9 માસના બાળક માટે પોલીસે, 65 CCTV જોયા, 45 ગામોમાં કરી પૂછપરછ; અંતે 20 કલાકમાં પિતાને કોટામાંથી શોધી કાઢ્યાં

શુક્રવારે રાત્રે એક અજાણી વ્યક્તિ ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં બાળકને મૂકી ગયો હતો. ગૌશાળાના સેવકે આ વિશે પોલીસને જાણ કરી હતી એ બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ વિશે જાણ કરવામાં આવી તથા બાળકના દેખરેખની વ્યવસ્થા કરાઈ. એ પછી બાળકના પરિવારની શોધ માટે 100થી વધુ પોલીસ કામે લાગી ગઈ હતી. બાળકના પરિવારને શોધવા પોલીસે 45 ગામોમાં તપાસ કરી અને, 65 CCTV ફૂટેજ ચેક કરાયા. અંતે બાળકને મૂકી જનાર ગાંધીનગરના જ સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટામાંથી શોધી કાઢવામાં આવ્યા. પણ બાળકનો પિતા સચિન છે કે નહીં અને માસુમ બાળકને રાત્રે આમ મૂકી પાછળ કયા કારણો છે એ વિશે હજી કોઈ માહિતી મળી નથી

image soucre

સમગ્ર ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે, જેને જોતા જ દિવસભરનો થાક ઉતરી જાય એવા માસૂમ બાળકને શુક્રવારે રાત્રે આશરે સાડા 8 વાગ્યે એક યુવક ગૌશાળામાં મૂકી ગયો. ગૌશાળાના સેવકે જાણ કર્યા પછી તરત પોલીસે બાળકની દેખરેખની વ્યવસ્થા કરી અને બાળકના પરિવારજનોની શોધ શરૂ કરી દીધી હતી.એમને આગળ જણાવ્યું કે રાત્રે જ મેડિકલ તપાસ માટે બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. બાળક તંદુરસ્ત છે એ જાણ્યા પછી સૌએ હાશકારો લીધો. નવેક મહિનાના બાળકને માતાની ખોટ સાલે નહીં એ માટે સ્થાનિક કોર્પોરેટર દીપ્તિ પટેલે તેની કાળજી લેવાની શરૂ કરી દીધી.

image soucre

બાળક મળ્યું એ રાતથી જ પોલીસ ટીમેં ગાંધીનગર એસપી મયુર ચાવડાની આગેવાની હેઠળ પબાળકના પરિવારજનોને શોધવા માટેનું મિશન શરૂ કરી દીધું હતું. ગુજરાત તથા અન્ય રાજ્યોમાં ગુમ થયેલા બાળકોની વિગતો મગાવવામાં આવી. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિત કુલ 100થી વધુ પોલીસ જવાનોની ટીમ બાળકનો ફોટો લઈને આસપાસના 45 ગામ ખૂંદી વળીં એટલુ જ નહીં પોલીસે 70 જેટલા સીસીટીવી ફૂટેજ પણ તપાસી લીધા, મોબાઇલ ટાવરનો ડેટા પણ કલેક્ટ કરાયો.આ માસુમ બાળકને જોઈને સોશિયલ મીડિયા પર પણ સૌ ચિંતાતુર બન્યા. બાળક પ્રત્યેની સંવેદના ત્યારે વધુ દેખાઈ જ્યારે દિવસ દરમિયાન 190 પરિવારોએ બાળકને દત્તક લેવાની ઑફર કરી. પોલીસની આટલી દોડાદોડી પછી બાળકને મૂકી જનાર તેના પિતા સચિન દીક્ષિત હોવાનું જાણવા મળ્યું.

image soucre

સચિન દીક્ષિત ગાંધીનગરમાં જ રહે છે અને તે સચિન બાળકને ગૌશાળામાં મુકીને પરિવાર સાથે રાજસ્થાન ભાગી ગયો હતો. તેની સેન્ટ્રો કારમાંથી શિવાંશનો બૂટ મળતા શંકા પાક્કી થઈ. એટલું જ નહીં બાળકનું સાચું નામ શિવાંશ હોવાની પણ જાણ થઈ. એ પછીકોટામાંથી સચિન દીક્ષિતને પકડી પાડવામાં આવ્યો વડોદરાની કંપનીમાં આસિસ્ટંટ મેનેજર તરીકે કામ કરતા સચિનના પરિવારમાં માતા-પિતા, પત્ની અને આશરે 5 વર્ષનું બાળક છે. તેની પત્નીની જીઆઇડીસીમાં પોતાની કંપની છે. સચિનની પત્ની બાળકની માતા નથી એ જાણ થયા બાદ માતા કોણ છે અને કયા કારણોસર બાળકને ગૌશાળામાં છોડી દેવામાં આવ્યું એ વિશે હજી પડદો ઉઠ્યો નથી. સચિન દીક્ષિતને ગાંધીનગર લાવવામાં આવ્યા બાદ આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠશે એવી શક્યતા છે.