પસંદગી બાદ વાહનની જાણકારી ભરવાની રહેશે. જેમાં રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટ્રેશનની તારીખ, એન્જિન નંબર, ચેસિસ નંબર, ઈમેલ આઈડી તથા મોબાઈલ નંબર ભરવાનો રહેશે.

આ પછી એક નવી વિંડો ખુલશે. તેમાં વાહન માલિકનું નામ, સરનામું અને અન્ય જાણકારી ભરવાની રહેશે. આ સિવાય વાહનની આરસી અને આઈડી પ્રૂફ પણ અપલોડ કરવાના રહેશે. મોબાઈલ ઓટીપી જનરેટ થશે.

image source

આ પછી તમને વાહનના બુકિંગનો સમય અને દિવસ દેખાશે. તેને ભરો.

છેલ્લે પેમેન્ટ વિકલ્પ દેખાશે. તમે તે ભરીને ઓકે કરશઓ તો તમારી પ્રોસેસ પૂરી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત