ચારધામ યાત્રા પર પણ કોરોનાની અસર, બદલવામાં આવી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ

દર વર્ષે એપ્રિલ માસથી સામાન્ય રીતે શરુ થતી ચારધામ યાત્રા પર પણ આ વર્ષે કોરોના અને લોકડાઉનની અસર થઈ છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયી ક્ષેત્રના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ બદલવામાં આવી છે.

image source

અહીંના મહારાજએ કપાટ ખોલવાની તારીખ જે અગાઉ 30 એપ્રિલ હતી તેને 15 મે કરી છે અને મંદિર ખોલવાનું નવું મુહૂર્ત જણાવ્યું છે. હવે મંદિર 15 મેના રોજ સવારે 4.30 કલાકે ખુલશે. મહત્વપૂર્ણ છે કે દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે. તેના કારણે મંદિરના કપાટ ખોલવાનું મુહૂર્ત પણ બદલી દેવામાં આવ્યું છે.

બદ્રીનાથના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યું હતું કે સરકાર અને ચારધામ દેવસ્થાનમ બોર્ડએ થોડા દિવસો પહેલા આ અંગે તેમની સાથે ચર્ચા કરી હતી અને તેમનો મત માંગ્યો હતો. આ અંગે મુખ્યમંત્રી આવાસમાં બેઠક પણ થઈ હતી. આ બેઠક બાદ સર્વસંમતિથી મંદિરના કપાટ ખોલવાનું મુહૂર્ત બદલવામાં આવ્યું છે.