ભાઇ..ભાઇ.બાલાજીના માલિકની દીકરી હેલિકોપ્ટરમાં વિદાય, જાણો કોણ હતો વરરાજા

પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે અનેક પર્યાવરણ પ્રેમી સતત જાગૃતિ અભિયાન ચલાવે છે. તેમાં પણ છેલ્લા એક વર્ષથી જે રીતે કોરોના દેશભરમાં ફેલાયો છે તેવામાં કોરોના પ્રત્યે પણ જાગૃતિ ફેલાવવી જરૂરી થઈ ગઈ છે. આ બંને મહત્વની બાબતોને પોતાના જીવનનો લક્ષ્ય બનાવી અને એક કપલે લગ્ન કર્યા છે. આ કપલે માત્ર કહેવા ખાતર નહીં પરંતુ લગ્નમાં અપાતા વચનોમાં પર્યાવરણ અને કોરોનાને લઈને લોકો જાગૃત કરવાનું પ્રણ લઈ લગ્નમાં આઠમો ફેરો પણ લીધો હતો.

image source

આ ઉમદા અને અનોખા લગ્ન હતા બાલાજી મોટર્સના માલિક બાબુલાલ ગુર્જરની દીકરીના. બાબુલાલ ગુર્જરની દીકરી પૂજાના લગ્ન ભારે ધામધૂમ અને ઉત્સાહ સાથે જમવારામગઢના પાલી ગામના નિવાસી ડો દેવનારાણય ગુર્જરના દીકરા અજયરાજ સાથે કરવામાં આવ્યા હતા.

image source

આ લગ્ન ભારે ધામધૂમથી કરવામાં આવ્યા અને વર અને કન્યાને હેલિકોપ્ટરમાં બેસાડી વિદાઈ આપવા આવી હતી. આ વિદાઈ અને લગ્નને જોવા ગામના જ લોકો નહીં આસપાસના ગામના લોકો પણ પહોંચ્યા હતા. વર અને કન્યાના લગ્ન રાત્રે યોજાયા હતા. વર કન્યાએ શનિવારે મોડી રાત્રે લગ્નના ફેરા ફર્યા. સામાન્ય રીતે તો લગ્નમાં સાત ફેરા ફરવાના હોય છે જેમાં વર અને કન્યા એકબીજાનો સાથ નીભાવવા સહિતના વચનો આપે છે. પરંતુ આ લગ્નમાં વર અને કન્યાએ સાત નહીં આઠ ફેરા ફર્યા હતા.

image source

જી હાં પૂજા અને અજયરાજે સમાજ અને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી અને લોકોમાં જાગૃતિ લાવવા માટે લગ્નમાં આઠમો ફેરો લીધો અને તેના માટે વચન પણ લીધું. અગ્નિની સાક્ષીએ વર અને કન્યાએ સંકલ્પ લીધો કે તેઓ કોરોના વાયરસને લગતા નિયમોનું પાલન કરવા લોકોમાં જાગૃતિ લાવશે અને વધુને વધુ લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરશે. આ સાથે જ તેઓ સ્વચ્છતાને લગતો સંદેશ પણ લોકો સુધી પહોંચાડશે અને જન જનને પર્યાવરણને બચાવવા જાગૃત કરશે.

image source

આઠમો ફેરો સામાજિક જવાબદારી નિભાવવાની વાત સાથે લઈ અને લગ્નના બંધનમાં બંધાયેલા આ દંપતિની વાહવાહી હવે દેશભરમાં થવા લાગી છે. આ લગ્ન હાલ ચર્ચાનો વિષય બની ચુક્યા છે અને આ દંપતિની ભાવના અને તેમના ઉમદા કાર્યના વખાણ જયપુર ગ્રામીણ વિસ્તારના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોક, વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ રાવ રાજેન્દ્ર સિંહ સહિતના અગ્રણીઓએ કર્યા હતા. તેમણે આ દંપતિની પ્રશંસા કરી તેમના આશીર્વાદ પાઠવ્યા હતા.

image source

આ લગ્ન તેના ઠાઠ માઠના કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન બાદ જ્યારે રવિવારે વર અને કન્યાને વિદાય પછી લઈ જવા હેલિકોપ્ટર આવ્યું તો મોટી સંખ્યામાં લોકો તેમને જોવા એકત્ર થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્