Site icon News Gujarat

બોલિવૂડને મોટો ફટકો, ૪૦ હજારથી વધારે ગીત ગાનાર દિગ્ગજ સિંગર કોરોના સામે હાર્યા, નિધન થતાં ખળભળાટ

કોરોના સામાન્ય માણસ સાથે સાથે નેતા અને અભિનેતાઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. અત્યાર સુધીમાં અનેક નેતા અને અભિનેતા કોરોના ચેપના કારણે નિધન થયા છે. ત્યારે હવે વધારે એક બોલિવૂડ સેલિબ્રિટી કોરોનાને કારણે સ્વર્ગવાસ થઈ છે. બોલિવૂડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે. તેઓ ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. જે હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાંથી ગુરૂવારના સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ કે તેમની સ્થિતિ ઘણી જ ખરાબ છે.

image source

બોલિવૂડ જગતમાં શોકનો માહોલ

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અને બોલિવૂડની મોટી મોટી હસ્તીઓએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ગત 5 ઑગષ્ટના તેમને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમણે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતુ કે તેમને ખાસ લક્ષણો નથી. ઉલ્લેખનીય છે કે બાલા સુબ્રમણ્યમને સલમાન ખાનના અવાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સલમાનના અનેક હિટ ગીતો ગાયા છે.

image source

સલમાન ખાને કર્યું ટ્વીટ

ગુરૂવારના તેમની હાલત ઘણી જ ગંભીર હોવાના સમાચાર બાદ સલમાન ખાને તેઓ જલદી ઠીક થાય તેવી પ્રાર્થના કરી હતી. સલમાન ખાને ટ્વીટ કર્યું હતુ કે, ‘બાલા સુબ્રમણ્યમ સર, તમે જલદી સાજા થાઓ તે માટે હ્રદયપૂર્વક સંપૂર્ણ તાકાત અને દુઆ આપું છું. તમે જે પણ મારા ગીતો ગાયા છે તેને ખાસ બનાવવા માટે આભાર, તમારો દિલ દીવાનો હીરો પ્રેમ, લવ યૂ સર.’ એસપી બાલા સુબ્રમણ્યમ જ્યારે કોરાનાથી સંક્રમિત થયા હતા તો તેમણે એક વિડીયો શેર કર્યો હતો.

ફેન્સને કહ્યું હતું કે ચિંતા ન કરો હું સાજો થઈ જઈશ

આ વિડીયોમાં તેમણે જણાવ્યું હતુ કે તેમને ખાસ પરેશાની નથી, પરંતુ પરિવારના કહેવા પર એડમિટ થયા છે. તેમણે ફેન્સને કહ્યું કે ચિંતા ના કરે તેઓ જલદી ઠીક થઈને આવશે. ત્યારબાદ તેમની હાલત સતત બગડતી રહી. તો 14 સપ્ટેમ્બરના તેમના દીકરા તરફથી અપડેટ હતી કે તેમની હાલતમાં સુધારો છે. પરંતુ હવે તેઓ કોરોના સામે હારી ગયા અને દેહત્યાગ કર્યો છે.

૪૦ હજારથી વધારે ગીતો ગયા

એસપી બાલા સુબ્રમણ્યમે 16 ભારતીય ભાષાઓમાં લગભગ 40 હજારથી વધારે ગીતો ગાયા છે. તેમને પદ્મશ્રી (2001) અને પદ્મભૂષણ (2011) જેવા સન્માનો સહિત અનેક એવૉર્ડ્સ પણ મળે છે. એસપી બાલા સુબ્રમણ્યમે પહેલા હિંદી ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ (1981)માં કામ કર્યું હતુ. આ ફિલ્મ માટે તેમને નેશનલ ફિલ્મ એવૉર્ડ ફૉર બેસ્ટ મેલ પ્લેબેક સિંગર એવૉર્ડ મળ્યો હતો. 1989માં તેમણે સલમાન ખાન માટે ગીતો ગાવાનું શરૂ કર્યું હતુ. હવે આ હસ્તીનો માત્ર અવાજ જ દુનિયા સાથે ગુંજશે. લોકો તેમના અવાજ અને ગાયકીના કારણે આ દિગ્ગજને હમેંશા યાદ રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version