જબરી ચાલાકી: સ્કૂલે ના જવું પડે એ માટે વિદ્યાર્થીઓ આ રીતે કોરોનાનો નકલી પોઝિટિવ રિપોર્ટ કરી રહ્યા છે તૈયાર

લો બોલો બ્રિટનના બાળકો સ્કૂલે ન જવું પડે તે માટે ઓરેન્જ જ્યૂસ અને સૉસમાંથી તૈયાર કરી રહ્યા છે કોરોનાનો નકલી પોઝિટિવ રિપોર્ટ.

નાના બાળકોને શાળાએ મોકલવા એ સૌથી અઘરું કામ છે. જો એમની ઈચ્છા ન હોય તો એમને જબરદસ્તી શાળાએ મોકલવાનું કામ માતા પિતા માટે લોઢાના ચણા ચાવવા જેવું થઈ પડે છે. અને બાળકો પણ ખૂબ જ ઉસ્તાદ હોય છે. સામાન્ય રીતે બાળકો સ્કૂલે ન જવા પેટના દુખાવાનું કે તાવનું બહાનું કાઢે છે પણ બ્રિટનના આ બાળકોની તો વાત જ કઈ જુદી છે. બ્રિટનમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ સ્કૂલે ન જવું પડે તે માટે સંતરાના જ્યૂસથી કોરોનાના ફેક પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે બ્રિટનમાં 6.70 કરોડની વસતી છે અને આ કોરોના મહામારી વચ્ચે હવે ત્યાં સ્કૂલો ખુલી રહી છે. બાળકો ભણવા પણ પહોંચી રહ્યા છે. પણ આ દરમિયાન જો કોઇ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને 14 દિવસની રજા અપાઇ રહી છે. અને બાળકો પણ તેનો ફાયદો ઊઠાવી રહ્યા છે. પણ હાલમાં જ ટીચર્સને જાણવા મળ્યું છે કે બાળકો કોરોનાના રેપિડ એન્ટીજન ટેસ્ટ દરમિયાન સ્વાબને બદલે ઓરેન્જ જ્યૂસનો ઉપયોગ કરે છે.

બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ વિવાદને વધુ વધતા જોઈને જાતે જ લેબમાં તે અંગે તપાસ કરી હતી, જેમાં એમને માલૂમ પડ્યું કે ઓરેન્જ જ્યૂસમાં એસિડિક પદાર્થો હોવાથી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ અંગેની તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે અન્ય ડ્રિન્ક્સ, ટોમેટો સૉસ અને કોકા-કોલાના ઉપયોગથી પણ કોરોનાના રેપિડ એન્ટીજન ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવે છે.

image source

યુનિવર્સિટી કોલેજ, લંડનનાં પ્રો. એન્ડ્રિયા સેલાએ કહ્યું કે કોઇ જાણી જોઇને પ્રોટોકોલ તોડે તો ચોક્કસપણે ખોટું પરિણામ મળે પણ અહીં ખરા અર્થમાં ‘ફૉલ્સ પોઝિટિવ’ નથી, કેમ કે પ્રોટોકોલનું બરાબર પાલન નથી કરાયું. બ્રિટનની હલ યુનિ.ના પ્રોફેસર. માર્ક લોર્ચે કહ્યું કે બફર સોલ્યૂશનથી ધોઇને ‘નકલી’ પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરવો શક્ય છે પણ એકવાર પીએચ વેલ્યુ દેખાડ્યાની થોડી વાર બાદ કિટમાંથી લાઇન ગાયબ થઇ જાય છે.

જો બ્રિટનમાં કોરોનાની વાત કરીએ તો બ્રિટનના આરોગ્ય મંત્રી મૈટ હેનકોકે રવિવારે કહ્યું કે પહેલીવાર ભારતમાં સામે આવેલાં કોરોના વાયરસના ડેલ્ટા એટલે કે બી1.617.2 સ્વરુપ આલ્ફા અથવા કેન્ટ સ્વરૂપ(વીઓસી)થી 40 ટકા વધુ ચેપગ્રસ્ત છે. બ્રિટન સરકારના સિનિયર કેબિનેટ મંત્રીએ એમ પણ કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં તાજેતરમાં વૃદ્ધિ થઈ, એના પાછળ ડેલ્ટા સ્વરુપનો પ્રસાર છે અને આ ડેલ્ટા સ્વરુપે 21 જૂનથી નક્કી કરાયેલા અનલોકની યોજનાને વધુ મુશ્કેલ બનાવી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!