ખુદ પાકિસ્તાનના જ પૂર્વ રાજદ્વારીએ સ્વીકાર્યું કે-બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ભારતે આટલા આતંકીઓને પતાવી દીધા

આખા વિશ્વમાં પાકિસ્તાનની ફજેતી થાય એ કોઈ નવી વાત નથી. ત્યારે વધારે એક વખત આ વાત સામે આવી છે અને આખા વિશ્વમાં અને ખાસ ભારતમાં પાકિસ્તાનના રોવાના દાડા આવ્યાં છે. તો આવો વિસ્તારથી વાત કરીએ કે આખરે આ મોટો ખુલાસો શું છે. તો બન્યું એવું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ એક ટીવી શોમાં સ્વીકાર્યું છે કે 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ પર ભારતની એર સ્ટ્રાઈકમાં 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કબૂલાત એવા પૂર્વ રાજદ્વારીની છે જે ટીવી ચર્ચાઓમાં નિયમિતપણે પાકિસ્તાની સેનાની તરફેણ કરતા આવ્યા છે. ભારતે પાકિસ્તાન પર આ સૈન્ય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બળોના હુમલાના જવાબના ભાગરૂપે કરી હતી. સામાન્ય રીતે પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીઓ કિસ્તાની સૈન્યના જ ગુણગાન ગાતા નજરે પડે પણ આ રાજદ્વારીએ પાકિસ્તાન વિરૂદ્ધ જ આ સનસની ખુલાસો કર્યો છે.

image source

ત્યારે હવે એ વાત જગ જાહેર થઈ ગઈ અને પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ એક ટીવી ચેનલ સાથેના શોમાં સ્વિકાર કર્યો છે કે, 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતાં. હિલાલીનો આ દાવો પાકિસ્તાનના એ દાવાથી તદ્દન વિરૂદ્ધ છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં એક પણ વ્યક્તિ માર્યો ગયો નથી અને ભારતની આ સૈન્ય કાર્યવાહી એકમાત્ર નાટક જ છે. હિલાલી સામાન્ય રીતે ટીવી શોની ચર્ચાઓમાં ભાગ લેતા નજરે પડે છે જેમાં તેઓ મોટાભાગી પાકિસ્તાની સેનાનો જ પક્ષ લેતા નજરે પડે છે. પણ હાલમાં આ પ્રકારે નિવેદન આપતા જોવા મળ્યા હતાં.

image source

ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ ખૈબર પુખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો હવાઈ હુમલો કરી ખુરદો બોલાવી દીધો હતો. પરંતુ પાકિસ્તાને પોતાની આબરૂ બચાવવા ખોટું બોલ્યું હતું કે, જે જગ્યાએ ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો તે જગ્યાએ કોઈ આતંકવાદીઓ હતા જ નહીં. પાકિસ્તાને આ હુમલામાં કોઈ માર્યુ ગયુ હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પરંતુ હવે પાકિસ્તાનના જ પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ જ આ મામલે સનસની ખુલાસો કર્યો છે. તેમના મતે ભારતીય એરફોર્સ દ્વારા યુદ્ધ વિમાનોમાંથી વરસાવવામાં આવેલા બોમ્બમાં 300 જેટલા લોકો માર્યા ગયા હતાં. ભારત તરફથી આ એર સ્ટ્રાઈક જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા હુમલા બાદ કરવામાં આવી હતી.

જો કે ભારતમાં તો અમુક નેતાઓ માનવા તૈયાર જ નહોતા અને હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયાને લઈને ભારતમાં જ કેટલાક રાજકીય પક્ષોએ સવલ ઉભા કર્યા હતાં. દેશમાં કોંગ્રેસ અને PDP સહિતના રાજકીય પક્ષોએ તો સૈન્ય પર જ આંગળી ચિંધિ હતી. હવે પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીના ખુલાસાથી ઈમરાનની સાથો સાથ ભારતના કોંગ્રેસ નેતાઓ ભોંઠા પડ્યાં છે. સીઆરપીએફના કાફલા પર થયેલા આ આતંકી હુમલામાં 40 સુરક્ષા જવાનો સહિદ થયા હતાં. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની આકરી ટીકા થઈ હતી અને અમેરિકા, ફ્રાંસ અને રશિયા સહિતના દેશોએ ભારતનું ખુલ્લુ સમર્થન કર્યું હતું.

image source

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અયાઝ સાદિકની ટિપ્પણી બાદ ભૂતપૂર્વ રાજદ્વારી દ્વારા આ ઘટસ્ફોટ થયો છે. સાદિકે ઓક્ટોબર 2020 માં દેશની રાષ્ટ્રીય વિધાનસભામાં કહ્યું હતું કે વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ એક મહત્વપૂર્ણ બેઠકમાં કહ્યું હતું કે જો પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છૂટો નહીં કરે તો ભારત નવ વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરશે. સાદિકે પણ આ વિશે કહ્યું હતું કે જ્યારે કુરેશી સંસદીય પક્ષના નેતાઓની બેઠકમાં આ માહિતી આપી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના પગ ધ્રૂજતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત