કોરોનાકાળમાં આ બાળક સૌથી નસીબદાર સાબિત થયું, જન્મ સાથે જ શરીરમાં આવી કોરોના સામે લડવાની શક્તિ

તમે અલગ-અલગ ઉમરનાં લોકોને આપયેલી રસી વિશે સાભળ્યુ હશે. પરંતુ અહીં જે વાત થઈ રહી છે તેવુ અત્યાર સુધીમા પ્રથમ વખત જ બન્યુ છે. દુનિયામાં પહેલી વાર સત્તાવાર રીતે એવાં બાળકના જન્મની પુષ્ટી થઈ છે જેના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી હાજર છે. એન્ટિબોડી એટલે કે એવાં પ્રોટિન્સ જે શરીરના કોઈ વાઈરસ સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આ બાળકમા પણ કોરોના સામે લડનાર એન્ટિબોડી હાજર હોવાનો અમેરિકામાં બાળ રોગ નિષ્ણાંતે દાવો કર્યો છે.

image source

જો આ બાળક વિશે મળતી જાણકારી મુજબ વાત કરીએ તો કોઈ નવજાતના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવવાનો આ મામલો અમેરિકાના ફ્લોરિડામાં સામે આવ્યો છે. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ બાળકની ગર્ભનાળના લોહીની તપાસ કરી હતી. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીના નિષ્ણાત પોલ ગિલબર્ટ અને ચેડ રુડનિસે આ મામલે અભ્યાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમા આ મામલે પુષ્ટી પણ થઇ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બાળકની માતાને પ્રસૂતિનાં ત્રણ સપ્તાહ પૂર્વે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ અપાયો હતો. તેના પછી નક્કી 28 દિવસના અંતરાળે બીજો ડૉઝ અપાયો હતો.

આગળ વાત કરીએ તો બાળકીના માતાને ગર્ભાવસ્થામાં કોવિડ-19ની રસી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિજ્ઞાન સાથે સંબંધિત ઈપ્રિન્ટ પ્રકાશિત કરનારી ‘મેડઆર્કાઈવ’ પર પોસ્ટ કરાયેલા એક અભ્યાસ અનુસાર બાળકીની માતાને ગર્ભકાળના 36માં સપ્તાહમાં મોડર્નાની રસી લાગી હતી. ત્યારબાદના ત્રણ સપ્તાહ બાદ મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો અને જન્મના તત્કાલ બાદ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જો કે અભ્યાસમાં એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે બાળકના લોહીમાં મળી આવેલા એન્ટિબોડીઝ તેને કોરોનાથી સુરક્ષિત રાખવામાં કેટલા અસરદાર સાબિત થશે?

image source

આ બધાની વચ્ચે જાણવા મળી રહ્યુ છે કે માતા પોતાના બાળકને સતત સ્તનપાન કરાવી રહી છે. આ અંગે જાણકારોનુ કહેવુ છે કે માતાને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે તો તેનાથી એન્ટીબોડી બાળકમાં જવાની સંપૂર્ણ શક્યતા છે અને તેનાથી બાળકના કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો પણ ઓછો થાય છે. હવે જોવાનુ રહ્યુ કે કોરોના સામેની લડતમા શીશુ માટે વેક્સીન કેટલી કારગર સાબીત થાય છે.

image source

આ સાથે જ જો રાજ્યમાં કોરોનાની હાલત વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના આગમનને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે રક્ષણ આપતી રસીની શોધ અને સંશોધન માટે ભારત સહિત બધા દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ બન્યા હતા અને એક વર્ષ પૂર્ણ થાય એ પહેલાં જ કોરોના વાયરસની રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું જેમાં હેલ્થ વર્કર્સ, પોલીસકર્મીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની ઝુંબેશ સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!