લગ્ઝરિયસ હોટેલને પણ ટક્કર મારે એવી સુવિધાઓવાળુ દેશનું પ્રથમ આર્યુવેદિક કોવિડ કેર સેન્ટર બન્યુ અમદાવાદની નજીક

રાજકોટમાં બન્યું દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર – કોઈ લગ્ઝરિયસ હોટેલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. રશિયા દ્વારા કોરોના વાયરસને ડામવા માટે વેક્સિન પણ શોધાઈ ગઈ છે પણ તે કેટલી કારગર નિવડે છે તે બાબતે હજુ પણ શંકાઓ સેવાઈ રહી છે. અને જ્યાં સુધી આ વાયરસને ડામવા માટે કોઈ નક્કર દવા કે વેક્સિન ન શોધાઈ જાય ત્યાં સુધી માણસ તેની રોગપ્રતિકારક શક્તિ પર જ નિર્ભર છે. આ રોગચાળામાં આયુર્વેદિક ઉકાળાઓ માણસની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ કારગર સાબિત થયા છે.

image source

અને આ બધા વચ્ચે એક સારા સમાચાર એ મળ્યા છે કે ગુજરાતના રાજકોટ ખાટે એક અત્યાધુનિક આયુર્વેદિક કોવિડ સેન્ટર ખોલવામા આવ્યું છે જેમાં દાખલ થનાર દર્દીને કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગાંધીનગરથી ગત શનિવારે આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઇ-લોકાર્પણ કરાયું હતું. રાજોકટમાં ખોલવામા આવેલું દેશનું આ સૌપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. અને તેના લોકાર્પણ વખતે મુખ્યમંત્રી દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓની રોગપ્રિતકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામા આવશે. આ આયુર્વેદિક કોવિડ સેન્ટરમાં દર્દીને ફાઈવ સ્ટાર હોટેલ જેવી અત્યાધુનિક અને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

image source

અહીંની બેઠકો, અહીંની પથારીઓ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવા જ હશે તેમજ અહીં પણ કોઈ હોટેલમાં આપવામા આવે તેવી ટેલિવિઝન તેમજ ટેલિફોનની સુવિધા પણ દર્દીને મળશે.

કોરોના સંક્રમણથી દર્દીઓને સાજા કરવામાં સેન્ટર ભજવશે મહત્ત્વની ભૂમિકા

image source

ઉપર જણાવ્યું તેમ હાલ કોરોના સંક્રમીત દર્દીઓ પોતાની ઇમ્યુન સિસ્ટમ પર જ નિર્ભર છે. તેમની રોગપ્રતિકારક શક્તિ જેટલી મજબૂત તેટલું જ તેમનુ શરીર કોરોના વાયરસનો પ્રતિકાર કરવા સક્ષમ બનશે. કોરોનાની આ મહામારીમાં આયુર્વેદિક દવાઓ તેમજ યોગાસનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે એ વાત સાબિત થઈ છે કે આ મહામારીમાં કેટલાક યોગાસનો જેવા કે પ્રાણાયામ, તેમજ સૂર્યનમસ્કાર ઘણા મદદરૂપ સાબિત થયા છે.

image source

આ ઉપરાંત આયુર્વેદમાં દર્શાવવામાં આવેલા આયુર્વેદિક ઉકાળાઓ, તેમજ આયુર્વેદિક દવાઓ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર સારી અસર પાડી રહી છે. અને આવા સંજોગોમાં નિર્માણ પામેલી આ આયુર્વેદિક કોવિડ હોસ્પિટલ ખરેખર કોરોના સંક્રમિત લોકોને સાજા કરવા માટે ઘણી મહત્ત્વની સાબિત થશે. અહીં સ્વસ્છ-સ્વસ્થ વાતાવરણમાં રહેવા માટેનું આઇસોલેશન સેન્ટર ઉપલબ્ધ છે

આ સેન્ટર અંગે રાષ્ટ્રીય કામધેનું આયોજના ચેરમેન વલ્લભ કથીરિયા જણાવે છે કે અહીં દર્દીને દાખલ કરવામાં આવશે. અહીં દર્દીને હોસ્પિટલમાં મળતું બંધિયાર વાતાવરણ નહીં મળે પણ કોરોના દર્દીઓને જેમ હોમ આઇસોલેટ કરવામાં આવે છે તેમ અહીં તેમને સારું વાતાવરણ પુરુ પાડીને આઇસોલેટ કરવામાં આવશે.

image source

એક ઓરડામાં માત્ર બે જ પથારી

અહીં કોવિડની તપાસની દરેક પ્રક્રિયામાંથી દર્દીને પસાર કવરામાં આવશે. તે અહીં આવશે અહીં તેનું ચેકઅપ કરવામાં આવશે અને જો તે પોઝિટિવ હશે તો તેને દાખલ કરવામા આવશે. અહીં એક રૂમમાં માત્ર બેજ પથારીઓ રાખવામા આવી છે. તેમજ દર્દીએ રૂમમાં જ રહેવાનું રહેશે અહીં દર્દીને સવારનો નાશ્તો, બપોર તેમજ સાંજનું ભોજન પહોંચાડી દેવામા આવશે. તે ઉપરાંત તેમની ઇમ્યુનીટીને વધારવા માટે દિવસ દરમાયન તેમને આયુર્વેદિક દવાઓ તેમજ ઉકાળાઓ પણ આપવામાં આવશે.

શું હશે આ કોવિડ આયુર્વેદિક સેન્ટરમાં રહેવાનો ખર્ચ

image source

મળેલી માહિતી પ્રમાણે અહીં સ્પેશિયલ રૂમ માટે દર્દીએ 4500 રૂપિયા ખર્ચવાના રહેશે. અહીં દર્દીઓને યોગ કરાવવા માટે યોગ શીક્ષક પણ આવશે. આ ઉપરાંત મેન્ટલ કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ નિયમિત રોજ પ્રાણાયમ કરાવવામાં આવશે. આ સિવાય નિષ્ણાત આયુર્વેદ ડો. દર્દીને ટીપ્સ આપતા રહેશે. અને જ્યાં સુધી દર્દીનો રીપોર્ટ નેગેટિવ ન આવે ત્યા સુધી તેમને અહીં રાખવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત