વાંકાનેર: બાળકો રમી રહ્યા હતા ગેમ, અને અચાનક મોબાઇલ થયો બ્લાસ્ટ, અને પછી થયુ કંઇક એવું કે…પૂરી ઘટના જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

વાંકાનેરના વિનયગઢમાં મોબાઇલ ફાટતા ભાઇ-બહેન દાઝ્યા, એકને પહોંચી આંખમાં ગંભીર ઇજા, રાજકોટ સિવિલમાં કરાયા એડમિટ

આજનો આ યુગ મોબાઈલ યુગ બની ગયો છે. માણસને માણસ વગર ચાલે પણ મોબાઈલ વગર ન ચાલે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસના લોકોને સતત મોબાઈલ સાથે વળગેલા જોયા જ હશે. મોબાઈલનું તો જાણે દરેકને વળગણ થઈ ગયું છે અને એમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાનો જ સમાવેશ થઈ જાય છે.

image source

આપણને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી આંખોને નુકશાન થાય એવો તો ખ્યાલ છે જ પણ શુ તમે જાણો છો કે તમારો આ 24 કલાક હાથમાં રહેતો મોબાઈલ ક્યારેક બ્લાસ્ટ પણ થઈ શકે છે અને તમને તેમજ તમારા પ્રિયજનને નુકશાન પહોંચાડી શકે છે.

ઘણીવાર મોબાઇલની બેટરી ફાટવાના બનાવ અંગે તમે વાંચ્યું અને સાંભળ્યું તો હશે જ અને આવી જ એક ઘટના બની છે વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામમાં. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો છે.

image source

વાંકાનેરના વિનયગઢમાં રહેતા ભાઈ બહેન મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા અને અચાનક જ મોબાઇલમાં રમતા સમયે બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના સગા ભાઇ-બેન દાઝી ગયા હતા. આ બનાવ બન્યો એ બાદ તુરંત બંને ભાઈ બહેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

ભાઈ વિજયને પહોંચી છે વધુ ગંભીર ઇજા

રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં બંને ભાઈ બહેનને સારવાર આપવામાં આવી છે. મોબાઇલની બેટરી ફાટતા વિજય ઠાકોર નામનો બાળક આંખ નજીક ખૂબ જ ગંભીર રીતે દાઝયો હતો જેના કારણે તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બહેન સપના ઠાકોરને રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

image source

આ ઘટના સામે આવી એના થોડા સમય પહેલા મોરબીમાં એક યુવક બાઇક પર જઇ રહ્યો હતો અને આ યુવકનાં ખિસ્સામાં એનો મોબાઇલ ફોન હતો. કોણ જાણે ક્યાં કારણસર પણ આ મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટ્યો અને યુવકના પગનાં ભાગે ગંભીર ઇજા થતા ચાલુ વાહન પરથી તે યુવક નીચે પટકાયો હતો. અને ચાલુ વાહને આમ નીચે પટકાવાનાં કારણે યુવકનું મોત નીપજ્યુ હતું. આ ઘટના મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી.

તો હવે તમે પણ જ્યારે મોબાઇલનો ઉપયોગ કરો તો કાળજી લેવાનું ચૂકશો નહિ. મોબાઈલનો અતિશય ઉપયોગ ક્યારેક તમારો જીવ જોખમમાં મૂકી શકે છે એ વાતને ક્યારેય ભૂલશો નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!