કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું કોરોનાથી નિધન, છેલ્લા 6 દિવસથી વેન્ટિલેટર પર હતા…

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. થોડા દિવસ અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. આખરે તેમણે આજે એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

image source

ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ સમાચાર આવ્યાના થોડા કલાકો અગાઉ જ કોરોનાને મ્હાત આપી હતી. તેઓનાં બંને રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને આવતીકાલે ડિસ્ચાર્જ કરવામાં આવવાના હતા. ઈમરાન ખેડાવાલાના સમાચારથી કોંગ્રેસનાં સમર્થકોમાં ખુશીનો માહોલ હતો. પણ બદરૂદ્દીનનાં સમાચાર સાંભળી ગુજરાત કોંગ્રેસમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યુ

કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર બદરુદ્દીન શેખના નિધન બાદ પક્ષના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે અમદાવાદે એક સારા જનસેવક ગુમાવ્યા.

2010માં બદરુદ્દીન શેખ AMCના વિપક્ષના નેતા તરીકે પણ રહ્યા

image source

2010માં તેઓ AMCના વિપક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યાં છે. જ્યારે 2002-2003માં AMC સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા પણ હતાં. તેઓ અમદાવાદમાં સતત 5 વર્ષથી કોર્પોરેટેર તરીકે ચૂંટાઈ આવતાં હતાં.

કોણ હતા બદરૂદ્દીન શેખ?

image source

બદરૂદ્દીન શેખનો જન્મ 13 સપ્ટેમ્બર 1952ના રોજ થયો હતો. એચકે આર્ટ્સ કોલેજમાંથી તેઓએ ગ્રેજ્યુએશન કર્યું હતું. અને એલએ શાહ લો કોલેજમાંથી તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. વર્ષ 1979-1980માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા. 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. વર્ષ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા રહી ચૂકેલાં છે. વર્ષ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા રહી ચૂકેલાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા હતા.