લોકડાઉન બાદ બહાર ફરવા જવાનો કરી રહ્યા છે પ્લાન? તો આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહિં રહે કોરોનાનો પણ ડર

કોરોનાવાયરસ ની બીજી લહેર ના કારણે ભારતમાં કોરોના થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. સાથે જ દરરોજ આવતા મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જો કે હાલના સમયમાં કોરોનાવાયરસ થી પ્રભાવિત લોકોની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે. થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો લાખોમાં હતો તે હવે હજારોમાં આવી રહ્યો છે.

image source

દેશમાં અનેક રાજ્યો અને શહેરોમાં લગાવવામાં આવેલા લોકડાઉન માં પણ હવે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે જો તમે આ સમયગાળામાં બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમુક એવી બાબતો પણ છે જેના વિશે તમારે સજાગ રહેવાની જરૂર છે. કારણ કે હવે ધીમે ધીમે જનજીવન પાટે ચઢી રહ્યું છે. પરંતુ આપણે એ બિલકુલ ન ભૂલવું જોઈએ કે કોરોના હજુ પણ આપણી વચ્ચે જ છે.

માસ્ક જરૂર પહેરવું

image source

તમે કોઈપણ જગ્યાએ ફરવા જવાના હોય તો એક વાત તો નક્કી કરી રાખવી જોઈએ કે તમારે માસ્ક પહેરવા નું છે જ. તમારે એવું માસ્ક પહેરવું જોઈએ જે તમારા નાક અને મોઢાની ચારેબાજુએ વ્યવસ્થિત રીતે ઢંકાઇ જાય. જેથી વાઈરસ તમારા શરીરમાં પ્રવેશ ન કરી શકે. તમે ઈચ્છો તો ડબલ માસ્ક પણ પહેરી શકો છો. કારણકે ડબલ માસ્ક સિંગલ માસ્ક ની સરખામણીએ વધુ સુરક્ષા આપે છે. તે ઉપરાંત અમે તમારી સાથે એક બે વધારાના માસ્ક પણ રાખી શકો છો.

હાથ મોજા પહેરવા પણ જરૂરી

image source

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોટાભાગની બીમારીઓ આપણા હાથ દ્વારા જ ફેલાય છે. ત્યારે આપણે આપણા હાથને સુરક્ષિત રાખવા પણ જરૂરી છે. અને તેમાં આપણી સહાયતા હાથમોજા કરી શકે છે. તમે યાત્રા દરમિયાન તમારા હાથમાં હાથ મોજા પહેરી શકો છો. જેથી કરીને તમે કોઈ પણ અજાણી જગ્યાએ સ્પર્શ કરો તો તમને રોગથી સંક્રમિત થવાની શક્યતા ઓછી રહેશે. જોકે હાથ મુજબ રહેતા સમયે પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સમયાંતરે હાથમોજા બદલી નાખવા.

હાથ વારંવાર ધોવા

યાત્રા કરવા દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે તમારા હાથને સાબુથી વ્યવસ્થિત ધોઈને સ્વચ્છ રાખો. જો તમે બહાર જવાની તૈયારી કરી રહ્યા હોય તો ભૂલ્યા વિના તમારી સાથે સાબુ કે હેન્ડ વોશ અચૂક લેવું.

image source

સોશ્યલ ડિસ્ટનસ જાળવી રાખવું

મોટાભાગના લોકો જ્યારે બહાર ફરવા જાય છે ત્યારે મૂળભૂત નિયમો ભૂલી જાય છે. ત્યારે હાલમાં કોરોનાવાયરસ ને લઈને બહાર પાડવામાં આવેલા નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જરૂરી છે. ત્યારે તમે બહાર જાવ એટલે ભીડભાડવાળી જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

image source

વેકસીનેશન પણ કરાવી શકાય

જો તમે બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે યાત્રા કરતા પહેલા કોરોના વેક્સિન પણ લઈ શકો છો. મોટાભાગના કેસોમાં વેક્સિંગથી ઘણો ફાયદો થયો છે. એટલે ડર્યા વિના કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન અચૂક લેવી. જો કે વેકસીન લીધા બાદ પણ તમારે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!