Site icon News Gujarat

કોરોનાને લઈ ગંભીર વાત, વાયરસે રંગ બદલી નાંખ્યો, કોઈને ખબર જ નથી કે શું કરવું, થઈ રહ્યા છે ટપ-ટપ મોત

દેશમાં કોરોના વધી રહ્યો છે એના એક નહીં પણ અનેક કારણો સામે આવ્યા છે. લોકોની અને સરકારની બેદરકારી તેમજ વાયરસ પણ વધારે ખતરનાક બન્યો છે. ત્યારે હાલમાં મોટી એક ચિતાં એ પણ છે કે કોરોનાએ પોતાનો રંગ બદલ્યો છે. એટલા માટે એ પણ ખબર નથી કે શું કરવું અને જેના કારણે લોકો મરી રહ્યા છે.

image source

દેશમાં વધતા સંક્રમણ વચ્ચે હવે ચિંતાનો મોટો વિષય કોરોનાનું ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ પણ બની ગયો છે. વિજ્ઞાનીઓ માને છે કે દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ પાછળ કોવિડ-19નો બી-1.617 વેરિયેન્ટ જવાબદાર છે. આ વખતે પહેલા કરતાં વધારે ચિંતા એટલા માટે છે, કેમ કે નવો વેરિયેન્ટ શરીરની પ્રતિરોધક ક્ષમતાને ચકમો આપવામાં સક્ષમ છે.

image source

વિગતે વાત કરીએ તો આ વખતે કોરોનામાં જે પરિવર્તન આવ્યું છે એના કારણે તે માનવીના કોષોને સંક્રમિત કરવા અને ચેપ ફેલાવવામાં સક્ષમ થઈ ગયો છે. પહેલીવાર આ વેરિયેન્ટ ભારતમાં સામે આવ્યો હતો. જો ઈન્ડિપેન્ડેન્ટના એક રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યાર સુધી થયેલા અભ્યાસોમાં જાણ થઈ છે કે દેશના મોટા હિસ્સામાં બ્રિટિશ વેરિયેન્ટ બી-1.1.7, દક્ષિણ આફ્રિકાનું બી-1.351 અને બ્રાઝિલનું પી-1 ફેલાયેલું છે.

ભારતની જો વાત કરીએ તો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં મળી રહેલા કુલ સંક્રમિતોમાં આ વિદેશી વેરિયેન્ટ્સનું મોટું યોગદાન છે. તેમ છતાં સૌથી વધુ ચિંતા બી-1.617થી છે. તેને ડબલ મ્યૂટેન્ટ કહેવાય છે. જોકે તેમાં મૂળ વાયરસની તુલનાએ 15 મ્યૂટેશન છે. તેના સ્કાઇપ પ્રોટીનમાં બે ચિંતાજનક મ્યૂટેશન્સ- ઈ484ક્યૂ તથા એલ452આર છે જે મહામારી દરમિયાન બીજે ક્યાંકથી જોડાયા છે.

image source

એમાં પણ સૌથી ચિંતાની વાત એ છે કે પહેલીવાર એવું છે કે કોઈ વેરિયેન્ટમાં આનુવંશિક પરિવર્તન થયું છે. ભારતમાં કોવિડ જિનોમિક્સ કન્સોર્ટિયમના સભ્ય અને વાઈરોલોજિસ્ટ શાહીદ જમીલ પણ આ વિશે વાત કરતાં જણાવે છે કે ઈ484ક્યૂ અને એલ452આર ઝડપથી ફેલાય રહ્યો છે. એ વેક્સિન લઈ ચૂકેલા અને સંક્રમિત થઈ ચૂકેલા એમ બન્ને લોકોમાં એન્ટિબોડીને પણ ચકમો આપી શકે છે.

આગળ વાત કરતાં વાઈરોલોજિસ્ટે જણાવ્યું કે દેશમાં હાલ એક ટકાથી ઓછા કેસમાં જિનોમ સિક્વન્સિંગ થઈ રહ્યું છે. એવામાં વાસ્તવિક સ્થિતિ સામે નથી આવી રહી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જિનોમિક્સના પ્રો.અરીસ કેટજોઆર્કિસ કહે છે કે ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ સ્થિતિને વધુ બદતર બનાવી શકે છે. વાઈરોલોજિસ્ટે ત્યારબાદ એવી ખતરનાક વાત કરી કે એનાથી ઈનકાર ન કરી શકાય કે બી-1.617 એ વ્યક્તિઓને પણ સંક્રમિત કરી શકે છે જેમનામાં વેક્સિનેશન કે સંક્રમણથી એન્ટિબોડી બની ગયા છે. મહારાષ્ટ્રમાં જ આ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 61% કેસમાં બી-1.617 વેરિયેન્ટ મળ્યું છે. પંજાબમાં 80% દર્દી બ્રિટિશ વેરિયેન્ટના છે.

image source

ભારતમાં જોવા મળતા આ વેરિએન્ટ વિશે પ્રો.જમીલ કહે છે કે નવા વેરિયેન્ટના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયા છે. બંગાળમાં રેલીઓ ચાલુ છે. કુંભમાં દુનિયાની સૌથી વધુ ભીડ છે. એનાથી સંક્રમણ ફેલાશે. અશોકા યુનિવર્સિટીના પ્રો.ગૌતમ મેનન પણ કહે છે કે ભારતીય વેરિયેન્ટ વધુ ચેપી છે. જેથી ભારત વાસીઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે અને સાવચેતી વરતવાની જરૂર છે. વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ માઈક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગ કહે છે કે બી-1.617 વેરિયેન્ટ વિશે અભ્યાસ ખૂબ જ ઓછો અને ધીમો છે.

આપણને ખબર જ નથી કે શું કરવું જોઇએ? એટલા માટે પણ લોકોના મોત થઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. હાલમાં કોરોના ફેલાવાના કારણ અંગે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. 15 મહિનાના કોરોનાકાળમાં સંશોધનો કર્યાં પછી ભારતીય વિજ્ઞાનીઓએ સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાયરસ ગરમીમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે પહેલાં મનાતું હતું કે વાયરસ શિયાળામાં વધુ અસરકારક હોય છે. ભારત સરકારે 17 વિજ્ઞાનીને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે ગરમીના કારણે વાયરસના ફેલાવાની ક્ષમતા વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version