આઠ વર્ષના બાળકને ઉઠાવી ગયો દીપડો, જડબામાંથી કાઢી લાવી માતા,બાબા રામદેવે પણ કર્યા વખાણ

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક માતાએ તેના લાડકાને મોતના મોઢામાંથી ખેંચી લીધો છે. આઠ વર્ષના બાળકને દીપડો ઘરની બહારથી ઉપાડી ગયો હતો. તે સમયે બાળકની માતા તેના અન્ય બે બાળકો સાથે આગ તાપી રહી હતી.તેણે તરત જ લાકડી ઉપાડી અને દીપડાની પાછળ દોડવા લાગી હતી. યોગ ગુરુ બાબા રામદેવે દીપડાના મોઢામાંથી બાળકને બચાવનાર કિરણ બૈગાના વખાણ કર્યા છે

image source

આ ઘટના સિધી જિલ્લાના ટમસાર જંગલ વિસ્તારના બડીઝારિયા ગામમાં બની હતી. આ ગામ સંજય ગાંધી ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં આવે છે. ગામની મહિલા કિરણ બૈગા રવિવારની સાંજે એક તાપણું કરીને બાળકો સાથે તાપ કરી રહી હતી. ત્યારે અચાનક દીપડો આવ્યો અને કિરણની બાજુમાં બેઠેલા આઠ વર્ષના પુત્ર રાહુલને ઉપાડી ગયો.

તે સમયે કિરણના પતિ શંકર બૈગા ઘરે નહોતા. આ પછી પણ તેને તેના અન્ય બે બાળકોને ત્યાં છોડીને હાથમાં લાકડી લીધી અને દીપડાની પાછળ દોડી હતી. કિરણે જણાવ્યું કે લગભગ એક કિલોમીટર દૂર ગયા પછી દીપડો પુત્ર રાહુલને પંજામાં દબાવીને બેસી ગયો. ત્યારબાદ કિરણે લાકડી વડે દીપડાના મોં પર માર માર્યો, જેના કારણે દીપડો રાહુલને છોડીને ભાગી ગયો અને કિરણે રાહુલને ખોળામાં ઊંચક્યો. ત્યારે દીપડો તેના પર ધસી આવ્યો હતો. આના પર તેણે તેને તેના હાથથી જોરથી ધક્કો માર્યો. એ દરમિયાન અવાજ સાંભળીને ગામના બીજા લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને એ પણ દીપડા તરફ લાકડીઓ લઈને ધસ્યા. એટલે દીપડો જંગલમાં ભાગી ગયો

આંખ ખોલી તો હોસ્પિટલમાં હતી

કિરણ બૈગાએ જણાવ્યું કે દીપડા સાથેના સંઘર્ષમાં તે અને રાહુલ ઘાયલ થયા હતા. તે બેહોશ થઈ ગઈ હતી. ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા તેને કુસ્મીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવયા હતા. ત્યાં તેને ફરીથી ભાન આવ્યું અને જાણવા મળ્યું કે તે અને રાહુલ બંને હોસ્પિટલમાં છે. બંનેને દીપડાના પંજાથી ઉઝરડા આવ્યા હતા. બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ટાઈગર રિઝર્વ ઓફિસર વસીમ ભુરિયાના જણાવ્યા અનુસાર, બાળકને પીઠ, ગાલ અને આંખ પર ઈજાઓ છે.

બાબા રામદેવે ‘કુ’ પર માતાના વખાણમાં આ કહ્યું

image soucre

યોગ ગુરુ બાબા રામદેવે કિરણ બૈગાના વખાણ કર્યા છે, જેણે બાળકને દીપડાના મોંમાંથી બહાર કાઢ્યું હતું. બાબાએ ‘કુ’ પર લખ્યું-

સિંહણ માતાની શક્તિ

સિધી જિલ્લામાં, એક માતાએ તેના પુત્રને બચાવવા માટે મોતનો સામનો કરવો પડ્યો. આ માતાના પુત્રને દીપડો ઉપાડી ગયો હતો.
માતાએ દીપડાનો એક કિલોમીટર દૂર પીછો કર્યો હતો

અને બાળકને તેની પાસેથી લઈ લીધો.આ ઘટનામાં માતા-પુત્ર બંને ઘાયલ થયા હતા