Site icon News Gujarat

નર્સ બહારથી તમાશો જોઈ રહી હતી, અંદર 9 દર્દીનાં મોત થઈ ગયાં હતાં, સાથે નજરે જોનારા લોકોએ કહ્યું…લાખોનું બિલ બનાવે છે, પરંતુ ફાયર સ્પ્રિંકલર જેવી કોઇ વ્યવસ્થા હતી નહિં…

દર્દી આગથી બળી રહ્યા હતા, નર્સ તમાશો જોઈ રહી હતી, લાખોના બિલની વસુલાત થતી હોવા છતાં પણ ફાયર સ્પ્રિંકલર જેવી સુવિધા પણ કરવામાં આવી નથી.

મહારાષ્ટ્ર રાજ્યના થાણે જીલ્લાના વિરાર- વેસ્ટમાં આવેલ વિજય વલ્લભ હોસ્પિટલના બીજા માળ પર બનેલ ICU વોર્ડમાં લગાવવામાં આવેલ ACમાં શુક્રવારના રોજ મધ્ય રાતે અંદાજીત ૩:૩૦ વાગે એક ધડાકો થયો છે. આ ધડાકાના લીધે ઉત્પન્ન થયેલ તણખા ICU વોર્ડમાં પડે છે અને થોડાક સમયમાં જ આ આગ આખા ICU વોર્ડમાં પ્રસરી જાય છે.

image source

દર્દીના પરિવારના સભ્યોનો એવો આરોપ છે કે, આગ લાગી તે સમયે ICU વોર્ડમાં ના તો કોઈ નર્સ હતી કે પછી નહી તો કોઈ ડોક્ટર. જ્યાં સુધી હોસ્પિટલના પ્રશાસનને આ વાતની જાણ થાય ત્યાં સુધીમાં આગનો ધુમાડો આખા વોર્ડમાં ફેલાઈ ગયો હતો. જયારે હોસ્પિટલમાં આ દુર્ઘટના થઈ તે સમયે ICU વોર્ડમાં ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર હતા, આ ૧૫ દર્દીઓ માંથી ૧૩ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

પ્રત્યક્ષદર્શી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ICU વોર્ડમાં ફાયર સ્પ્રિંકલર પણ હતા નહી.

થાણે જીલ્લામાં આવેલ હોસ્પિટલમાં બનેલ અ દુર્ઘટનાના એક પ્રત્યક્ષદર્શી અવિનાશ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવેલ એક દર્દીનું બિલ અંદાજીત ૩ થી ૪ લાખ રૂપિયા સુધી બનાવવામાં આવે છે તેમ છતાં હોસ્પિટલના ICU વોર્ડમાં સુવિધાના નામે કઈ જ હતું નહી. અહિયાં ફાયર સેફ્ટીના કોઈ સાધન ઉપલબ્ધ હતા નહી. જો હોસ્પિટલના ICU વોર્ડમાં ફાયર સ્પ્રિકલર ઉપલબ્ધ હોત તો આગ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય તેમ હતું અને આટલી મોટી દુર્ઘટના બની હોત નહી.

image source

નર્સ વોર્ડની બહારથી જ તમાશો જોઈ રહી હતી અને અંદર ૯ દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા.

અવિનાશ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ICU વોર્ડમાં આગ લાગ્યા પછી ICU વોર્ડની બહારની બાજુ ફક્ત ૩ નર્સ હાજર હતી પણ કોઈ ડોક્ટર હાજર હતા નહી. ત્યાં ઉભી રહેલ નર્સ ઉભા ઉભા આખુ દ્રશ્ય જોઈ રહી હતી. અવિનાશ વધુ જણાવતા કહે છે કે, થોડાક સમય પછી જયારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી જાય છે અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા અંદાજીત ૪ વાગ્યાની આસપાસ આગનો ધુમાડો ઓછો થઈ જતા મેં અન્ય વ્યક્તિઓની સાથે માથું નીચું રાખીને કોઈપણ રીતે અંદર ગયો.

જયારે અંદર જઈને જોવું છું તો ૯ દર્દીઓએ બેડ પર જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને જે દર્દીઓ તરફડી રહ્યા હતા તે દર્દીઓને બહાર લાવવામાં આવ્યા. બહાર લાવવામાં આવેલ દર્દીઓમાંથી પણ કેટલાક દર્દીઓએ ૫ વાગ્યાની આસપાસ પોતાનો જીવ ગુમાવી દીધો. ત્યાર બાદ જે દર્દીઓ બચી ગયા છે તેમની સ્થિતિ ખુબ જ ગંભીર છે અને તેઓને બચાવી શકાશે કે નહી તે પણ પ્રશ્ન છે.

image source

અવિનાશે આગળ જણાવતા કહ્યું છે કે, ‘મને મારા મિત્રએ રાતના ૩:૧૫ વાગે ફોન કરીને હોસ્પિટલ આવવા માટે જણાવ્યું. ત્યાર બાદ હું થોડીક જ વારમાં હોસ્પિટલ પહોચી ગયો અને દોડીને હોસ્પિટલના બીજા માળે બનેલ ICU વોર્ડની બહાર પહોચી ગયો. ICU વોર્ડનો દરવાજો પણ ખુલ્લો જ હોવાથી મે અંદર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગનો ધુમાડો ખુબ જ હોવાથી હું અંદર જઈ શક્યો નહી.’

૪ દર્દીઓને બહાર કાઢી લીધા બાદ આગની જાણકારી મળી.

પાલઘરના જીલ્લાધિકારી માનિક રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ICU વોર્ડમાં કુલ ૧૬- ૧૭ દર્દીઓ એડમિટ હતા, તેમાંથી ૪ દર્દીઓ આગ લાગ્યા પછી પોતાની જાતે જ વોર્ડની બહાર આવી ગયા. બહાર આવી ગયેલ દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે જયારે બીજા નોન ICU દર્દીઓ પણ સ્વસ્થ છે. આ સાથે જ ધીરે ધીરે તમામ દર્દીઓને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

મૃત્યુ પામેલ દર્દીઓની યાદી:

image source

આ દુર્ઘટનામાં પોતાના નજીકના સંબંધીને ગુમાવી દેનાર સુમન ગુસ્સામાં જણાવે છે કે, ‘આ હોસ્પિટલમાં લીફ્ટ છેલ્લા બે દિવસથી બંધ છે. ICU વોર્ડમાં આગ પર નિયંત્રણ મેળવવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આગ લાગી ગયા પછી દેદીઓને બહાર લાવવાના પ્રયત્ન કરવાને બદલે બહાર ઉભા રહીને જ બધો તમાશો જોઈ રહ્યા હતા. હોસ્પિટલને અમારી કોઈ ચિંતા જ નથી, બધા જ ફક્ત પૈસા બનાવવામાં લાગી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version