Site icon News Gujarat

બાળકને વારંવાર દુખે છે માથું? બાળકની યાદશક્તિ વધારવી છે? તો રોજ કરાવો ઘરે આ આસાન

શું તમારું બાળક બોર્ડની પરીક્ષાથી ડરે છે ? શું તમારા બાળકને થોડું લેશન કરવાથી શારીરિક સમસ્યાઓ થવા લાગે છે ? અથવા અત્યારે ચાલતા કોરોનાના કારણે જો સામાજિક અંતરને અનુસરે તો, બાળક ઘરમાં જ સીમિત રહે છે જે કારણે હતાશા, અસ્વસ્થતા અથવા મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરે છે, જો તમારા બાળકમાં આ સમસ્યા જોવા મળે છે, તો ગભરાશો નહીં. કારણ કે અહીં અમે તમને એવા કેટલાક સરળ યોગ જણાવી રહ્યા છીએ જે બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારશે. બાળકને ભણવામાં રસ વધારશે. તેનો આત્મવિશ્વાસ વધશે અને તેને થતી કોઈપણ શારીરિક સમસ્યા પણ દૂર થશે. સાથે ખુશીની વાત તો એ છે કે આ યોગ કરવા માટે બાળકોને બહાર જવાની પણ જરૂર નથી. આ યોગ તમારા ઘરમાં, ટેરેસ પર અથવા તો ગાર્ડનમાં પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ એ યોગ વિશે જે તમારા બાળકોને શારીરિક અને માનસિક બને રીતે સ્વસ્થ બનાવશે.

બાળકો માટે યોગ મુદ્રાઓ

1. એકાગ્રતા માટે તાડાસન કરો

image soucre

આ આસનથી બાળકોમાં એકાગ્રતા વધે છે. જ્યારે બાળકોમાં એકાગ્રતા વધે છે, ત્યારે તેઓ તેમના આસપાસના વાતાવરણ સાથે જોડાય છે. તે જ સમયે, યોગ કરવાથી બાળકોના શ્વાસમાં કોઈ સમસ્યા થતી નથી. આ યોગ બાળકના શરીરમાં ઉર્જાના સ્તરને વેગ આપે છે. તાડાસન એ બાળકોની લંબાઈ વધારવા માટેના શ્રેષ્ઠ આસનોમાં એક છે.

તાડાસન કરવાની રીત –

2. પરીક્ષાના તણાવને ઘટાડવા માટે વૃક્ષાકાસન

image soucre

પરીક્ષા આવતા બાળકો તણાવમાં આવી જાય છે, જેથી તેઓ આખો દિવસ બેસીને અભ્યાસ કરે છે જેનાથી શરીરમાં દુખાવો થાય છે. વૃક્ષાકાસન કરવાથી શરીર મજબૂત બને છે. આ યોગ કરવાથી બાળકોમાં માનસિક શાંતિ આવે છે. બાળકો ચંચળ હોય છે જેના કારણે તેઓ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોય છે, પરંતુ આ યોગ બાળકોમાં સ્થિરતા લાવે છે. તેથી અભ્યાસનો તાણ પણ ઓછો થાય છે. આ આસન બાળકો માટે શ્રેષ્ઠ છે. બાળકોએ સવારે અને સાંજે આ અભ્યાસ કરવો જોઈએ.

વૃક્ષાકાસન કરવાની રીત –

3. સુસ્તી દૂર કરવા માટે અધોમુખ સ્વાનઆસન

image soucre

આ આસન કરવાથી બાળકોના શરીરમાં રાહત થાય છે. તે જ સમયે, આ આ આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને સુસ્તી દૂર થાય છે. આપણા શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. આપણા હાથ મજબૂત થાય છે. આપણા પગમાં તાકાત આવે છે. જે બાળકોને વાંચતી વખતે ખૂબ જ નિંદ્રા આવે છે, તેમના માટે આ આસન ખુબ જ ફાયદાકારક છે, કારણ કે આ આસન કરવાથી વાંચવા સમયે આવતી ઊંઘ દૂર થાય છે. તે જ સમયે, આ આસન બાળકોના મનને તીવ્ર બનાવે છે. આપણા માથાના વિસ્તારમાં રક્ત પરિભ્રમણ વધારે છે. જેના કારણે આપણા મગજને યોગ્ય ઓક્સિજન મળે છે. આ આસન કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે.
અધોમુખ સ્વાનઆસન કરવાની રીત –

4. બાળકોની પીઠને મજબૂત કરવા ધનુરાસન

image soucre

બાળકો આખો દિવસ અભ્યાસને કારણે બેઠા રહે છે. જેના કારણે તેમની પીઠ પર દબાણ આવે છે. આ આસન બાળકોની પીઠને મજબૂત કરે છે, તેમના હાથને મજબૂત કરે છે. તેમજ તેમના આખા શરીરને લવચીક બનાવે છે.
ધનુરાસન કરવાની રીત

5. બાળકોની પાચન ક્ષમતા જાળવવા માટે અર્ધહલાસન

image socure

બાળકનું પેટ ઘણું નાનું હોય છે. તેઓ જે પણ ખાય છે તેની અસર સીધા તેમના આખા શરીર પર પડે છે. ઘણીવાર વધુ તળેલું, તીખું અથવા જંકફૂડ ખાવાથી બાળકો બીમાર પડે છે અથવા તેમને પેટ સબંધિત સમસ્યા થાય છે. આ આસનથી બાળકોની પાચન ક્ષમતા વધે છે. તે જ સમયે પેટમાં થતા ગેસની સમસ્યા દૂર થાય છે. પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ આસન કરવાથી રક્ત પેટ તરફ ફેલાય છે. જેના કારણે આપણી પાચક સિસ્ટમ ખૂબ જ સારી રીતે કાર્ય કરવામાં સક્ષમ બને છે. આ આસન આપણી પાચક શક્તિને વધારવાની સાથે સાથે આંતરિક સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. આ આસન કરવાથી બાળકોની કમર મજબૂત થાય છે અને શરીરમાં લોહીની અસર વધવાની સાથે મગજમાં લોહીનું પરિભ્રમણ પણ વધે છે. જેના કારણે તાણ અને અસ્વસ્થતા સમાપ્ત થાય છે. આ આસન આંખો માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.

અર્ધહલાસન કરવાની રીત –

6. માથામાં થતા દુખાવાથી છુટકારો મેળવવા માટે હસ્તાસન

image soucre

હસ્તાસન બાળકોના આખા શરીર માટે એક ખૂબ જ ફાયદાકારક આસન છે. આ આસન બાળકોના ચહેરાના સ્નાયુઓને તાણ આપે છે. તે જ સમયે, બાળકોના મગજમાં થતી કોઈ સમસ્યા, લોહીના નબળા પ્રવાહ, માથાનો દુખાવો, અતિશય વિચારસરણી, અભ્યાસનું ટેન્શન લેવું, આ બધી બાબતોથી છુટકારો મળશે. આ આસન બાળકોની કમરને મજબૂત બનાવે છે, સાથે સાથે આપણા આખા શરીરને તાણ-મુક્ત બનાવે છે.

હસ્તાસન કરવાની રીત

બાળકો માત્ર અભ્યાસથી ડર હોતો નથી, પરંતુ તેમના માતાપિતા તેની તુલના સંબંધીઓ અથવા મિત્રોના બાળકો સાથે કરે છે. જેના કારણે બાળકોમાં ચિંતા, તાણ, હતાશા, ડર, ગુસ્સો જેવી સમસ્યાઓ વધવા લાગે છે. આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે બાળકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ ધ્યાન આપવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version