શું તમે જાણો છો બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ થયો એવો ચમત્કાર કે, જે વાંચીને તમે પણ પડી જશો વિચારમાં…

બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ થયો ચમત્કાર – આ સંકેતને દેશ માટે માનવામાં આવી રહ્યો છે શુભ

image source

બદ્રીનાથ ધામના કપાટ ગત શુક્રવારના રોજ શુભ મુહુરતમાં પૂર્ણ વિધિ વિધાનથી તેમજ વૈદિક મંત્રોચ્ચારણથી સવારના 4.30 વાગે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ વર્ષે લોકડાઉનના કારણે ભક્તોનું મહેરામણ જોવા નહોતું મળ્યું માત્ર થોડાક જ લોકોની હાજરીમાં દ્વાર ખોલવામાં આવ્યા હતા તે પણ લોકડાઉનના કડક નિયમોના પાલન થકી. પણ આ વખતે કપાટ ખુલતાની સાથે એક એવી વાત થઈ કે જે કોઈ ચમત્કારથી ઓછી નથી. તો વળી અહીંના પુજારી આ સંકેતને દેશ માટે શુભ માની રહ્યા છે.

image source

બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે જણાવ્યું કે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવામાં આવે તે દિવસે ભગવાન બદ્રીનાથની પ્રતિમાને ધૃત ધાબળો એટલે કે તેમની મર્તિ પર ઘીનું લેપ લગાવેલો ઉનનો ધાબળો ઓઢાડવામાં આવે છે. બીજા વર્ષે જ્યારે કપાટ ખોલવામાં આવે ત્યારે બદરીનારાયણની મૂર્તિ પર ઘી જો તેમનું તેમ જ યથાવત રહે તો તેને શુભ માનવામાં આવે છે.

image source

ભગવાનની મૂર્તિ પર આ વખતે ઘી હાજર હતું, એટલે કે દેશના ઉજ્જવળ ભવિષ્યની આશા છે. તેમણે જણાવ્યું કે આવું દર વખતે નથી થતું. ઘણા વર્ષોમાં એકવાર આવું થતું હોય છે. બહાર આટલી બધી હીમવર્ષા બાદ ઠંડી પડ્યા બાદ પણ જો ઘી સુકાય નહીં તો તેને ચમત્કાર જ માનવામાં આવે છે.

ધામના કપાટ ખોલવા દરમિયાન આ વખતે 11 લોકો જ અખંડ જ્યોતિના સાક્ષી બની શક્યા. જ્યારે સંપૂર્ણ મંદીરમાં 28 લોકોની જ હાજરી જોવા મળી હતી. સવા ત્રણ વાગે બદ્રીનાથ ધામના દક્ષિણ દ્વારથી ભગવાન કુબેરની ઉત્સવ ડોલી અને તેલ કળશ યાત્રાએ પરિક્રમા સ્થાનમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ કુબેરજીની પ્રતિમાને બદરીશ પંચાયત (ગર્ભગૃહ)માં સ્થાપિત કરવામાં આવ્યા હતા.

image source

સાડા ત્રણ વાગે રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદરી, ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ, અપર ધર્માધિકારી ધર્માનંદ ચમોલા સહિત વેદપાઠિયોએ બદ્રીનાથના કપાટ ખોલ્યા અને ઉદ્ધવજીની મૂર્તિ સાથે મંદીરમાં પ્રવેશ કર્યો. લોકડાઉનના કારણે બદ્રીનાથ ધામના દરવાજા ખૂબ જ સાદાઈથી ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન આસપાસ સાવજ શાંતિ પથરાયેલી રહી. ઉત્સાહ અને ઉમંગ તો જાણે સાવજ ગાયબ થઈ ગયા હતા. ન તો બદ્રીવિશાલનો જયજય કાર સાંભળવા મળ્યો કે ન તો આર્મિના જવાનો દ્વારા દર વર્ષે આ પ્રસંગ નીમીતે વગાડવામાં આવતી બેંડની ધૂન સાંભળવા મળી કે ન તો મહિલાઓનું પારંપરિક નૃત્ય કરતુ વૃંદ જોવા મળ્યું.

image source

કપાટ ખુલવા દરમિયાન સામાજિક અંતરનું પણ પૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. તેમજ મંદીરના કપાટ ખૂલતા પહેલાં સંપૂર્ણ મંદીરના પ્રાંગણને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદીરને ગલગોટાના ફૂલથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. જે તમે અહીં દર્શાવેલી તસ્વીરોમાં જોઈ શકો છો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત