રશિયામાં ટીવી પર ‘બાહુબલી 2’ પ્રસારિત થઈ, વાંચો યુઝર્સે કેવા પૂછ્યા રસપ્રદ સવાલો

આજે જ્યાં આખી દુનિયા કોરોના વાયરસ સંક્રમણ સામે લડત આપી રહ્યા છે. ત્યારે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે ફરજીયાતપણે ઘરમાં રહેવા માટે મજબુર બનેલ લોકોનું મનોરંજન કરવા માટે ક્યાંક જુના શોઝ્નું ટીવી પર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે

image source

ત્યારે રશિયાથી એક ખાસ સમાચાર આવે છે આ સમાચાર કઈક આવા છે કે, સાઉથ ફિલ્મોના ફેમસ ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’એ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું છે. ફિલ્મ ‘બાહુબલી’ તેલુગુ અને ઇન્ડીયન સિનેમા બાજુ પણ ધ્યાન ખેચ્યું છે. તાજેતરમાં જ ફિલ્મ ‘બાહુબલી’ રશિયામાં ટીવી પર ટેલીકાસ્ટ કરવામાં આવી છે.

૨૮ મે, ૨૦૨૦ના રોજ એમબેસી ઓફ રશિયન ફેડરેશન દ્વારા પોતાના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટ પર ‘બાહુબલી : ધ કનક્લુઝન’ની એક વિડીયો કલીપ પોસ્ટ કરી છે. ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’ને રશિયન ભાષામાં ડબ કરવામાં આવી છે. ફિલ્મ ‘બાહુબલી : ધ કનક્લુઝન’ ની આ વિડીયો કલીપ શેર કરતા ટ્વીટ કરવામાં આવી છે કે, ‘ભારતીય સિનેમા રશિયામાં પણ ખુબ લોકપ્રિય છે. જોઈએ હાલ રશિયન ટીવી પર શું ચાલી રહ્યું છે. ‘ધ બાહુબલી’ રશિયન અવાજમાં.

વિડીયો ક્લીપમાં આ સીન છે.:

image source

એમ્બેસી ઓફ રશિયન ફેડરેશન દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવેલ વિડીયો કલીપમાં ફિલ્મનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. દ્રશ્ય છે, માહિષ્મતી મહેલમાં અમરેન્દ્ર બાહુબલીની પત્ની દેવસેનાને ઝંઝીરમાં ઝકડવામાં આવી છે. રાજા ભ્લ્લાલ દેવના દરબારમાં રાજમાતા શિવગામી, રાજા ભલ્લાલ દેવ હાજર હોય છે અને ત્યારે માહિષ્મતીના સેનાપતિ કે, જેમણે શિવ મંદિર પૂજા કરવા જતી બધી સ્ત્રીઓને ખરાબ ઈરાદાથી સ્પર્શ કરી રહ્યો હતો. ત્યારે દેવસેના જયારે મંદિરમાં જાય છે ત્યારે પણ સેનાપતિ તેની સાથે આમ જ કરવા જાય ત્યારે દેવસેના સેનાપતિની આંગળીઓ કાપી નાખે છે. ત્યારે આ બાબતે અમરેન્દ્ર બાહુબલી દેવસેનાને યોગ્ય ગણાવતા દેવસેનાની છેડતી કરનાર સેનાપતિનું ગળું કાપી નાખે છે.

કેટલાક ઇન્ટરેસ્ટીંગ પ્રશ્નો યુઝર્સ દ્વારા પૂછવામાં આવ્યા.:

ફિલ્મ બાહુબલી: ધ કનક્લુઝન’ના કીરદારોના સંવાદને રશિયન ભાષામાં ડબ કરી દેવામાં આવ્યા છે ત્યારે આવા સમયે આ વિડીયો કલીપ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના કેટલા યુઝર્સ દ્વારા રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્યારે એમ્બસી ઓફ રશિયન ફેડરેશનએ આ બધા જ પશ્નોના જવાબ આપ્યા છે. એક યુઝર દ્વારા પૂછવામાં આવ્યું કે, રશિયામાં ગીત કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે? આ પ્રશ્નના જવાબમાં એમ્બસી ઓફ રશિયન ફેડરેશન કહે છે કે, ગીતોને ફક્ત સબટાઈટલ થી સજ્જ કરી દેવામાં આવ્યા છે.

ત્યારે અન્ય એક યુઝરએ સવાલ કર્યો છે કે, રશિયન ભાષામાં મામાને શું કહેવામાં આવે છે? આ પ્રશ્ન કદાચ એટલા માટે પૂછવામાં આવ્યો કારણ કે, ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’માં બાહુબલી કટપ્પાને મામા કહીને બોલાવે છે. તો એમ્બસી ઓફ રશિયન ફેડરેશન આનો જવાબ આપે છે કે, રશિયન ભાષામાં મામાને ‘ડીયાડીયા’ કહીને બોલાવવામાં આવે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ બાબતને રશિયા અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતા સાથે જોડે છે. ખાસ વાત એ છે કે, રશિયામાં રાજ કપૂર અને મિથુન ચક્રવર્તી પણ સમયમાં ખુબ લોકપ્રિય બન્યા છે.

image source

જાણવા જેવી વાત છે કે, ૨૮ એપ્રિલ, ૨૦૧૭ના રોજ રીલીઝ કરવામાં આવેલ આ ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ રૂપિયા છે. જયારે આ ફિલ્મ રીલીઝ થઈ ગયા પછી ફિલ્મ ‘બાહુબલી : ધ ક્ન્ક્લજ્ન’ ૧૮૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’નું શુટિંગ તેલુગુ અને તમિલ ભાષામાં કરવામાં આવ્યું હતું જયારે હવે ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’ને હિન્દી, કન્નડ, ચાઇનીઝ, જાપાનીઝ અને મલયાલમ ભાષામાં ડબ કરેલ મળે છે ત્યારે હવે આ ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’ ને રશિયન ભાષામાં પણ ડબ કરી દેવામાં આવી છે.

image source

ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’ન ત્રણ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા છે. પહેલો એવોર્ડ ‘બેસ્ટ પોપ્યુલર ફિલ્મ’, બીજો એવોર્ડ ‘બેસ્ટ સ્પેશીયલ ઈફેક્ટ’ અને હવે ત્રીજો એવોર્ડ ‘બેસ્ટ સ્ટંટ કોરિયોગ્રાફર એવોર્ડ’ આપવામાં આવ્યા છે. ફિલ્મ ‘બાહુબલી: ધ કનક્લુઝન’માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા ક્રિશ્નન અને સત્યરાજ મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત