Site icon News Gujarat

આ ખરો પ્રાણી પ્રેમ, બકરાના મોત પછી માણસોની જેમ થઈ અંતિમ સંસ્કાર વિધિ, બારમું પણ કરાયું

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ તેમના પાલતુ પ્રાણીઓની બાળકોની જેમ સંભાળ રાખે છે. તેમને બાળકની જેમ સાથે રાખે છે. પરંતુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આ પ્રાણીઓ તમને છોડીને જતા રહે છે. યુપીના કૌશામ્બીમાં રહેતા એક વ્યક્તિએ પોતાના પાલતુ બકરાના મોતને યાદગાર બનાવી દીધું. અહીં રહેતા એક પ્રાણીપ્રેમીની બકરીનું મૃત્યુ થતાં તેણે બકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર કોઈપણ માનવીની જેમ કરવામાં આવ્યા હતા.

વાત જાણે એમ છે કે ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાંથી બકરીના અંતિમ સંસ્કારનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બકરાના મૃત્યુ બાદ તેના માલિકે હિંદુ રીતિ-રિવાજ મુજબ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઉપરાંત બકરાના આત્માની શાંતિ માટે બ્રાહ્મણ ભોજનું પણ આયોજન કરવામાં આવશે.

બકરી માટેનો પ્રેમ જોઈ હેરાન છે લોકો

આ ઘટના સામે આવ્યા પછી ઘણા લોકો ચોંકી ગયા છે, જ્યારે ઘણા લોકો વ્યક્તિના પ્રાણી પ્રેમને જોઈને ભાવુક થઈ રહ્યા છે. કૌશામ્બી જિલ્લાના સિરાથુ તાલુકા હેઠળના સાયરા મીઠાપુર નિહાલપુર ગામના રહેવાસી રામપ્રકાશ યાદવ હોમગાર્ડ તરીકે કામ કરે છે. તેઓ મુખ્ય વિકાસ અધિકારીની ઓફિસમાં પોસ્ટેડ છે. રામપ્રકાશ યાદવે પોતાના ઘરે એક બકરો પાળ્યો હતો. તે બકરાને પોતાના પુત્રની જેમ પ્રેમ કરતો હતો. બકરો પણ પોતાના ઘરમાં રહેતા બધા સાથે ભળી ગયો અને ખૂબ પ્રેમથી રહેતો હતો . રામપ્રકાશે આ બકરાનું નામ કલ્લુ પાડ્યું હતું

બકરાના અવસાનથી તૂટ્યો દુઃખોનો પહાડ

રામપ્રકાશના પરિવારના સભ્યો પણ કલ્લુ બકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ કારણે તેની વૃદ્ધાવસ્થા બાદ પણ પરિવાર બકરાને કસાઈને વેચવા માંગતો ન હતો. આ કારણે તેણે બકરાને પોતાની પાસે રાખ્યો હતો. આ પછી બકરો બીમાર થઈ ગયો. રામપ્રકાશએ તેને દવા કરાવી પરંતુ શુક્રવારે સવારે અચાનક બકરાનું મૃત્યુ થયું. કલ્લુના મૃત્યુથી પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો.

આ પછી રામપ્રકાશનો પરિવાર બકરાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો. પરિવારે ગ્રામજનો સાથે મળીને સૌપ્રથમ બકરાની અંતિમયાત્રા કાઢી હતી. ત્યારબાદ રામપ્રકાશ તેને પોતાના ખેતરમાં લઈ ગયા અને હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા. રામપ્રકાશે શુદ્ધિકરણ માટે માથે મુંડન કરાવ્યું અને તેના પર ડાઘા પાડ્યા. રામપ્રકાશે કહ્યું કે તે બકરાનું તેરમું પણ કરશે.

Exit mobile version