ગુજરાતના બે વિશ્વપ્રસિદ્ધ જલારામ મંદિર અને બહુચરાજીમાં દર્શન કરવા માટે ભક્તોએ કરવું પડશે આ કામ…

અનલોક 1ના બીજા તબક્કામાં સરકારે આમ તો ગત 8 જૂનથી જ ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ તેમ છતાં રાજ્યના કેટલાક પ્રખ્યાત દેવસ્થાનોએ 8 જૂનથી મંદિરો ખોલવાને બદલે 15 જૂનથી દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવાનું નક્કી કર્યું હતું.

image source

આ મંદિરમાં વીરપુરના પ્રખ્યાત જલારામ મંદિર અને શક્તિપીઠ એવા બહુચરાજીનો સમાવેશ થાય છે. આ મંદિરો આજે એટલે કે 15 જૂનથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. પરંતુ આ મંદિરોની સ્થિતિ અને વ્યવસ્થા અન્ય કરતાં અલગ જ જોવા મળી હતી.

વિશ્વભરમાં પ્રખ્યાત એવા જલારામ બાપાના મંદિરે આજથી શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પરંતુ આજે પહેલા દિવસે અહીં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે ભગવાનના આ ધામના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા છે તે વાત સામે આવ્યા બાદ આગામી દિવસોમાં ભક્તોનો ધસારો વધે તો તેના માટેની વ્યવસ્થા પણ આજથી શરૂ કરવામાં આવી છે.

image source

જલારામ મંદિર ખાતે દર્શન કરવા આવનાર લોકોએ હવેથી દર્શન કરવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા દરેક ભક્ત માટે ફરજીયાત કરવામાં આવી છે. જલારામ મંદિરમાં દર્શન માટે જેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલું હશે તેને ટોકન આપવામાં આવશે. મંદિરની વ્યવસ્થા અનુસાર અહીં એક દિવસમાં 50 લોકોને જ દર્શન માટે ટોકન આપવામાં આવશે. જેનો સીધો અર્થ એ થાય છે કે મંદિરમાં સામાજિક અંતર જળવાય તે રીતે 50 લોકોનું ગૃપ દર્શન કરી લેશે ત્યાર બાદ અન્યને મંદિર પ્રવેશ આપવામાં આવશે.

image source

આ સિવાય મંદિરમાં 60 વર્ષ ઉપરની વયના વડિલો અને 10 વર્ષની નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ સાથે જ હવેથી શ્રધ્ધાળુઓએ દર્શન કરતા પહેલા પોતાના મોબાઈલ, પર્સ, બુટ, ચપ્પલ બધું જ મંદિરની બહાર રાખવું પડશે. તમામ વસ્તુઓને અન્ય જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યારબાદ જ લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

અત્યાર સુધી એવું બન્યું નથી કે વીરપુર કોઈ દર્શન માટે જાય અને ભૂખ્યા પાછા ફરે. પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અને હાલ મંદિરના ભોજનાયલય તેમજ પ્રસાદની વ્યવસ્થા પણ બંધ રાખવામાં આવી છે. સરકારના આગામી આદેશ સુધી ભોજનાલય બંધ જ રાખવાનો નિર્ણય મંદિર તરફથી કરવામાં આવ્યો છે.

image source

આ તરફ શક્તિપીઠ બહુચરાજી મંદિર પણ 89 દિવસ બાદ ખોલવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં પ્રવેશ મળશે. દરેક દર્શનાર્થીનું મંદિર બહાર થર્મલ સ્ક્રિનિંગ થશે અને માસ્ક પણ ફરજિયાત પહેરવું પડશે. આ સિવાય લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે લોકોએ પાલન કરવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત