માત્ર 30 હજારમાં મળી રહ્યા છે Honda Activa અને Aviator, જાણી લો ક્યાંથી કરશો ખરીદી અને શું છે આખી પ્રોસેસ

કોરોનાની મહામારીએ આપણને બે વસ્તુનું મહત્વ સમજાવી દીધું છે. એક તો જીવનનું મૂલ્ય અને બીજી કે પોતાનું એક વાહન. જી હાં આ સમય દરમિયાન સામાજિક અંતર જાળવવું જરૂરી હોવાથી મોટા ભાગના પબ્લીક ટ્રાંસપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જે વાહનો ચાલુ હતા તેમાં પણ વધુ પડતા લોકો સાથે પ્રવાસ કરવો જોખમી હતો. તેથી મોટાભાગના લોકો જ્યારે પણ બહાર જતા ત્યારે તેમને જરૂરીયાત જણાતી પોતાના વાહનની.

જો કે લોકોને કોરોના કાળમાં જેમ વ્યક્તિગત વાહનોનું મહત્વ સમજાયુ છે. તેની સાથે આ સમયમાં લોકોને આર્થિક તંગી પણ સહન કરવી પડી હતી. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને બજેટની મર્યાદા નડે છે તેવામાં પોતાનું વાહન ખરીદવું મુશ્કેલ થઈ શકે છે. મોટાભાગના લોકો તેમના મનપસંદ વાહનો ખરીદી શકતા નથી કારણ કે તેમની પાસે એટલું બજેટ હોતું નથી.. આવી સ્થિતિમાં તમારા માટે અહીં દર્શાવેલી માહિતી ઉપયોગી સાબિત થઈ શકે છે.

image source

આજે તમને એક એવો રસ્તો જણાવીએ જ્યાંથી તમને તમારી પસંદગીનું વાહન મળી જશે અને તે પણ મર્યાદિત બજેટમાં મળશે. જો તમારે પણ મર્યાદિત બજેટમાં વાહન ખરીદવું હોય તો તમારે કાર્સ 24 વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. જ્યાં તમને મર્યાદિત બજેટમાં સારા વાહનો સરળતાથી મળી શકશે.

હોન્ડા એક્ટિવા – કાર્સ 24 વેબસાઇટ પર ઉપલબ્ધ હોન્ડા એક્ટિવાની કિંમત ફક્ત 29,000 રૂપિયા છે. તે 2013 નું એક મોડેલ છે. વેબસાઇટ પરથી આ સ્કૂટર માટે ખરીદનારને 12 મહિનાની ગેરેંટી પણ આપવામાં આવી રહી છે. જો તમારા ખિસ્સાને પરવળે તેવા ભાવ સાથે વધુ સારી હાલતમાં કોઈ ટુ વ્હીલર ખરીદવા માંગતા હોય તો તમારા માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે.

image source

હોન્ડા એક્ટિવાની વિગતોની વાત કરીએ તો તે સફેદ રંગનું છે અને જો તમે આ સ્કૂટર ખરીદો છો તો તમે તેના બીજા માલિક બનશો. આ સાથે આરસી બુક સાથે તેના પહેલા માલિકનો પણ સંપર્ક પણ કરી શકો છો. આ સ્કૂટરનો વીમો પણ છે જે ઓક્ટોબર 2021 સુધી માન્ય રહેશે. આ વાહન ખાલી 14 કિમી ચાલેલું છે

એવિએટર -હોન્ડાનું આ બીજું સ્કૂટર કાર 24 વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેનું નામ એવિએટર છે અને તેની કિંમત માત્ર 26 હજાર રૂપિયા છે. આ સ્કૂટર 2014 નું મોડલ છે અને કાર્સ 24 દ્વારા 24 મહિનાની ગેરેંટી આપવામાં આવી રહી છે. જો તમને હોન્ડા ટુ-વ્હીલર્સ ગમે છે તો પછી તમે આ ખરીદી શકો છો.

image source

આ પણ સફેદ રંગનું સ્કૂટર છે અને તે ફક્ત 31,800 કિમી ચાલેલું છે. જો તમે તેને ખરીદો છો તો પછી તમે તેના ત્રીજા માલિક બનશો. જો કે તેનો વીમા સમાપ્ત થઈ ગયો છે જે તમારે ફરીથી મેળવવો પડશે. પરંતુ તેના માલિક પાસેથી તેની આર.સી બુક મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!