બાળકના ઓનલાઇન કલાસના WhatsApp ગ્રુપમાં પેરેન્ટ્સે પોર્ન વિડીયો મોકલી દેતા ભારે હોહા થઇ, અને પછી જે થયું એ….

શાળાના એક ધોરણના વોટ્સએપ ગ્રુપમાં પેરેન્ટ્સે મોકલી દીધો પોર્ન વિડીયો, એક્શન લેવાની મળી ચેતવણી.

છેલ્લા કેટલાક મહિનાઓથી લોકો કોરોના વાયરસના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પણ કોરોના વાયરસની મહામારીની જો સૌથી વધુ અસર કોઈના પર થઈ હોય તો એ છે બાળકોના ભણતર પર. લગભગ છેલ્લા 9 મહિનાથી બાળકો પોતાની શાળાની મુલાકાત લઈ શક્યા નથી. પણ બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુસર શાળાઓએ બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ક્યાંક ઓનલાઇન એપ્લિકેશન પર લાઈવ કલાસ લેવાઈ રહ્યા છે તો ક્યાંક શિક્ષકો વોટ્સએપ ગ્રૂપ બનાવી બાળકોને અભ્યાસને લગતી માહિતી આપી રહ્યા છે.

image source

એવામાં દિલ્લીમાં એક બાળકના ઓનલાઇન કલાસ માટેના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મોકલી દેવામાં આવ્યો છે જેના કારણે ભારે હોહા થઈ ગઈ છે. આ વીડિયો એક બાળકના પેરેન્ટ્સ તરફથી ભૂલથી મોકલી દેવામાં આવ્યો છે એવું જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ઘણી શાળાઓ તરફથી આ રીતની હરકત માટેની ફરિયાદ મળ્યા પછી ઉત્તર દિલ્લી નગર નિગમે આવા વ્યક્તિઓને સાવધાન કર્યા છે અને ફરીથી જો આવી ભૂલ થશે તો કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.

image source

એક રિપોર્ટ અનુસાર દિલ્લીના જહાંગીરપુરીમાં એક શાળાના પ્રિન્સિપાલે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે ” અમને ગયા મહિને ઓનલાઇન કલાસ માટેના 5માં ધોરણના વોટ્સએપ ગ્રુપમાં એક વાંધાજનક વિડીયો કલીપ મળી હતી. આ ક્લિપને વિદ્યાર્થીના રજીસ્ટર નંબર પરથી મોકલવામાં આવી હતી. અમે વિદ્યાર્થીના માતા પિતાને બોલાવ્યા હતા, જો કે એમને આવો કોઈ વિડીયો મોકલ્યો હોય એ વાતને નકારી કાઢી.

image source

પ્રિન્સિપાલે આગળ જણાવ્યું કે “અમારા શિક્ષકો નિયમિત રૂપથી એ ગ્રુપમાં મેસેજ મોકલે છે જે માતા પિતાને અનુરોધ કરે છે કે ઓનલાઇન અભ્યાસ સંબંધિત કોઈપણ સવાલ સિવાય બીજું કાંઈ જ આ ગ્રુપમાં શેર ન કરો. હવે અમે શિક્ષણ વિભાગ દ્વારા આપેલ આ આદેશને શેર કર્યો છે.

image source

સ્કૂલ તરફથી અશ્લીલ મેસેજ પોસ્ટ કરવાને લઈને અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બનાવવામાં આવેલ ગ્રુપસમાં પોર્ન વિડીયો અને અન્ય વાંધાજનક ફોટા પ્રસારિત થવાની ફરિયાદ મળ્યા પછી ઉત્તર દિલ્લી નગર નિગમે આવી કોઈપણ ગતિવિધિ માટે જવાબદાર ઠર્યા તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

image source

ઉત્તર દિલ્લી નગર નિગમ નિકાયના શિક્ષણ વિભાગના નરેલા ઝોનમાં એક શાળા તરફથી ફરિયાદ મળ્યા પછી આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર દિલ્લી નગર નિગમ તરફથી કહેવામાં આવ્યું છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિનું જો પુનરાવર્તન થશે તો સહેજ પણ સમય બગડ્યા વગર આરોપી પેરેન્ટ્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત