અહીં ખૂબ જ સસ્તી કિંમતે મળી રહ્યા છે ખાસ એયર બડ્સ, જાણી લો કિંમત પણ

સ્માર્ટફોનનું ચલણ વધતા હવે નવયુવાનોમાં હેન્ડ્સ ફ્રી, એયર ફોન અને એયર બડ્સનું પણ બહુ ચલણ વધ્યું છે. ખાસ કરીને કામકાજમાં વધુ સમય માટે વ્યસ્ત રહેતા લોકો માટે જેઓને વારંવાર ફોનમાં વાત કરવી જરૂરી હોય છે અને વ્યસ્ત હોવાને કારણે તેમના હાથ વડે ફોન કાન સુધી લંબાવવો મુશ્કેલ ભર્યો હોય તેવા લોકો માટે હેન્ડ્સ ફ્રી, એયર ફોન અને એયર બડ્સ બહુ કામની વસ્તુ છે.

વળી,ઇલેક્ટ્રોનિક બજારમાં હેન્ડ્સ ફ્રી, એયર ફોન અને એયર બડ્સની અલગ અલગ કંપનીની અને અલગ અલગ વિશેષતા ધરાવતી અઢળક વેરાયટીઓ જોવા મળે છે. ગ્રાહકોને આ વિકલ્પોમાંથી એકની પસંદગી કરવી મુશ્કેલી ભર્યું કામ છે. ત્યારે જો તમારે પણ સારી ક્વોલિટીની એયર ફોન અને એયરબડ્સની ખરીદી કરવી હોય અને અઢળક વિકલ્પોમાંથી તમારે એકની પસંદગી કરવાની હોય તો અમે તમને તેમાંથી અમુક સારા વિકલ્પની વાત કરીશું જેમાંથી તમે તમારા માટે સારી એયર બડ્સ કે એયર ફોન પસંદ કરી શકશો.

Ambrane Stringz 38

આ એયર ફોનનું સાઉન્ડ એકસ્પિરિયન્સ જબરદસ્ત છે. નવા અને બદલાવેલા સ્પીકર તમને રિયલ ઓડિયો એકસ્પિરિયન્સનો અનુભવ કરાવે છે. આ એયર ફોન સિલિકોન એયર ટિપ્સ સાથે આવે છે જેનાથી તમને પોડકાસ્ટ અને લાંબી વાતચીત સાંભળવામાં કારગર નીવડશે.

image source

Realme Buds Q2

તાજતરમાં જ લોચ કરવામાં આવેલ Realme Buds Q2 સેલમાં 1000 રૂપિયાની છૂટ સાથે ખરીદવા માટે ઉપલબ્ધ છે. આ એક્ટિવ નોઈઝ કેંસિલેશન ફીચર સાથે આવે છે અને કંપની તેમાં 28 કલાક સુધીની બેટરી લાઈફ આપવાનો દાવો કરે છે. આ એયર બડ્સ સેલમાં તમને 2499 રૂપિયામાં મળી જશે. જ્યારે તેની સામાન્ય કિંમત 3499 રૂપિયા છે.

Samsung Galaxy Buds Plus

8000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ સેમસંગ ગેલેક્સી બડ્સ + 5990 રૂપિયામાં સેલમાં મળી.જશે. આ સારી કોલિંગ ક્વોલિટી .અંતે એકેજી ટ્યુન ડ્રાઇવરો અને 3 માઇક્રોફોન સિસ્ટમ સાથે મળે છે. Samsung Galaxy Buds Plus 5990 રૂપિયામાં મળે છે જ્યારે તેની સામાન્ય કિંમત 13990 રૂપિયા છે.

image source

OnePlus Bullets

OnePlus Bullets વાયરલેસ Z બાસ સંસ્કરણ 1999 રૂપિયામાં Amazon sale માં મળી રહ્યા છે. આ કવિક સ્વીચ, કવિક પેયર, મેગ્નેટિક કન્ટ્રોલ અને 17 કલાક સુધીની બેટરી લાઈફ જેવી સુવિધાઓ સાથે આવે છે. OnePlus Bullets અમેઝોન સેલમાં 1999 રૂપિયામાં ઉપલબ્ધ છે જ્યારે તેની સામાન્ય કિંમત 2190 રૂપિયા છે.

Oppo Enco M31

1200 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ, Oppo Enco M31 અમેઝોન સેલ પર 1790 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ એયર બડ્સ એક લચકદાર નેક બેન્ડ સાથે મળે છે અને કંપની તેમાં 12 કલાકની બેટરી લાઇફનો દાવો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!