Site icon News Gujarat

આ દિવસોમાં હનુમાનજીની પૂજા કરવાથી બધી જ સમસ્યાઓ ચપટીમાં થઇ જાય છે દૂર, જાણો તમે પણ

મિત્રો, પ્રવર્તમાન સમયમાં ભાગ્યે જ કોઈ એવુ ઘર હશે કે, જ્યા દેવી-દેવતાઓની પૂજા કરવામા ના આવતી હોય. દરેક વ્યક્તિ ઈશ્વરની અસીમ કૃપા મેળવવા માટે દરરોજ ભગવાનનુ પૂજન-અર્ચન કરે છે પરંતુ, તમે કોઈપણ વારે દેવી-દેવતાની પૂજા કરો તેમ ના ચાલે. દરેક દેવી-દેવતાની પૂજા કરવા માટે એક વિશેષ દિવસ નક્કી થયેલો છે.જો તે મુજબ પૂજા પાઠ કરવામાં આવે તો તેમના આશીર્વાદ તમને અવશ્યપણે પ્રાપ્ત થાય છે.

image soucre

એવુ કહેવામા આવે છે કે, બજરંગબલીની પૂજા કરવાથી તમારા દરેક દુ:ખ-દર્દ હમેંશા દૂર થઇ જાય છે પરંતુ, જો તેમની પૂજા શાસ્ત્રીય વિદ્ધિ અનુસાર અમુક નિશ્ચિત દિવસોએ કરવામા આવે તો તમને તેનુ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો આ અંગે આજના આ લેખમા આપણે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

image soucre

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ નિશ્ચિત દિવસ દરમિયાન જે કોઈપણ સાચા મનથી પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરે છે તેમને ભૂતપ્રેત,શનિની ખરાબ દશા,ખરાબ સપના અને અકસ્માતો સામે રક્ષણ મળે છે. આજે અમે તમને અમુક આવા દિવસો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે બજરંગબલીની પૂજા માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જાણીએ.

image soucre

બજરંગબલીના પૂજન-અર્ચન માટે મંગળવારનો દિવસ અત્યંત શુભ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, આ દિવસે જે કોઈપણ બજરંગબલીની પૂજા કરે તેમને મંગલદોષની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને ગ્રહદોષમાંથી શાંતિ મળે છે. દરેક કાર્યમા તમને સફળતા મળે છે અને કરજમાંથી પણ મુક્તિ મળે છે.

image soucre

આ ઉપરાંત શનિવાર પણ બજરંગબલીની પૂજા માટે ખુબ જ સારો દિવસ માનવામા આવે છે. જો આ દિવસે બજરંગબલીનુ પૂજન-અર્ચન કરવામા આવે અને તેની સાથે સુંદરકાંડ પાઠ પણ કરવામા આવે તો તમને તેનુ ફળ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજા સમયે બજરંગબલીને સરસવનુ ઓઈલ ચડાવવું ખુબ જ લાભદાયી ગણવામા આવે છે.

image soucre

આ સિવાય જો માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પર બજરંગબલીનુ વ્રત કરવામા આવે તો તમને દરેક કાર્યમા વિશેષ સફળતા પ્રાપ્ત થવા લાગે છે. અધૂરા કાર્યો પણ જલ્દી પૂરા થવા લાગે છે. આ દિવસે બજરંગબલીનું પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળશે.

image soucre

આ ઉપરાંત હનુમાન જયંતી એ બજરંગબલીના પૂજન માટે એક ખાસ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે.અમુક રાજ્યોમા આ પર્વ ચૈત્ર શુક્લ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે, પૂર્ણિમા અને અમાસના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી પણ લાભ થાય છે. આ દિવસે પૂજા કરવાથી ભય, ચંદ્રદોષ, દેવદોષ, માનસિક અશાંતિ,ભૂત અને પિશાચથી રક્ષણ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version