બાળકે મોબાઈલમાં 1 કલાક રમી ગેમ, એવડું બિલ આવ્યું કે પિતાને વેચવી પડી કાર

મોબાઈલ ફોન, ખાસ કરીને સ્માર્ટફોન એ આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ભાગ્યે જ કોઈ હશે જે તેને પોતાની પાસેથી દૂર કરવા માંગે છે. તેનું પરિણામ એ છે કે નાના બાળકો પણ માતાપિતાને જોયા પછી તેનાથી ટેવાય ગયા છે. કેટલાક માતા-પિતા બાળકોને મનોરંજન માટે મોબાઈલ પણ સોંપે છે, પરંતુ શું તમે જાણો છો કે બાળકોને મોબાઇલ આપવાનું તેમના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે અને તમને ગંભીર આર્થિક નુકસાન પણ કરી શકે છે.

image source

ખરેખર બ્રિટેનમાં એક પિતાને તેમની કાર વેચવી પડી છે. ફક્ત એટલા માટે કે તેણે લગભગ એક કલાક ગેમ રમવા માટે પોતાનો આઇફોન તેના પુત્રને આપ્યો હતો. જે પછી આઇટ્યુન્સનું 1800 ડોલર (લગભગ 1 લાખ 33 હજાર રૂપિયા) નું બિલ આવ્યું. મોબાઇલમાં ગેમ રમતી વખતે સાત વર્ષના બાળકએ 1.3 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. તેના પિતાને આ અંગેની જાણ જ્યારે ઇમેલ પર બિલની કોપીની આવી ત્યારે પિતાએ આ બિલ ભરવા માટે પોતાની કાર વેચવાની ફરજ પડી હતી.

ધ સનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બ્રિટેનમાં રહેતા ડોક્ટર મહંમદ મુતાસાનો પુત્ર આશાઝ મુતાસાએ રાઇઝ–ફ-બર્ક (Rise-of-Berk)નામની ગેમ રમી હતી. આ દરમિયાન તેણે ઘણા મોંઘા ટોપ અપ્સ ખરીદ્યા. જ્યારે બિલ ઇમેઇલ પર પહોંચ્યુ ત્યારે ડોક્ટર પિતામા હોંશ ઉડી ગયા હતા, જે તેની પત્ની ફાતિમા અને પુત્ર આશાઝ અને પુત્રી અરિફા અને આલિયા સાથે રહે છે. તેણે જણાવ્યું કે તેના મોબાઈલ પર એક પછી એક 29 સતત ઈ-મેલ આવ્યા. ત્યારે તેને લાગ્યું કે તે કોઈક ઓનલાઇન સાયબર ક્રાઇમનો શિકાર બની ગયો છે.

image source

આ રીતે થયો ખુલાસો

જો કે, જ્યારે તેણે ઉંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે તે સંપૂર્ણ અર્થ સમજી ગયો. આ ઘટનાએ ડો.મહમ્મદને એટલો ખર્ચ કર્યો કે તમે કલ્પના પણ કરી શકતા નથી. કારણ કે તેણે આઇટ્યુન્સ બિલ ભરવા માટે પોતાની કાર વેચવી પડી હતી. પીડિત તબીબે કહ્યું, ‘કંપનીએ બાળક દ્વારા કરેલી આ અજાણતાં ભૂલ બદલ મને લૂંટ્યો, તેઓ મારા બાળકને પણ શિકાર બનાવવામાં સફળ રહ્યા. બાળકોની ગેમ પર આટલા પૈસા ખર્ચ થાય છે તેની મને ખબર નહોતી.

ડો.મહમ્મદે કહ્યું કે જ્યારે તેણે આ આખી ઘટના અંગે એપલને મેઇલ કર્યો ત્યારે કંપની તેને માત્ર 287 ડોલર (લગભગ 21 હજાર રૂપિયા) પરત આપીને હાથ અધર કરી દીધા. એપલ, આટલી મોટી હાઈટેક કંપનીનું આ વળતર ઉંટના મોઢા જીરું સાબિત થયું કારણ કે આ બહાના પછી પણ, બાકીનું બિલ ચૂકવવા તેને પોતાની કાર વેચવાની ફરજ પડી હતી.

આ પહેલો કેસ નથી

બાળકોની ઓનલાઇન ગેમના ચક્કરમાં મોટી રકમ ચૂકવવાનો આ પહેલો કેસ નથી. ભૂતકાળમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યારે બાળકોએ મોબાઈલમાં ગેમ રમતા લોકોને ભારે રકમ ચૂકવવી પડે છે. થોડા સમય પહેલા ચીનમાં એક યુવતીએ 100 બાઉલ નૂડલ્સ મંગાવ્યા હતા. જ્યારે તેને માત્ર એક જ ઓર્ડર આપવાનો હતો. તે જ સમયે, અમેરિકાના ન્યુ યોર્કમાં, એક ચાર વર્ષના બાળકના કારણે 2,618 ડોલરથી વધુની કિંમતનો માલ ખરીદ્યો હતો.

નિષ્ણાતો શું કહે છે

મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકોને લાંબા સમય સુધી મોબાઇલ ફોન આપવાનું યોગ્ય નથી. આ કરવાથી, બાળકમાં તેની વય પ્રમાણે વિકાસ થવો જોઈએ તે વાસ્તવિક વિકાસ, તેમાં થોડોક ઘટાડો આવે છે. આનાથી સીધી અસર બાળકોની આંખો પર પડે છે, તેઓ પ્રારંભિક ચશ્મા, આંખોમાં બર્નિંગ અને શુષ્કતા, થાક જેવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!